News of Wednesday, 5th February 2025
વિશ્વનું સૌથી પહેલું સંપુર્ણ ઇલેકટ્રીક વિમાન એન્જીન ‘મેડ ઇન ફ્રાન્સ'
ફ્રેન્ચ એરોસ્પેસ કંપની સેફ્રાનની સિધ્ધી

પેરીસઃ ફ્રેન્ચ એરોસ્પેસ કંપની સેફ્રાન એ યુરોપીયન યુનીયન એવીએશન સેફટી એજન્સી (ઇએએસએ) દ્વારા તેના ઇલેકટ્રીક વિમાન એન્જીન, એન્જીનીયસ ૧૦૦ના પ્રમાણપત્ર સાથે ઉડ્ડયનની દિશામાં નોંધપાત્ર સિધ્ધી હાંસલ કરી છે. આ સર્ટીફીકેશન ૧૦૦ ટકા ઇલેકટ્રીક ઉડ્ડયન માટે એક મહત્વપુર્ણ પ્રગતી છે અને આ સેકટરના ડીકાર્બોનાઇઝેશન તરફ એક મહત્વપુર્ણ પગલુ છે.
સેફ્રાને જણાવ્યું હતું આ સીમાચીન્હ સુધીની સફર વ્યાપક પરીક્ષણ દ્વારા નિヘીત કરવામાં આવી હતી. એન્જીન પ્રમાણપત્ર અને ૧૦૦ કલાકના વાસ્તવીક ઉડ્ડયન પછી મળ્યું હતું. આ પ્રયાસ ઇસએએસએ સાથેના ચાર વર્ષના સહયોગી કાર્ય અને ઇલેકટ્રીક પ્રોપલ્શન માટે ચોકકસ હવા યોગ્યતાના નિયમો સ્થાપીત કરવા અને યોગ્ય માન્ય પધ્ધતીઓ વિકસાવવા માટે પ૩૦૦ કલાકના પરીક્ષણની પરાકાષ્ઠા હતી.
એન્જીનીયસ ૧૦૦, ૧રપ કીલો વોટની મહતમ શકિત વિતરીત કરવા સક્ષમ છે અને તે સર્વતો મુખી બનવા માટે રચાયેલ છે. તે વિવિધ ઉર્જાસ્ત્રોતો દ્વારા સંચાલીત થઇ શકે છે અને વિવિધ પ્રકારના એરક્રાફટ પર લગાવી શકાય છે. જેમાં ૧૯ જેટલા મુસાફરોને સમાવી શકાય છે. બેટરીથી સજજ આ ૧૦૦ ટકા ઇલેકટ્રીક વર્ઝન ર થી ૪ સીટ વાળા એરક્રાફટ માટે આદર્શ છે. આ પ્રોપલઝન સીસ્ટમ વર્ટીકલ ટેક ઓફ અને લેન્ડીંગ (વીટીઓએલ) એર ક્રાફટ માટે પણ યોગ્ય છે. ખાસ કરીને એર ટેક્ષી જેવી ટુંકા અંતરની સેવાઓ માટે.
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
