થાઇલેન્ડ - કંબોડિયાએ એકબીજા પર તોપના ગોળાથી હુમલો કર્યો : અત્યાર સુધીમાં ૩૨ના મોત : કંબોડિયાએ થાઇ સેના પર કલસ્ટર બોમ્બનો આરોપ મુકયો : બે દિવસના ભયંકર યુધ્ધ બાદ કંબોડિયા ઝુકયું : યુએનને યુધ્ધવિરામની અપીલ કરી : થાઇલેન્ડે મધ્યસ્થી પ્રસ્તાવ ફગાવ્યો થાઇલેન્ડની સરહદે ખેદાન-મેદાન : હજારો લોકોના ઘર તબાહ : ૨૩ હજારથી વધુને સુરક્ષિત સ્થળે ખસેડાયા11:17 AM IST
પીએમ મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઃ ટ્રમ્પ-મેલોની રેન્કિંગમાં પાછળ : દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગ ૫૯%ની મંજૂરી રેટિંગ સાથે બીજા સ્થાને છે. ત્રીજા સ્થાને આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલી છે, જેમને ૫૭% લોકોનું સમર્થન છે : પીએમ મોદીને ૭૫% લોકોનું એપ્રુવલ રેટિંગ મળ્યું: આ સર્વે ૪ જુલાઈથી ૧૦ જુલાઈ દરમિયાન હાથ ધરવામાં આવ્યો હતો11:12 AM IST
જેમ્સ એન્ડ જ્વેલરી સાથે સંકળાયેલા લોકોને ફળી મોદીની યુકેની મુલાકાત : અત્યાર સુધી બ્રિટનમાં હીરા અને દાગીના એક્સપોર્ટ કરવા પર ૪ ટકા સુધીનો ટેક્સ લાગતો હતો. જોકે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં એ ઝીરો થઈ ગયો છે જેનો મોટો લાભ ભારતના વેપારીઓ અને દાગીના બનાવતા કારીગરો સહિત આખા સેક્ટરને મળશે10:05 AM IST
સારવારના નામે ધર્મ પરિવર્તનનો ખેલ... નન મેરી આદિવાસીઓના રોગો મટાડવાના નામે ધર્મ પરિવર્તન કરાવતી હતી. : નારાયણપુરના માર્કબોડ ગામમાં રહેતી ત્રણ આદિવાસી છોકરીઓને દુર્ગ રેલ્વે સ્ટેશન પર આગ્રા લઈ જવાનું કાવતરું ઘડાયું પરંતુ તે પહેલાં પોલીસે નન પ્રીતિ મેરી, પ્રીતિ મેરી, વંદના ફ્રાન્સિસ અને યુવાન સુખમન માંડવીની ધરપકડ કરી 12:44 AM IST
કારગિલ નજીક નિયંત્રણ રેખા પર આવેલું હુન્ડરમન ગામ છે યુદ્ધભૂમિ : સિલ્ક રૂટનું સાક્ષી : અને એક જીવંત મ્યુઝિયમ : આજે તેનું 'યાદોનું સંગ્રહાલય' પ્રવાસીઓને આ ગામના સમૃદ્ધ વારસા અને પીડાદાયક ભૂતકાળ સાથે જોડે છે : કારગિલ યુદ્ધ દરમિયાન, આ ગામના લોકો લોજિસ્ટિક્સ સપ્લાય તેમજ અન્ય કામોમાં સેનાને મદદ કરતા હતા10:48 PM IST
ઇન્દ્રદેવને રીઝવવા અનોખો પ્રયાસ: DJ સાથે જીવતા માણસની 'અંતિમયાત્રા' અને ગધેડા પર ઊંધી સવારી! મધ્યપ્રદેશના ગામમાં પરંપરાગત ટોટકાનો સહારો! : ગ્રામીણોનો વિશ્વાસ છે કે આ ટોટકાથી ઇન્દ્રદેવ પ્રસન્ન થશે અને ક્ષેત્રમાં સારો વરસાદ થશે, સુકાતા પાકને બચાવી શકાશે અને પીવાના પાણીની સમસ્યા પણ હળવી થશે!10:48 PM IST
ભારત 2030 સુધીમાં શાકભાજીના બીજનું વૈશ્વિક કેન્દ્ર બનશે : 970 મિલિયન ડોલરનું લક્ષ્ય : જો લાંબા સમયથી ચાલતા નીતિગત અવરોધોને દૂર કરવામાં આવે તો આ સરળતાથી બમણું અથવા ત્રણ ગણું થઈ શકે : રાષ્ટ્રીય પરિષદમાં, વૈજ્ઞાનિકો, નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગ નિષ્ણાતોએ બીજ ક્ષેત્રમાં નવીનતા, બૌદ્ધિક સંપદા અધિકારો (IPR), બાયોટેકનોલોજી અને નીતિગત સુધારાઓ પર ભાર મૂક્યો10:46 PM IST
