News of Thursday, 6th February 2025
લતા મંગેશકરનું છે ગુજરાતી સાથે ખાસ કનેન્ક્શન : કોકિલ કંઠી' ની પુણ્યતિથિએ જાણી-અજાણી વાતો
લતા મંગેશકરે 9 વર્ષની ઉંમરે વર્ષ 1938માં શોલાપુરના નૂતન થિયેટરમાં પોતાનું પહેલું લાઈવ પર્ફોમન્સ કર્યું હતું. તેમણે 1942માં મરાઠી ફિલ્મ 'કિતિ હસલ' માટે પોતાનું પહેલું ગીત રેકોર્ડ કર્યું.

મુંબઈ :લતા મંગેશકરે તેમનું નામ એક પ્રખ્યાત પાત્ર લતિકાના નામ પરથી બદલ્યું હતું. હેમા તરીકે જન્મેલા હતા અને તેમણે પાછળથી પોતાનું નામ લતા રાખ્યું હતું, જે તેમના પિતાના નાટક 'ભાવ બંધન'ના એક પાત્રના નામથી પ્રેરિત હતું. લતા મંગેશકરના પિતા થિયેટર અભિનેતા અને શાસ્ત્રીય ગાયિકા હોવાથી, તેમને ખૂબ જ નાની ઉંમરે સંગીતનો પરિચય થયો હતો અને 5 વર્ષની ઉંમરે જ તેણે ગાવાનું શરૂ કર્યું હતું.
લતા મંગેશકરે 9 વર્ષની ઉંમરે વર્ષ 1938માં શોલાપુરના નૂતન થિયેટરમાં પોતાનું પહેલું લાઈવ પર્ફોમન્સ કર્યું હતું. તેમણે 1942માં મરાઠી ફિલ્મ 'કિતિ હસલ' માટે પોતાનું પહેલું ગીત રેકોર્ડ કર્યું. જોકે, ફિલ્મના અંતિમ ભાગમાંથી ગીતને દૂર કરવામાં આવ્યું હતું.
લતા મંગેશકરે ક્યારેય પોતાના ગીતો સાંભળ્યા નહોતા. એક સમાચાર ચેનલને આપેલા ઈન્ટરવ્યુંમાં તેમણે કહ્યું હતું કે, 'હું ક્યારેય પોતાના ગીતો સાંભળતી નથી કારણ કે તેને તેની ગાયકીમાં ઘણી ખામીઓ જોવા મળે છે'.
લતા મંગેશકરના દેશભક્તિના ગીતે વડાપ્રધાન નેહરુને રડાવી દીધા હતા. જ્યારે 'એ મેરે વતન કે લોગોં' ગીત 1962ના યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોને સમર્પિત કર્યું હતું. 27 જાન્યુઆરી 1963ના રોજ નવી દિલ્હીના રામલીલા મેદાનમાં તેમના દેશભક્તિના ગીતે વડાપ્રધાન નેહરુને પણ રડાવી દીધા હતા.
લતા મંગેશકર પ્રતિષ્ઠિત રોયલ આલ્બર્ટ હોલમાં લાઈવ પરફોર્મ કરનાર પ્રથમ ભારતીય બન્યા હતા. આંતરરાષ્ટ્રીય મંચ પર આ તેમનું પહેલું પરફોર્મ હતું. એટલું જ નહીં ગિનિસ બુક ઓફ રેકોર્ડ્સની 1974ની એડિશનમાં તેમને સૌથી વધુ રેકોર્ડ કરાયેલા કલાકાર તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા હતા, જેમણે આશરે 25000 ગીતો ગાયા હતા. જોકે, મોહમ્મદ રફીએ આ દાવાનો વિરોધ કર્યો.
મીડિયા રિપોર્ટ્સ મુજબ લતા મંગેશકરની હત્યાની કોશિશ પણ થઈ હતી. તેમને ભોજનમાં ધીમુ ઝેર (slow poison) આપવામાં આવ્યું હતું. જેને કારણે લતા મંગેશકર 3 મહિના સુધી બેડ રેસ્ટ પર રહ્યા હતા અને અને એકપણ ગીત ગાય શક્યા નહોતા.
લતા મંગેશકર પહેલા એવા મહિલા સિંગર હતા, જેમણે પ્રોડ્યુસર્સ પાસેથી પોતે ગાયેલા ગીતોની રોયલ્ટી અને વધુ પેમેન્ટની માગ કરી હતી. લતા મંગેશકરે પોતાના જીવનમાં 50 હજારથી વધુ ગીતો ગાયા છે, અને આ બધા જ ગીતો 14 જુદી જુદી ભાષાઓમાં તેમણે રેકોર્ડ કર્યા છે. 1974માં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં સૌથી વધુ ગીતો રેકોર્ડ કરવા બદલ તેમનું નામ નોંધવામાં આવ્યું હતું. લતાજીને પદ્મ ભૂષણ, પદ્મ વિભુષણ, દાદા સાહેબ ફાળકે સહિત પોતાના યોગદાન માટે સંખ્યાબંધ નેશનલ ફિલ્મ એવોર્ડ્ઝ પણ મળ્યા છે.
લતા મંગેશકરના પિતા દીનાનાથ મંગેશકરે ગુજરાતી બહેનો સાથે લગ્ન કર્યા હતા. દીનાનાથ મૂળ મરાઠી હતા અને તેમના પહેલા લગ્ન 1922માં ગુજરાતના તાપી નદીના કિનારે આવેલા થાલનેર ગામના રહેવાસી નર્મદાબેન સાથે થયા હતા. નર્મદાબેનના પિતા હરિદાસ તે સમયે ગુજરાતના પ્રખ્યાત જમીનદારોમાંના એક હતા અને નગરશેઠ તરીકે જાણીતા હતા. ખાસ વાત એ છે કે તે સમયે મરાઠી અને ગુજરાતી વચ્ચે લગ્ન થવા એ એક મોટી વાત હતી.
લગ્નના ચાર વર્ષ પછી બીમારીને કારણે નર્મદાબેનનું અવસાન થયું હતું. તેને કોઈ બાળકો નહોતા. આ પછી, દીનાનાથે 1927માં નર્મદાબેનની નાની બહેન સેવંતીબેન સાથે લગ્ન કર્યા. લગ્ન પછી, સેવંતીબેનનું નામ બદલીને સુધામતી રાખવામાં આવ્યું. દીનાનાથ અને સુધામતીને પાંચ બાળકો હતા, જેમાં ચાર પુત્રીઓ લતાજી, મીનાજી, આશાજી, ઉષાજી અને એક પુત્ર હૃદયનાથજી. જ્યારે લતાજી ૧૩ વર્ષના હતા, ત્યારે તેમના પિતા દીનાનાથનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
