<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

સાયબર ફ્રોડ રોકવા આરબીઆઇએ બેંકો માટે બેંક.ઇન વિશિષ્ટ ઇન્‍ટરનેટ ડોમેન શરૂ કરવાનો નિર્ણય લીધો

આરબીઆઇનો બેંકો માટે અલગ ઇન્‍ટરનેટ શરૂ કરવાનો ઉદ્દેશ્‍ય સાયબર છેતરપિંડી અને ફિશિંગ જેવી પ્રવળત્તિઓ ઘટાડવાની સાથે નાણાકીય સેવાઓને સુરક્ષા પૂરી પાડવાનો છે

મુંબઇ, તા.૭:  દેશમાં સાયબર ફ્રોડના સતત વધી રહેલા કિસ્‍સાઓને અટકાવવા રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયાએ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે અંગે બેંકની મોનેટરી પોલિસીની બેઠકમાં ગવર્નર સંજય મલ્‍હોત્રાએ બેંકો માટે એક અલગ ઇન્‍ટરનેટ સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી હતી. આરબીઆઇએ બેંકો માટે બેંક.ઇન વિશિષ્ટ ઇન્‍ટરનેટ ડોમેન શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

આરબીઆઇનો બેંકો માટે અલગ ઇન્‍ટરનેટ શરૂ કરવાનો ઉદ્દેશ્‍ય સાયબર છેતરપિંડી અને ફિશિંગ જેવી પ્રવળત્તિઓ ઘટાડવાની સાથે નાણાકીય સેવાઓને સુરક્ષા પૂરી પાડવાનો છે. જેથી વધુને વધુ લોકો ડિજિટલ બેંકિંગ અને ચુકવણી સેવાઓ સાથે જોડાય અને ગ્રાહકોનો બેંકો પર વિશ્વાસ વધે. આ દિશામાં ઇન્‍સ્‍ટિટયૂટ ફોર ડેવલપમેન્‍ટ એન્‍ડ રિસર્ચ ઇન બેંકિંગ ટેકનોલોજી ખાસ રજિસ્‍ટ્રાર તરીકે કાર્ય કરશે. આ ડોમેનની નોંધણી પ્રક્રિયા એપ્રિલપ્ર ૨૦૨૫ થી શરૂ થશે. બેંકો માટે વિગતવાર માર્ગદર્શિકા અલગથી જાહેર કરવામાં આવશે. આ ભવિષ્‍યમાં નાણાકીય ક્ષેત્રની અન્‍ય નોનપ્રબેંકિંગ સંસ્‍થાઓ માટે ફિન.ઇન નામનું એક અલગ ડોમેન બનાવવાની યોજના છે.

ઉલ્લેખનીય છે કે, રિઝર્વ બેંક બેંકિંગ અને ચુકવણી પ્રણાલીઓમાં ડિજિટલ સુરક્ષાને પ્રોત્‍સાહન આપવા માટે અનેક પગલાં લઈ રહી છે. જેમાં ઘરેલુ ડિજિટલ ચુકવણી માટે એડિશનલ ફેક્‍ટર ઓફ ઓથેન્‍ટિકેશન (AFA)આ પગલાંમાંથી એક છે.

ઓફશોર વેપારીઓને કરવામાં આવતા ઓનલાઈન આંતરરાષ્‍ટ્રીય ડિજિટલ ચુકવણીઓ સુધી પ્રમાણીકરણના વધારાના પરિબળનો વિસ્‍તાર કરવાનો પ્રસ્‍તાવ છે. આરબીઆઇએ એમ પણ કહ્યું કે બેંકો અને NBFC એ સાયબર જોખમો ઘટાડવા માટે પગલાં સુધારવાનું ચાલુ રાખવું જોઈએ.

(3:49 PM IST)