વિકાસને મેગા બૂસ્ટ : વડાપ્રધાન મોદીએ માલદીવથી સીધા તમિલનાડુ પહોંચીને ₹૪૯૦૦ કરોડથી વધુના ધમાકેદાર પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો! : તુતીકોરિનમાં એરપોર્ટ, રેલવે, હાઈવે અને બંદર ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન : વાર્ષિક ૨૦ લાખ મુસાફરોની ક્ષમતા ધરાવતું નવું ટર્મિનલ, બંદર પર કાર્ગો બર્થ અને વિશાળ હાઈવે પ્રોજેક્ટ્સથી રાજ્યની કાયાપલટ10:43 PM IST
મથુરા: ગોપાલ વન કાન્હાના શહેરને સુંદર બનાવશે : યોગી સરકારનું નવું ગ્રીન અભિયાન : રાજ્ય સ્તરના કાર્યક્રમને ઉત્સવ તરીકે ઉજવવા સૂચના આપવાની સાથે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમાં જનપ્રતિનિધિઓ, ગૌપાલકો, સંતો અને શાળાના બાળકોની ભાગીદારી પર પણ ભાર મૂક્યો : મુખ્ય કાર્યક્રમ દેવરાહા બાબા ગૌશાળા ખાતે યોજાશે10:38 PM IST
કારગિલ વિજય દિવસની શોર્ય ગાથા : ગામના ભરવાડે પાકિસ્તાની ઘૂસણખોરીના સમાચાર આપ્યા, પછી કારગિલ યુદ્ધ ફાટી નીકળ્યું : યુદ્ધનું કારણ પાકિસ્તાનનું નાપાક કૃત્ય હતું : સમુદ્ર સપાટીથી 17 હજાર ફૂટની ઊંચાઈએ 80 દિવસથી વધુ સમય સુધી ભીષણ યુદ્ધ ચાલુ રહ્યું : દેશના 527 સૈનિકો શહીદ થયા અને લગભગ 1400 ઘાયલ થયા : દેશની બહાદુર સેનાએ 3000 થી વધુ દુશ્મન સૈનિકોને મારી નાખ્યા10:23 PM IST
ભારત અને માલદીવ વચ્ચે 8 મુખ્ય કરારો પર હસ્તાક્ષર: બંને દેશો વચ્ચે સંબંધો સુધારવા અને આર્થિક સહયોગને ગાઢ બનાવવા માટે મહત્વપૂર્ણ : 4850 કરોડ રૂપિયાના ક્રેડિટ લાઇન પર કરાર: લોન ચુકવણીની શરતોમાં છૂટછાટ સાથે સુધારો : મુક્ત વેપાર કરાર (FTA) ની સંદર્ભ શરતો પર કરાર અને મત્સ્યઉદ્યોગ અને જળચરઉછેર સહયોગ પર સમજૂતી કરાર થયા 8:31 PM IST
ગ્રામીણ ભારતમાં સ્વચ્છતાનું ચિત્ર: ૯૫% પરિવારોમાં શૌચાલય : ૪૫% ગામડાઓમાં કચરો એકત્ર કરવાની વ્યવસ્થા : માળખાગત સુવિધાઓમાં પ્રગતિ : કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં ગ્રામીણ વિસ્તારોમાં સુવિધાઓમ સુધારો જોવા મળ્યો : લોકસભામાં જલ શક્તિ રાજ્યમંત્રી વી. સોમન્નાએ આપી : કેન્દ્રીય મંત્રીએ પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ ૨૦૨૩-૨૪ ના તારણો ટાંકીને લેખિત જવાબ રજૂ કર્યો8:03 PM IST
"આમ તો યુરોપ ખતમ થઈ જશે..." - ડોનાલ્ડ ટ્રમ્પની યુરોપીયન દેશોને આકરી ચેતવણી : ઇમિગ્રેશનને 'ભયાનક આક્રમણ' ગણાવ્યું : જુઓ વિડીયો : યુએસ પ્રમુખે સ્કૉટલેન્ડમાં આપ્યું મોટું નિવેદન : ગેરકાયદેસર ઇમિગ્રેશન રોકવા પર ભાર : "ઘણા દેશોના લોકો યુરોપમાં આવીને વસી રહ્યા છે, તમારે આ 'ભયાનક આક્રમણ' રોકવું પડશે!"8:04 PM IST
સરકારે 25 OTT એપ્સ પર મૂક્યો પ્રતિબંધ: 'અશ્લીલ કન્ટેન્ટ' સામે સખ્ત કાર્યવાહી! એકતા કપૂરે કહ્યું: 'ALTT સાથે 2021થી મારો કોઈ સંબંધ નથી!' : માહિતી અને પ્રસારણ મંત્રાલયની ગૃહ, મહિલા અને બાળ વિકાસ, ઇલેક્ટ્રોનિક્સ, માહિતી ટેકનોલોજી અને કાયદા મંત્રાલયો તેમજ FICCI અને CII સાથે પરામર્શ બાદ કાર્યવાહી8:01 PM IST
