<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

શિવપુરીમાં એરફોર્સનું મિરાજ-૨૦૦૦ ફાઈટર પ્લેન ક્રેશ, પાયલટ સુરક્ષિત

ભારતીય વાયુસેના સંબંધિત એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છેઃઅકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈક્ન્વાયરીનો આદેશ આપવામાં આવી રહ્યો છ:વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે

 મધ્યપ્રદેશ,તા.૬

અત્યાર સુધી મળેલી માહિતી મુજબ ક્રેશ થયેલા મિરાજ ૨૦૦૦ એરક્રાફ્ટના પાયલોટ ઘાયલ થયા છે પરંતુ તેઓ સુરક્ષિત છે. આ ફાઈટર એરક્રાફ્ટ ટ્વીન સીટર હતું

 ભારતીય વાયુસેના સંબંધિત એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. હકીકતમાં ગુરુવારે ભારતીય વાયુસેનાનું મિરાજ ૨૦૦૦ ફાઈટર એરક્રાફ્ટ મધ્ય પ્રદેશના શિવપુરીમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં ફાઈટર પ્લેનના બંને પાઈલટ ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. દુર્ઘટના બાદ ફાઈટર પ્લેન ખરાબ રીતે સળગી જવાનો વીડિયો પણ સામે આવ્યો છે. આવો જાણીએ આ અકસ્માત કેવી રીતે થયો.

અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, વાયુસેનાનું મિરાજ ૨૦૦૦ ફાઇટર પ્લેન ગુરુવારે બપોરે ૨.૨૦ વાગ્યે ક્રેશ થયું હતું. શિવપુરીના કરૈરા તહસીલના સુનારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિમાન ક્રેશ થયું હતું. સંરક્ષણ અધિકારીઓએ માહિતી આપી છે કે પ્લેન જ્યારે રૃટિન ટ્રેનિંગ ફ્લાઇટ પર હતું ત્યારે ક્રેશ થયું હતું. અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈક્ન્વાયરીનો આદેશ આપવામાં આવી રહ્યો છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

અત્યાર સુધી મળેલી માહિતી મુજબ ક્રેશ થયેલા મિરાજ ૨૦૦૦ એરક્રાફ્ટના પાયલોટ ઘાયલ થયા છે પરંતુ તેઓ સુરક્ષિત છે. આ ફાઈટર એરક્રાફ્ટ ટ્વીન સીટર હતું. પ્લેન ક્રેશની જાણકારી મળતા જ સ્થાનિક પ્રશાસને તાત્કાલિક એક ટીમ ઘટનાસ્થળે મોકલી હતી. દરમિયાન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પ્લેન ક્રેશ થયા બાદ તે સંપૂર્ણપણે બળી ગયું હતું. તેનો વીડિયો પણ સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ ભારતીય વાયુસેનાનું એક ફાઈટર પ્લેન શિવપુરી જિલ્લાના બહેરેટા સાની ગામ પાસે એક ખેતરમાં ક્રેશ થયું હતું. વિમાન ખેતરમાં પડતાની સાથે જ આગ લાગી હતી. ધુમાડો દેખાતા જ ગામના લોકો સ્થળ તરફ દોડવા લાગ્યા હતા. થોડી જ વારમાં ગ્રામજનોનું ટોળું સ્થળ પર એકત્ર થઈ ગયું હતું. ગામલોકોએ ક્રેશ થયેલા વિમાનના પાઇલોટની સંભાળ લીધી.

(10:09 PM IST)