તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૦ મંગળવાર
News of Friday, 7th February 2025
અમેરિકાથી વધુ 487 ગેરકાયદેસર ભારતીય પ્રવાસીઓને ડિપોર્ટ કરાશે
કેન્દ્ર સરકારે કહ્યું કે તેમને અમેરિકાના અધિકારીઓએ માહિતી આપી છે કે 487 સંભવિત ભારતીય નાગરિકો છે કે જેમને દેશમાંથી બહાર કરવામાં માટે આદેશ છે

અમેરિકાએ તાજેતરમાં 104 ભારતીય પ્રવાસીઓને પરત મોકલ્યા છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે કહ્યું કે તેમને અમેરિકાના અધિકારીઓએ માહિતી આપી છે કે 487 સંભવિત ભારતીય નાગરિકો છે કે જેમને દેશમાંથી બહાર કરવામાં માટે આદેશ છે. આ અંગે વિદેશ સચિવ વિક્રમ મિસરીએ માહિતી આપી છે.
તેમણે કહ્યું કે સંભવિત 487 ભારતીય નાગરિકોને અમેરિકા તેના દેશમાંથી બહાર નિકાળશે અને આ માટે અંતિમ આદેશ આપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત બુધવારે C-17 અમેરિકી સૈન્ય વિમાનમાં હાથકડીઓ અને બેડીઓથી બંધાયેલા 104 ભારતીય પ્રવાસીઓને ભારત પરત મોકલ્યા હતા.
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમારી પાસે સંબંધિત ઇમિગ્રન્ટ્સની સંખ્યા, તેમની કાનૂની સ્થિતિ અને US ન્યાય પ્રણાલી મુજબની સ્થિતિ અંગે કેટલીક માહિતી છે. અમે ઉપલબ્ધ કરાવવામાં આવેલ સંખ્યા સાથે કામ કરી રહ્યા છીએ.
આ સાથે ગેરકાયદેસર ભારતીયોને દેશમાંથી નિકાલ કરવા અમેરિકા દ્વારા સૈન્ય વિમાનોના ઉપયોગ અંગે વિદેશ સચિવે કહ્યું કે અગાઉની તુલનામાં દેશમાંથી ગેરકાયદેસર રીતે નાગરિકોને બહાર કાઢવાની કામગીરી અલગ છે. અમેરિકાની વ્યવસ્થામાં તેને રાષ્ટ્રીય સુરક્ષા અભિયાન કહેવામાં આવ્યું છે
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
