<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

૧૩ બાળકો, ૭૨ પુરૂષો અને ૧૯ મહિલાઓ... અમેરિકાથી દેશનિકાલ

દેશનિકાલ કરાયેલા ૧૦૪ ભારતીયોની વિગતો જાહેર

નવી દિલ્‍હી, તા.૫: અમેરિકાનું લશ્‍કરી વિમાન ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્‍ટ્‍સને લઈને ગમે ત્‍યારે ભારત પહોંચી શકે છે. ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્‍ટ્‍સનો પહેલો જથ્‍થો અમેરિકન C–૧૪૭ વિમાન દ્વારા ભારત આવી રહયો છે. આ વિમાનમાં ૧૦૪ ભારતીયો સવાર છે.

આ વિમાન અમૃતસર એરપોર્ટ પર ઉતરશે, જ્‍યાં પોલીસ અને વહીવટીતંત્ર સતર્ક છે. એરપોર્ટ પર હાજર અમેરિકન દૂતાવાસના એક અધિકારીએ જણાવ્‍યું હતું કે વિમાનમાં કુલ ૧૦૪ ભારતીયો હતા, જેમાં ૧૩ બાળકો, ૭૯ પુરુષો અને ૨૫ મહિલાઓનો સમાવેશ થાય છે. આ ભારતીયોમાંથી ૩૩ લોકો ગુજરાતના છે જે અમૃતસર એરપોર્ટની અંદર રહેશે અને ત્‍યાંથી સીધા ગુજરાત મોકલવામાં આવશે.

મળતી માહિતી મુજબ, અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીયોને મેક્‍સિકો-અમેરિકા સરહદ પરથી પકડવામાં આવ્‍યા હતા. એવું કહેવામાં આવી રહયું છે કે તેઓ કાયદેસર રીતે ભારત છોડીને ગયા હતા પરંતુ તેમણે ગધેડા માર્ગે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો.

આ લોકોના ભારતમાં આગમન પર ધરપકડ કરવાનો કોઈ આધાર નથી કારણ કે તેમણે કોઈપણ રીતે ભારતીય કાયદાનું ઉલ્લંઘન કર્યું નથી.

તમને જણાવી દઈએ કે યુએસ એરફોર્સનું સી-૧૭ ગ્‍લોબમાસ્‍ટર વિમાન ટેક્‍સાસ નજીકના યુએસ મિલિટરી બેઝ પરથી અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્‍ટ્‍સને લઈને ઉડાન ભરી રહયું હતું. આ વિમાનમાં ૧૦૪ ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્‍ટ્‍સ છે.

તમને જણાવી દઈએ કે ટ્રમ્‍પ સરકાર ગેરકાયદેસર ઇમિગ્રન્‍ટ્‍સને પરિવહન કરવા માટે લશ્‍કરી વિમાનોનો ઉપયોગ કરી રહી છે. અગાઉ, અમેરિકન લશ્‍કરી વિમાન દ્વારા ગેરકાયદેસર ઇમિગ્રન્‍ટ્‍સને ગ્‍વાટેમાલા, પેરુ અને હોન્‍ડુરાસ પણ મોકલવામાં આવ્‍યા હતા.

પ્‍યુ રિસર્ચ સેન્‍ટરના ડેટા અનુસાર, અમેરિકામાં લગભગ ૭.૨૫ લાખ ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્‍ટ્‍સ રહે છે. આ આંકડો ગેરકાયદેસર ઇમિગ્રન્‍ટ્‍સની ત્રીજી સૌથી મોટી સંખ્‍યા છે. મેક્‍સિકો પ્રથમ સ્‍થાને છે અને અલ સાલ્‍વાડોર બીજા સ્‍થાને છે.

(3:05 PM IST)