પ્રધાનમંત્રી પાક વીમા યોજના: અત્યાર સુધી રાજ્યો દ્વારા 6,450 કરોડ રૂપિયાથી વધુની ચુકવણી બાકી : દાવાઓના નિકાલમાં વિલંબ અટકાવવા કેન્દ્ર કડક : આ યોજના હેઠળ ઘણા રાજ્યો છેલ્લા પાંચ વર્ષમાં વીમા દાવાઓના નિકાલમાં ડિફોલ્ટ થયા : કૃષિ મંત્રાલયે સંસદમાં આપી માહિતી : સૌથી મોટા ડિફોલ્ટર રાજ્યોમાં આંધ્ર પ્રદેશ (રૂ. 2,565 કરોડ), રાજસ્થાન (રૂ. 1,525 કરોડ), મધ્ય પ્રદેશ (રૂ. 1,468 કરોડ), તમિલનાડુ (રૂ. 124 કરોડ) અને ઉત્તર પ્રદેશ (રૂ. 121 કરોડ) નો સમાવેશ7:55 PM IST
દિલ્હીમાં નાઇજિરિયન કિંગપિનનું ₹100 કરોડનું ડ્રગ કાર્ટેલ ઝડપાયું: મહિલાઓ કેરિયર તરીકે, વોટ્સએપ કોલ સેન્ટર અને એપ-સ્ટાઇલ ડિલિવરી નેટવર્કનો ઉપયોગ! : દિલ્હી પોલીસ માટે મોટી સફળતા: ગુનેગારોની જટિલ કાર્યપ્રણાલી અને આંતરરાષ્ટ્રીય જાળને ઉજાગર કરી, આ નેટવર્ક્સને ખતમ કરવા આંતરરાષ્ટ્રીય સહયોગ જરૂરી8:00 PM IST
ICAR માં ડેટા ચોરી: ભરતી, સંશોધન પ્રોજેક્ટ્સ અને ઇમેઇલ્સનો મહત્વપૂર્ણ ડેટા ગાયબ : તપાસ માટે સમિતિની રચના : એપ્રિલ મહિના દરમિયાન ભારતીય કૃષિ સંશોધન પરિષદમાં ડેટા ચોરીની એક મોટી ઘટના જોવા મળી : જેમાં ભરતી પ્રક્રિયાઓ અને સંશોધન પ્રોજેક્ટ્સ સંબંધિત મુખ્ય માહિતીનો સમાવેશ : સમિતિને ડેટા સુરક્ષા સુધારવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે સૂચનો આપવાનો આદેશ7:57 PM IST
નિવૃત્તિ બાદ કોઈપણ સરકારી પદ સ્વીકારવાનો ઇનકાર : સીજેઆઈ બી.આર. ગવઈનો સ્પષ્ટ સંકેત : અમરાવતીમાં કર્યો મોટો ખુલાસો : ૨૩ નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ : સેવાનિવૃત્તિ પછી પરામર્શ અને મધ્યસ્થીનું કાર્ય કરશે : ન્યાયપાલિકામાં જનતાના વિશ્વાસને જાળવી રાખવા પ્રતિબદ્ધતા7:52 PM IST
સંસદમાં બુલડોઝર કાર્યવાહી અને મોબ લિંચિંગનો મુદ્દો ઉઠાવો : કોંગ્રેસના મુસ્લિમ નેતાઓએ રાહુલ ગાંધી પાસે માંગણી કરી : કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, આસામ અને ઉત્તરાખંડ જેવા ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ દ્વારા ખુલ્લેઆમ ભડકાઉ ભાષણો આપવામાં આવી રહ્યા છે : કેન્દ્ર સરકારે મોબ લિંચિંગની ઘટનાઓસંદર્ભમાં કાયદો બનાવ્યો : પરંતુ આવી ઘટનાઓમાં કડક કલમો હેઠળ કેસ નોંધવામાં આવતા નથી7:27 PM IST
બીજિંગ પાણી પાણી : 24 કલાકમાં વર્ષભરનો વરસાદ, પુલ તૂટ્યા, રસ્તા ડૂબી ગયા : હજારો લોકો બેઘર : બીજિંગ અને ઉત્તર ચીનમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને પૂરનો ભય : હવામાન વિભાગે શહેરના 16 માંથી 10 જિલ્લાઓમાં ભૂસ્ખલન અને કાટમાળ પડવાનું એલર્ટ : છેલ્લા કેટલાક વર્ષોમાં ઉત્તર ચીનમાં વરસાદના નવા રેકોર્ડ બન્યા6:46 PM IST
