<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

કંગના રનૌત સામે જારી થઈ શકે છે બિનજામીનપાત્ર વોરંટ: જાણો શું છે જાવેદ અખ્તર સાથે જોડાયેલો કેસ

મુંબઈ : જાણીતા લેખક જાવેદ અખ્તરે 2016 માં થયેલા એક વિવાદ મામલે કંગના રનૌત સામે માનહાનિનો કેસ કર્યો હતો. હવે આ મામલે મુંબઈ કોર્ટે સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત સામે બિનજામીન વોરંટ જારી કરતાં પહેલા હાજર થવાની છેલ્લી તક આપી છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર જાવેદ અખ્તર અને કંગના રનૌત વચ્ચેના કેસનો નિવેડો લાવવા માટે એક સેશન રાખવામાં આવ્યું હતું, જો કે કંગના રનૌત આ સેશનમાં પહોંચી ન હતી. કંગનાના વકીલ રિજવાને જણાવ્યું કે સંસદના કેટલીક જવાબદારીઓને કારણે તે સેશનમાં હાજર રહી શકશે નહિ.

કંગના હાજર ન રહેતા જાવેજ અખ્તરના વકીલ તરફથી એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કોર્ટે અત્યાર સુધી આ મામલે આપેલી 40 તારીખોમાં કંગના રનૌત ગેરહાજર રહી છે. આ અરજીમાં કંગના રનૌત સામે બિનજામીનપાત્ર વોરંટની માંગ કરાઈ છે. જાવેદ અખ્તરની અરજી સામે કોર્ટે કંગના રનૌતના વકીલને જવાબ આપવાનો આદેશ આપ્યો છે. મેજિસ્ટ્રેટે કોઈ પણ કાર્યવાહી કરતાં પહેલા કંગના રનૌતને એક આખરી તક આપી છે.

કંગના રનૌત અને જાવેદ અખ્તર વચ્ચે આ વિવાદ 2016 થી ચાલી રહ્યો છે. કંગનાએ એક ઈન્ટરવ્યુમાં જાવેદ પર આરોપ લગાવતાં કહ્યું હતું કે તેમને જાવેદ અખ્તરે ઋતિક રોશનથી માફી માંગવા અને આ સિવાય પણ ઘણું કહ્યું હતું. આ ઈન્ટરવ્યુ બાદ જાવેદ અખ્તરે અભિનેત્રીના આ દાવાઓને ખોટા કહીને ફગાવી દીધા હતા અને એટલું જ નહિ તેની સામે માનહાનિનો કેસ કરી દીધો હતો. જો કે કોર્ટ હજુ સુધી આ મામલે કોઈ નિર્ણય લઈ શકી નથી.

(7:53 PM IST)