<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

પતિની પ્રેમિકાને જોઈ પત્‍નિ ભાન ભૂલી ગઈ : જાહેરમાં ચોટલો પકડીને પછાડી : એક ઝાટકે પ્રેમનું ભૂત ઉતારી દીધું

બિહારના જમુઇમાંથી એક વિચિત્ર કિસ્‍સો સામે આવ્‍યો

જમુઈઃ બિહારના જમુઈમાંથી એક વિચિત્ર કિસ્‍સો સામે આવ્‍યો છે. જ્‍યાં કોર્ટમાં ત્‍યારે અફરાતફરી મચી ગઈ, જ્‍યારે બે મહિલાઓ અચાનક એકબીજા સાથે લડવા લાગી. પહેલા બંને વચ્‍ચે બોલાચાલી થઈ અને લોકો કંઈ સમજી શક્‍યા નહીં. એટલી વારમાં તો બંને એકબીજા સાથે લડવા લાગી. બંનેએ એકબીજાના વાળ ખેંચ્‍યા અને ગડદાપાટુ કર્યા. બંનેએ એકબીજાના ચોટલા ખેંચ્‍યા, જમીન પર સુવડાવીને ધમ્‍બથી થઈ.

ત્‍યાં હાજર લોકો કંઈ સમજી શકતા નહોતા કે અહીં શું થઈ રહ્‍યું છે. ત્‍યાં હાજર મહિલાઓએ આ બંને મહિલાઓને છોડાવી. ત્‍યારે જતાં આખો કાંડ સમજાયો. આખો કિસ્‍સો જમુઈ જિલ્લા કચેરીમાં સામે આવ્‍યો, જ્‍યાં બુધવારે બપોરે બે મહિલાઓ એકબીજા સાથે લડવા લાગી હતી. એક પતિ માટે બંને મહિલા વચ્‍ચે ઝઘડો થવા લાગ્‍યો અને ત્‍યાં હાજર લોકો આ પણ જોઈને ચોંકી ગયા હતા.

જમુઈ જિલ્લાના ખૈરા પોલીસ સ્‍ટેશન હદ વિસ્‍તારની સુબૈદા ખાતુને ‘‘જણાવ્‍યું કે, તેના લગ્ન ૧૧ વર્ષ પહેલા શમીમ અંસારી નામના શખ્‍સ સાથે થયા હતા. લગ્ન બાદથી તેનો પતિ તેની સાથે નહોતો રાખતો. તેણે જણાવ્‍યું કે, ‘‘મારો પતિ નવાદા જિલ્લાના કૌઆકોલાની રહેવાસી શબાના ખાતુન સાથે ચક્કર ચલાવી રહ્‍યો છે. બંને લગ્ન કરવા માટે જમુઈની કોર્ટમાં પહોંચ્‍યા હતા.''

મહિલાએ જણાવ્‍યું કે, ‘‘મને આ વાતની જાણ થઈ ગઈ હતી, જ્‍યારે ગત સોમવારના રોજ શબાના મારા પતિને મળવા ઘરે આવી હતી. ત્‍યાંથી પરત ફરતા તેનો દુપટ્ટો મારા જ ઘરમાં રહી ગયો હતો.'' સુબૈદા ખાતુન તે દુપટ્ટો લઈને જમુઈ આવી ગઈ. તેણે કહ્‍યું કે, ‘‘આ બંને કોર્ટ મેરેજ કરવાના છે અને મેં તેમને રંગે હાથે પકડી લીધા છે.'' ત્‍યારબાદ બંને એકબીજા સાથે જાહેરમાં લડવા લાગી.

નવાદા જિલ્લાના કૌઆકોલની રહેવાસી શબાના ખાતુને ‘‘જણાવ્‍યું કે, ‘‘હું છેલ્લા ૫ વર્ષથી પરણેલી છું અને આ મહિલા વહેમમાં હતી કે મારો પતિ કોઈ બીજો છે. મારુ તેના પતિ સાથે કોઈ ચક્કર નથી. હું મારી બહેન સાથે જમુઈ આવી હતી. ત્‍યારે તે મારી પાછળ લાગી ગઈ અને મારી સાથે હાથાપાઈ કરવા લાગી.''

જોતજોતામાં ત્‍યાં લોકોની ભીડ જામી ગઈ. કોઈએ તેની સૂચના પોલીસને આપી દીધી. બાદમાં ઘટનાસ્‍થળે પીસીઆર ટીમે બંને મહિલાઓને અલગ કરી અને તેમને લઈને પોલીસ ચોકીએ લઈ ગયા. જોતજોતામાં આ કિસ્‍સાની આખા વિસ્‍તારમાં ચર્ચા થવા લાગી

(9:46 AM IST)