નોઈડામાં પોલીસ કર્મી સાથે મહિલા વેશમાં અશ્લીલ રીલ બનાવતા વિડીયો વાયરલ : ઉત્તર પ્રદેશ પોલીસ બેડામાં ભારે રોષ : તપાસના આદેશ :જુઓ વિડીયો : રાષ્ટ્રીય દલિત પ્રેરણા સ્થળ જેવા સંવેદનશીલ સ્થળે બનેલી ઘટનાથી ખળભળાટ : પોલીસ અધિકારીની ઉપસ્થિતિ અને જાહેરમાં અશ્લીલતા અંગે સવાલો : ભીમ આર્મી દ્વારા કડક કાર્યવાહીની માંગ5:09 PM IST
જુઓ મહત્વના સમાચારો ઉડતી નજરે...12:41 PM IST
મુઇઝુના બે ચહેરા : 'ઇન્ડિયા આઉટ' ના સૂત્રથી નરેન્દ્રભાઈ મોદી માટે લાલ જાજમ સુધીની સફર! ચીન કાર્ડ નિષ્ફળ જતાં માલદીવ્સનું પર્યટન ક્ષેત્ર તળિયે બેઠું : માલદીવ્સના પ્રમુખ મુઇઝુનો યુ-ટર્ન : આર્થિક સંકટ, ઘટતા વિદેશી હુંડિયામણ અને ચીનથી મળેલા ઠેંગાએ ભારત સાથે સંબંધો સુધારવા મજબૂર કર્યા : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મુલાકાત દ્વિપક્ષીય સંબંધોમાં નવા અધ્યાયનો પ્રારંભ9:59 PM IST
2019માં ભાજપ સામે બળવો: હવે 2025માં ભેટ મળી: પુત્રવધૂ પછી લાલુ યાદવે પણ સસરાને 'લોટરી' લગાવી : આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે સત્યાનંદ ભોક્તાને સંગઠનમાં એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપી:અગાઉ ભાજપમાં રહેલા ભોક્તાએ ત્રણ વખત ધારાસભ્ય અને પાંચ વખત મંત્રી રહી ચૂક્યા છે. તેમની પુત્રવધૂ રશ્મિ પ્રકાશને પણ મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ બનાવાયા છે11:15 PM IST
ચંદીગઢના શેરી કૂતરાઓ હવે લંડનમાં ફરશે : બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર ઈંગ્લેન્ડ પરત : શિમલા અને સુલાને તેની સાથે લઈ ગયા : ચંદીગઢની શેરીઓમાં રખડતા કૂતરા શિમલા અને સુલા હવે ઇંગ્લેન્ડ જશે. બ્રિટિશ ડેપ્યુટી હાઇ કમિશનર કેરોલિન રોવેટ નિવૃત્તિ પછી તેમને પોતાની સાથે લઈ જશે :કેરોલિને સેક્ટર-૧૦માંથી શિમલા અને હયાત રિજન્સીમાંથી સુલાને દત્તક લીધી હતી. સાડા ચાર વર્ષ સાથે રહ્યા પછી તે તેમને ઇંગ્લેન્ડ લઈ જશે11:23 PM IST
અકિલા સોશ્યિલ મીડિયાનર્મદા જિલ્લામાં મનરેગા કૌભાંડમાં ડ્રોન કેમેરાથી ખુલી પોલ : શ્રમિકો ગેરહાજર છતાં મસ્ટરમાં હાજર !! : મનરેગા યોજના હેઠળના કામોની તપાસ માટે ગાંધીનગરથી ૪૫ લોકોની એક ટીમ નર્મદા જિલ્લામાં આવી: ગાંધીનગરથી કડક કાર્યવાહીના આદેશઃ કસૂરવારો પાસેથી સરકારી નાણાંની વસૂલાત થશે તેવા આદેશથી ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ10:21 PM IST
સુરતવાસીઓને મોટી ભેટ : રૂ.૭૩ કરોડના કામોનું લોકાર્પણ અને રૂ.૩૬૨.૪૫ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ : દેશમાં છેલ્લા ૮ મહિનામાં ૩૨ લાખ વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રક્ચર બન્યા: જળસંરક્ષણમાં દેશવાસીઓ જાગૃત્ત થયા: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ: 'સુરત: ફ્યુચર સિટી ઓફ વિકસિત ભારત@2047' પુસ્તિકાનું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન8:23 PM IST
