<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

પેરિસ સમ્મેલનમાં એઆઈ પર વૈશ્વિક દિશાનિર્દેશ બનાવવા પર મોદી ભાર મુકશે

પીએમ મોદી અને અન્ય વૈશ્વિક નેતા ૧૦ અને ૧૧ ફેબ્રુઆરીએ પેરિસમાં થઈ રહેલ સમ્મેલનમાં એઆઈ ના વધતા પડકાર અને અવસર પર ચર્ચા કરશે

નવીદિલ્હી: નરેન્દ્ર મોદી ડિજિટલ ટેકનિક પર અંતરરાષ્ટ્રીય ફ્રેમવર્કને માટે પ્રયાસરત છે અને તે મુજબ તેઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ને માટે એક વૈશ્વિક દિશાનિર્દેશ તૈયાર કરવાને માટે અન્ય દેશોને અપીલ કરશે. તેની જાણકારી રાખવાવાળા અધિકારીઓના જણાયા પ્રમાણે મોદી અને અન્ય વૈશ્વિક નેતા ૧૦ અને ૧૧ ફેબ્રુઆરીએ પેરિસમાં થઈ રહેલ સમ્મેલનમાં એઆઈ ના વધતા પડકાર અને અવસર પર ચર્ચા કરશે

   ભારત દ્વારા દૂરસંચારમાં એઆઈ ના માપદંડને અપનાવવાના પ્રયાસોના લઈને ગયા વર્ષે અંતરરાષ્ટ્રીય દૂરસંચાર સંઘે તેનું સમર્થન કરતો એક પ્રસ્તાવ પસાર કર્યો છે. અધિકારીઓનું કહેવું છે કે એઆઈ ટેકનીક જે ઝડપથી આગળ વધી રહી છે એવામાં અન્ય ક્ષેત્રોને માટે પણ તેની આવશ્યકતા થઈ શકે છે. ભારતની સાથે મળીને આ કાર્યક્રમની સહ અધ્યક્ષતા કરવાવાળી ફ્રાન્સની સરકારનો ઉદ્દેશ્ય આ કાર્યક્રમનો ઉપયોગ એક એવા મંચના રૂપમાં કરવાનો છે, જે સામૂહિક રૂપથી વૈજ્ઞાનિક આધાર, સમાધાન સાથે વધુ ટકાઉ એઆઈ પર ભાર આપે, જેથી આ સામુહિક પ્રગતિ અને સાર્વજનિક હિતમાં કામ કરે. એક અધિકારીએ જણાવ્યું કે, સરકારી ઈચ્છે છે કે એઆઈ શિખર સમ્મેલન તેને ઉભરતી ટેકનિકને માટેની નીતિ નિર્ધારણ કરવાવાળા કોઈ વૈશ્વિક નિકાયનો હિસ્સો બનવાની શરૂઆતમાં જ તક આપે. જ્યારે તમામ દેશ એઆઈ ની દોડમાં સામેલ થવા ઈચ્છે છે ત્યારે ભારત એઆઈ પર વૈશ્વિક નીતિ નિર્માણમાં પાછળ રહેવાનું જોખમ ઉઠાવી શકે નહીં.


 

(12:09 AM IST)