<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

ભારતીયોને લેન્ડ કર્યા બાદ અમેરિકન સૈન્ય વિમાન C-17 પરત ફરવા માટે ઉડાન ભરી

પંજાબના અમૃતસર એરપોર્ટ પર 104 ગેરકાયદેસર ભારતીયોને લેન્ડ કરાયા : પરત ફરેલા દરેક યાત્રીનું થયું વેરિફિકેશન

પંજાબના અમૃતસર એરપોર્ટ પર 104 ગેરકાયદેસર ભારતીયોને લેન્ડ કર્યા બાદ અમેરિકન સૈન્ય વિમાન C-17 પરત ફરવા માટે ઉડાન ભરી છે. અમેરિકન વિમાને સાંજે 5:22 કલાકે ઉડાન ભરી હતી.

104 ગેરકાયદે ભારતીયોને લઈને પંજાબના અમૃતસર એરપોર્ટ પર ઉતરેલા અમેરિકન સૈન્ય વિમાન C-17એ પરત ફરવા માટે ઉડાન ભરી છે. મળતી માહિતી મુજબ, વિમાને લગભગ 5.22 કલાકે ઉડાન ભરી હતી.

વિમાનમાં સવાર દરેક દેશનિકાલ કરાયેલા ભારતીય નાગરિકનું વેરિફિકેશન પણ કરવામાં આવ્યું હતું. સમાચાર અનુસાર પ્લેન અમેરિકામાં હાજર ઘણા ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને પરત લાવશે. 104 ગેરકાયદે ભારતીયોની આ પ્રથમ બેચ હતી.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ સૌથી પહેલા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર કાર્યવાહી શરૂ કરી હતી. અગાઉ, યુએસ સૈન્ય વિમાનોએ દેશનિકાલ કરાયેલ ઇમિગ્રન્ટ્સને ગ્વાટેમાલા, પેરુ અને હોન્ડુરાસ મોકલી દીધા છે.

વડાપ્રધાન મોદી આવતા અઠવાડિયે અમેરિકા જવાના છે. ટ્રમ્પ બીજી વખત અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા બાદ વડાપ્રધાનની આ પ્રથમ મુલાકાત હશે.

અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે વડ પ્રધાન મોદીએ તેમને ખાતરી આપી છે કે જ્યારે ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને પરત લેવાની વાત આવે ત્યારે ભારત તે જ કરશે જે યોગ્ય હશે.

કેબિનેટ મંત્રી કુલદીપ ધાલીવાલે અમૃતસરના એવિએશન ક્લબ શ્રી ગુરુ રામદાસ જી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દેશનિકાલ થયા બાદ ભારત આવેલા લોકો સાથે વાત કરી. તેમણે કહ્યું કે ભારત આવેલા તમામ મુસાફરો ઠીક છે. તમામ પેપર વર્ક કરવામાં આવી રહ્યાં છે અને તે ટૂંક સમયમાં મોકલવામાં આવશે.

અમેરિકાના આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતા મંત્રીએ કહ્યું કે આ મામલો ખૂબ જ ગંભીર છે. કેન્દ્ર સરકાર અને વડાપ્રધાનને વિનંતી છે કે તેઓ ટ્રમ્પ સાથે વાત કરીને ઉકેલ શોધે. ટ્રમ્પ મોદીના મિત્ર છે તેથી તેમણે તેમની સાથે વાત કરવી જોઈએ. મેં એવા લોકો સાથે વાત કરી છે જે પંજાબથી ગયા હતા, તેમાંથી મોટાભાગના દુબઈના એજન્ટો દ્વારા અમેરિકા ગયા હતા.

 

અગાઉ, ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે અમે ગેરકાયદેસર સ્થળાંતરની વિરુદ્ધ છીએ, કારણ કે તે સંગઠિત અપરાધના ઘણા સ્વરૂપો સાથે જોડાયેલું છે.

તેમણે વધુમાં કહ્યું કે, માત્ર યુએસમાં જ નહીં પરંતુ વિશ્વમાં ક્યાંય પણ રહેતા ભારતીયો માટે, જો તેઓ ભારતીય નાગરિક હોય અને તેઓ નિર્ધારિત સમય કરતાં વધુ સમય રોકાતા હોય અથવા તેઓ યોગ્ય દસ્તાવેજો વિના કોઈ ચોક્કસ દેશમાં હોય, તો અમે તેમને સ્વીકારીશું, પણ શર્ત એટલી જ છે કે તેઓ અમારી સાથે દસ્તાવેજો શેર કરે જેથી અમે તેમની રાષ્ટ્રીયતાની પુષ્ટિ કરી શકીએ.

પ્રવક્તાએ કહ્યું કે વેરિફિકેશન જરૂરી છે જેથી તે જાણી શકાય કે તે ખરેખર ભારતીય છે. જો આવું થશે તો અમે તેમને પાછા લાવવામાં મદદ કરીશું

(8:30 PM IST)