હોસ્પિટલોમાં વપરાતી દવાઓ, પ્રોસ્થેટિક્સ, ઇમ્પ્લાન્ટ્સ, સ્ટેન્ટ્સ ટેક્સને પાત્ર : VATના કાયદા હેઠળની ટેક્સ ડિમાન્ડને પડકારતી ખાનગી હોસ્પિટલોની અરજીઓ રદ કરતો સિમાચિホરૂપ ચુકાદો -: આ સામગ્રીઓ પર લેવાતા ટેક્સને હાઇકોર્ટે કાયદેસર અને યોગ્ય ઠરાવ્યો છે :સ્ટલિઁગ, બેંકર્સ કાર્ડિયોલોજી, શેલ્બી, CIMS અને વોકાર્ડ સહિતની અગ્રણી હોસ્પિટલોએ કરેલી વિવિધ અરજીઓ હાઇકોર્ટે રદ કરીઃ હોસ્પીટલોને ફટકો9:38 AM IST
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આણંદમાં સંગોષ્ઠિ કાર્યક્રમમાં દૂધ ઉત્પાદક સંઘના સભાસદો સાથે સંવાદ કર્યો : રાહુલ ગાંધીએ દૂધ ઉત્પાદકોને પડી રહેલી મુશ્કેલી અને તેમની માંગણીઓ જાણવાનો પ્રયાસ કર્યો. દૂધ ઉત્પાદકો સાથે ચર્ચા કર્યા બાદ રાહુલ ગાંધીએ દૂધ ઉત્પાદકોની વિવિધ માગોનો મુદ્દો લોકસભામાં ઉઠાવવાની ખાતરી આપી7:31 PM IST
એક તરફી પ્રેમમાં પડેલા એ યુવાનને કારણે હેરાન પરેશાન પરિવારને પોલીસે ગણત્રીના કલાકોમાં મુકિત અપાવી : અમદાવાદ સીપી જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિકનો સામાજિક પ્રયોગ લોકોના દિલમાં પોલીસની એક નવી છબી કંડારી રહ્યો છે:સેકટર વડા જયપાલસિંહ રાઠોડ, ડીસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં પીઆઇ દીપક ઉનડકટ ટીમનું આ કાર્ય વિષે જાણી આફ્રિન પોકારી ઉઠશોઃ આ પ્રયોગ દરેક સ્થળે અમલમાં મૂકવા જેવો છે12:27 PM IST
રાજીવ મિશ્રા સાથે શેરબજારના નામે અડધા કરોડની ઠગાઇ : મેટોડાની કંપનીમાં માર્કેટીંગ ડિપાર્ટમેન્ટના કર્મચારીને વ્હોટ્સએપ ગ્રુપમાં એડ કરી બમણા નફાની લાલચ અપાઇઃ ગ્રુપમાં નફાને લગતી માહિતી શેર થતી જોઇ રોકાણ કર્યુ હતું: પણ વિડ્રો કરવા જતાં પ્રોફેશનલ ફી માંગવામાં આવતાં છેતરાયાની ખબર પડી : નાના મવા રોડ સુવર્ણભુમિમાં રહેતાં નોકરીયાતે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવીઃ એક્સીસ સિક્યુરીટીઝ નામના વ્હોટ્સએપ ગ્રુપમાં એડ કરી લિંક મોકલી એકાઉન્ટ ખોલાવડાવી રોકાણ કરી છેલ્લે ધૂંબો મારી દીધોઃ ૨૩ દિવસમાં ૭ વખત ટ્રાન્જેક્શન કરી કુલ ૪૯,૮૦,૦૦૦નું રોકાણ કરી દીધું: શેરની ખરીદી ક્યારે કરવી, ક્યારે વેંચવા તેની માહિતી આપનારે પોતાનું નામ મેઘલ શાહ ક્યું હતું: સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ બી. બી. જાડેજાએ તપાસ હાથ ધરી3:21 PM IST
હર્ષભાઇ સંઘવીનું રાજકોટમાં ઉમળકાભેર સ્વાગત 3:57 PM IST
રવિવારે કણકોટમાં સરદારધામ ભૂમિવંદના4:12 PM IST
‘‘પદ્મશ્રી'' મનોજ જોષીની રામભાઇ સાથે મુલાકાત4:15 PM IST
સૌરાષ્ટ્રમાં "ફ્લો કેમિસ્ટ્રી - ગેમ ચેન્જર" સેમિનાર: ફાર્મા અને રસાયણ ઉદ્યોગમાં ક્રાંતિનો પ્રારંભ: સૌરાષ્ટ્રના ઉદ્યોગ માટે નવી દિશા : ઇન્ડિયન સોસાયટી ઓફ કેમિસ્ટ્સ એન્ડ બાયોલોજિસ્ટ્સ દ્વારા રાજકોટમાં ૨૮ જુલાઈ, ૨૦૨૫ ના રોજ "ફ્લો કેમિસ્ટ્રી: એમએસએમઈ, ફાર્મા એપીઆઈ, ઇન્ટરમીડિયેટ્સ અને રાસાયણિક ઉત્પાદનો માટે ગેમ-ચેન્જર" વિષય પર સેમિનાર યોજાશે. આ સેમિનાર સૌરાષ્ટ્રના ફાર્માસ્યુટિકલ અને રાસાયણિક ઉદ્યોગોમાં ઝડપી, કાર્યક્ષમ અને ટકાઉ ઉત્પાદન માટે ફ્લો કેમિસ્ટ્રી અપનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ચીનના પડકાર સામે ભારતીય ઉદ્યોગને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાનો આ એક મહત્વપૂર્ણ પ્રયાસ છે.4:13 PM IST
