News of Friday, 7th February 2025
ટુંક સમયમાં વોટ્સએપથી લાઈટ, પાણી અને ગેસના બિલ ભરી શકશો
વોટ્સએપ ભારતમાં યુઝર્સ માટે એક નવા ફીચર પર કામ કરી રહયું છે

નવી દિલ્હી, તા.૭: વોટ્સએપ દ્વારા પાણી, વીજળી અને ગેસ સહિત અન્ય બિલની ચુકવણી કરી શકશો. એક રિપોર્ટ અનુસાર, વોટ્સએપ કથિત રીતે ભારતમાં યુઝર્સ માટે એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. કહેવાય છે કે, નવું ફીચર આવવાથી યુઝર્સ ડાયરેક્ટ વોટ્સએપથી જ લગભગ તમામ બિલની ચુકવણી કરી શકશે.
આપને જણાવી દઈએ કે, નવેમ્બર ૨૦૨૦માં વોટ્સએપે દેશમાં યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) દ્વારા પૈસા મોકલવા અને પ્રાપ્ત કરવાનો વિકલ્પ રજૂ કર્યો. હાલમાં જ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ મેટાના માલિકીવાળા પ્લેટફોર્મ માટે UPI ઓનબોર્ડિંગ લિમિટને હટાવી દીધી. જેનાથી તેને ભારતમાં તમામ યુઝર્સ માટે પોતાની પેમેન્ટ સર્વિસિઝનો વિસ્તાર કરવાની મંજૂરી મળી ગઈ છે.
એન્ડ્રોઇડ ઓથોરિટી દ્વારા આ ફીચરને APK ટિયરડાઉન દરમ્યાન શોધવામાં આવ્યું છે. કહેવાય છે કે વોટ્સએપ આ નવા ફીચર દ્વારા ભારતમાં યુઝર્સ બિલોની ચુકવણી કરી શકશે. આ ફીચર વોટ્સએપ બીટા માટે એન્ડ્રોઇડ વર્ઝન ૨.૨૫.૩.૧૫ માં જોવા મળ્યું હતું. તેનાથી જાણવા મળે છે કે, એપ દેશમાં પોતાની ફાઇનાન્શિયલ સર્વિસિઝનો વિસ્તાર કરવાની આશા કરી રહી છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે, નવા ફીચરની મદદથી યુઝર વોટ્સએપ દ્વારા જ સીધા બિલનું ચુકવણી કરી શકશે. રિપોર્ટમાં જણાવ્યું છે કે, તેમાં વીજળી બિલ, મોબાઇલ પ્રીપેડ રિચાર્જ, LPG ગેસ પેમેન્ટ, પાણીનું બિલ, લેન્ડલાઈન પોસ્ટપેડ બિલ અને ભાડાનું બિલ પણ સામેલ હોય શકે છે.
રિપોર્ટ અનુસાર, બિલ પેમેન્ટનું ઓપ્શન હાલ ડેવલપમેન્ટ ફેઝમાં છે. પણ તેના માટે એક એમ્પ્ટી એક્ટિવિટી પહેલાથી જ વોટ્સએપ પર બતાવેલા બીટા વર્ઝનમાં જોડી દેવામાં આવ્યું છે. આ ફીચરની રિલીઝ ટાઇમલાઇન તો હજુ સામે નથી આવી, પણ સ્ટેબલ અપડેટ ચેનલ પર રોલઆઉટ થતા પહેલા તે ભારતમાં બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ થઈ શકે છે.
રિપોર્ટથી જાણવા મળે છે કે, ભારતમાં સર્વિસ શરૂ કરતા પહેલા પ્લેટફોર્મને અમુક રેગ્યુલેટરી અથવા લોજિસ્ટિકલ પડકારનો સામનો કરવો પડી શકે છે. વોટ્સએપ હાલમાં યુઝર્સને કોન્ટેક્ટ્સ અને બિઝનેસને UPI પેમેન્ટ કરવાની મંજૂરી આપે છે
(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