લોકમેળામાં સ્ટોલ લેવામાં સાવ ટાઢોડુઃ આજે કુલ ૬૩ સ્ટોલની હરરાજી પરંતુ માત્ર ૧૮ ફોર્મ ભરાયા : તંત્ર અવઢવમાં: મોટી ખાણીપીણીના બે સ્ટોલ પણ એક પણ ફોર્મ ભરાયું નથી આઇસ્ક્રીમના ૧૬ ચોકઠા સામે માત્ર ૭ ફોર્મ આવ્યાઃ ૪૪ નાની ખાણીપીણીમાં માત્ર ૧૧ ફોર્મ આવ્યા છે આજની હરરાજીના સ્ટોલ હાઉસફુલ કરવા તંત્રે મુદ્્ત વધારવી પડે તેવી સ્થિતિ કાલે મોટી રાઇડ-૩૪ સ્ટોલ માટે બપોરે હરરાજી ૪૦ ફોર્મ ભરાયા છે3:48 PM IST
બે કલાકનું કહી ૩.૮૦ લાખનો કેમેરો લઇ જઇ હાર્દિક ટાંકે પાછો જ ન દીધોઃ ક્રાઇમ બ્રાંચે દબોચતા ૪ ગુના ઉકેલાયા : વિડીયોગ્રાફર ઓનલાઇન ગેમમાં લાખો હારી જતાં ઠગાઇના રવાડે ચડી ગયો : માધાપર રહેતાં શખ્સ વિરૂધ્ધ બી-ડિવીઝનમાં મિત્ર હર્ષદભાઇ ભાખરની ફરિયાદઃ ક્રાઇમ બ્રાંચના એ. એન. પરમાર અને ટીમે સકંજામાં લીધો6:16 PM IST
ફરજિયાત હેલ્મેટ પહેરાવાશે તો સવિનય કાનુનભંગનું આંદોલન છેડશુ : કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા : હેલ્મેટના નામે દંડના ઉઘરાણા કરવાનું રહેવા દેજો : જો કરવુ જ હોય તો રોડ રસ્તાના ખાડાની મરામત કરાવો, ટ્રાફીક નિયમનનું ચુસ્ત પાલન કરાવો તો લોકોપયોગી ગણાશે : અન્યથા લોકોરોષનો ભોગ બનવા તૈયાર રહેજો : ચીમકી3:53 PM IST
શ્રાવણના બીજે દિ' શિવભકિતના રંગે રંગાતા ભાવિકો11:30 AM IST
રવિવારે લોહાણા સમાજ વેવિશાળ કેન્દ્ર કાર્યરત 3:12 PM IST
આ રવિવારે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર વીરપસલી3:58 PM IST
ડોક્ટર બન્યા દેવદૂત: સગર્ભા મહિલાના ટુકડા ટુકડા થઈ ગયેલા એપેન્ડિક્સનું જટિલતા વચ્ચે દુરબીનથી સફળ ઓપરેશન કરી આપ્યું નવજીવન : કચ્છની જિલ્લા સરકારી હોસ્પિટલ અદાણી જી. કે. જનરલના સર્જરી વિભાગે અનેક વિપરીત પરિસ્થિતિ વચ્ચે સ્ત્રીરોગ,એનેસ્થિક અને પલ્મોનોલોજી વિભાગ સાથે મળી પાર પાડ્યું જટિલ ઓપરેશન 9:06 AM IST
ડોક્ટર બન્યા દેવદૂત : સગર્ભા મહિલાના ટુકડા ટુકડા થઈ ગયેલા એપેન્ડિક્સનું જટિલતા વચ્ચે દુરબીનથી સફળ ઓપરેશન કરી આપ્યું નવજીવન : કચ્છની જિલ્લા સરકારી હોસ્પિટલ અદાણી જી. કે. જનરલના સર્જરી વિભાગે અનેક વિપરીત પરિસ્થિતિ વચ્ચેસ્ત્રીરોગ, એનેસ્થિક અને પલ્મોનોલોજી વિભાગ સાથે મળી પાર પાડ્યું જટિલ ઓપરેશન 12:17 PM IST
ધ્રોલ ૧૦૮ની માનવતા1:39 PM IST
જામનગર જામસાહેબની રવિન્દ્ર જાડેજાના સમર્થનમાં પ્રતિક્રિયા : 'ધીમી રમત' માટે ટીકા કરનારાઓને આકરો જવાબ : જાડેજાની ટીમ ભાવનાને બિરદાવી : જામસાહેબનું નિવેદન વાયરલ : જાડેજાની કાળજીપૂર્વકની બેટિંગ જવાબદારીભરી હતી, જીવલેણ પરિસ્થિતિમાં ટકી રહેવું એ જ પ્રાથમિકતા : ઇંગ્લેન્ડના કેપ્ટને પણ તેના પ્રયાસોને બિરદાવ્યા4:46 PM IST
શ્રાવણ ભવ્ય મહોત્સવ અંતર્ગત સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાને ૨ હજાર કિલોથી વધુ વિવિધ ફ્રુટનો શણગાર-અન્નકૂટ : પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનમા દર સોમવારે શિવ સ્વરૂપ દિવ્ય શણગાર-શ્રીહરિ મંદિરમાં હિંડોળા દર્શનનું આયોજન12:59 PM IST
જામનગરના રણજીતનગર વિસ્તારમાં વૃદ્ધાને નિશાન બનાવી ચેઇન સ્નેચિંગનો પ્રયાસ:૭૯ વર્ષીય મહિલા ઈજાગ્રસ્ત : પોતાના સંબંધીના વાહનની આવવાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે અજાણ્યો ટુ-વ્હીલર ચાલકે પાછળથી લક્ષ્મીબેન :નાગડાના પગમાં ઠોકર મારીને પાડી દીધા બાદ ગળામાં પહેરેલો સોનાનો ચેઇન ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો9:48 AM IST
આટકોટમાં મહાદેવનાં મંદીરમાં પુજન-અર્ચન11:29 AM IST
વિંછીયા-આટકોટ પોલીસને ૩૪ આવાસની સુવિધા12:14 PM IST
જામનગર મહાનગરપાલિકામાં પ્રેસ-મીડિયા સાથે સંકલનનો મુદ્દોઃ માહિતીના અભાવે ગેરસમજણ : મહાનગરપાલિકા દ્વારા મંદિર તોડવા અંગેના ખુલાસા માટે બોલાવાયેલા પત્રકારોને માહિતી સંકલનમાં મુશ્કેલી પડી : પી.આર.ઓ. દ્વારા કોઈ ફોન ન કરાયા હોવાનું જણાવાયું: સિટી એન્જિનિયરે ટૂંકા સમય અને ફોન બંધ હોવાને કારણે અમુક જ લોકોને જાણ કરી હોવાનું કહ્યું12:31 PM IST
ભાણવડના મોરઝરમાં જુગાર દરોડો1:38 PM IST
અમિતભાઇ ચાવડાને શુભેચ્છા પાઠવતા વજીરખાન1:46 PM IST
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિનાશક યુદ્ધમાં રશિયન સૈન્યએ આચર્યો અત્યાર સુધીનો સૌથી ખૌફનાક આતંક: યુક્રેનમાં રાહત સામગ્રી અને ખોરાક લેવા માટે એક શાળાની ઈમારતે એકઠાં થયેલા નિરાધાર અને માસુમ નાગરિકો પર રશિયાએ કાળમુખી 'એરસ્ટ્રાઈક' કરીને બોમ્બમારો કરતાં ગણતરીની સેકન્ડોમાં પૂરા ૪૦ લોકોના કરૂણ મોત નિપજ્યા છે અને દસકો લોકો લોહીલુહાણ થતાં સમગ્ર આંતરરાષ્ટ્રીય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : શરણાર્થીઓ અને માસુમ માનવોના રક્તથી લાલચોળ બની સ્કૂલની ઈમારત:આકાશમાંથી ઝીંકાયેલા કાળમુખા મિસાઈલો અને મૃતાત્માઓના ચાસીસાથી સમગ્ર વિશ્વના નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા6:12 PM IST
માઇક્રોસોફ્ટની કડક સ્પર્ધા બાદ હવે ગૂગલએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે કરોડો ડોલરનું ભવ્ય રોકાણ વધારવાના કાળમુખા બહાને ૫ દેશોમાં ફરજ બજાવતા પોતાના હજારો કર્મચારીઓને સ્વેચ્છાએ નોકરી છોડી દેવાની ધડાકાબાર ઓફર પકડાવી દેતાં સમગ્ર આઈટી ક્ષેત્ર અને સાઈબર આલમમાં મચી ગઈ ભયાનક સનસનાટી : એઆઈ રેસમાં આગળ નીકળવા માટે ગૂગલે પોતાના જ પાયાના કર્મચારીઓના ભવિષ્ય પર ફેરવ્યું કાળમુખું બુલડોઝર:નોકરીઓ ગુમાવવાના અચાનક આદેશથી સમગ્ર વિશ્વના આઈટી એન્જિનિયરોના છાતીના પાટિયા બેસી ગયા6:11 PM IST
ઓમાનના ભયાનક દરિયામાં દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરના માલવાહક જહાજ પર અજાણ્યા હુમલાખોરો દ્વારા સણસણતો કાળમુખો હુમલો કરવામાં આવ્યો, જેમાં જહાજ પર સવાર ૧ નિર્દોષ ભારતીય ખલાસીનું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું છે જ્યારે અન્ય ૧૩ ખલાસીઓનો દિલધડક રીતે ચમત્કારી બચાવ થતાં સમગ્ર ગુજરાત અને ખલાસી આલમમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ઉછળતા દરિયાના મોજાં વચ્ચે કાળમુખા હુમલાથી જહાજ પર સવાર ખલાસીઓમાં ભારે નાસભાગ અને અફડાતફડી: ૧ સાથીનું નજર સામે જ કરૂણ મોત થતાં અને ૧૩ જણા મોતના મુખમાંથી ઉગરી જતાં પીડિત પરિવારોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા કાળમુખા અને રક્તરંજિત મહાયુદ્ધે અત્યંત ભયાનક રૂપ ધારણ કરી લીધું છે: અચાનક થયેલા આકાશમાંથી કાળમુખા મિસાઈલ ઝીંકવાના અને બોમ્બમારાના ખૌફનાક તાંડવમાં પૂરા ૩૧ લોકોના સ્થળ પર જ દર્દનાક મોત નિપજતાં અને અનેક લોકો લોહીલુહાણ થતાં સમગ્ર વૈશ્વિક સમુદાયમાં મચી ગઈ ભયાનક સનસનાટી : રહેણાંક વિસ્તારો અને ઈમારતો પર કાળ બનીને તૂટી પડી રશિયન મિસાઈલો: ચારેય બાજુ માનવ અંગોના વિખરાયેલા લોહીલુહાણ દ્રશ્યો જોઈને વિશ્વના મહાસત્તા નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST
વિશ્વના સૌથી અતિ-સંવેદનશીલ અને તેલના વેપાર માટે ક્રાંતિકારી ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' ની કાળમુખી સુરક્ષા માટે હવે દક્ષિણ કોરિયાએ સીધું મિલિટરી મેદાનમાં ઉતારીને પોતાની સેના, અતિ-આધુનિક દરિયાઈ નેવલ પેટ્રોલિંગ વિમાનો અને કાળમુખા બોમ્બનો નિકાલ કરતી સ્પેશિયલ બોમ્બ સ્કવૉડ તથા એન્ટિ-ટેરર ટીમો તહેનાત કરવાનો સણસણતો અને ઐતિહાસિક નિર્ણય લઈ લેતાં સમગ્ર વૈશ્વિક રાજકારણ અને સૈન્ય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્શિયન અખાતમાં તેલના ટેન્કરો પર હુમલા અને ચાંચિયાગીરીના સળગતા ખતરા વચ્ચે દક્ષિણ કોરિયાએ ઉતારી ગ્રાઉન્ડ સેના: ઈરાન અને મધ્ય પૂર્વની સરહદો પાસે એશિયન સુપરપાવરની સૈન્ય એન્ટ્રીથી ગ્લોબલ નેતાઓ અને માફિયાઓના છાતીના પાટિયા બેસી ગયા6:12 PM IST
આપણા સૂર્યમંડળની સીમાઓથી હજારો પ્રકાશવર્ષ દૂર આવેલા એક વિચિત્ર અને રહસ્યમય એક્સોપ્લેનેટ એટલે કે 'ટીઓઆઈ-૧૪૫૨ બી' પર વૈજ્ઞાનિકોના અત્યાધુનિક સંશોધનો દ્વારા પ્રવાહી સ્વરૂપમાં પાણી હોવાના ચોંકાવનારા અને અદ્ભુત પુરાવા મળી આવ્યા : પૃથ્વી સિવાય અન્ય કોઈ દુનિયા પર જીવનની શક્યતાઓને ઉજાગર કરતી આ ક્રાંતિકારી શોધ: અંતરિક્ષની આ મહાસાંકેતિક સચ્ચાઈ સામે આવતા જ ખગોળશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST

















































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી





































































































































































































