News of Saturday, 8th February 2025
શારીરિક સંબંધ જરૂર નથી, આધ્યાત્મમાં ધ્યાન આપો : પત્ની જ્યારે પણ પતિ સાથે સુવા જતી પતિ ભાગી જતો બાદમાં ખુલ્યું રહસ્ય
નોઈડામાં એક ખાનગી હોસ્પિટલના ફિઝિશિયન ડોક્ટર પતિ પાસે તેની ડોક્ટર પત્નીએ છૂટાછેડા માગ્યા છે

નોઈડા,તા.૮: નોઈડામાં એક ખાનગી હોસ્પિટલના ફિઝિશિયન ડોક્ટર પતિ પાસે તેની ડોક્ટર પત્નીએ છૂટાછેડા માગ્યા છે. પત્નીનું કહેવું છે કે, તે બાળકો પેદા કરવા માગે છે, પણ તેનો પતિ કહે છે કે શારીરિક સંબંધ જરૂર નથી, આધ્યાત્મ તરફ ધ્યાન આપો.
આ વિરોધી વિચારધારા પર આ ડોક્ટર દંપતી વચ્ચે દરરોજ ઝઘડા થતા હતા. પત્ની હવે પોતાના ડોક્ટર પિતા પાસે પિયરમાં આવી ગઈ છે. પત્નીએ કોર્ટમાં છૂટાછેડાની અરજી પણ આપી છે. સાથે રહેવા માટે મોકો આપતા કોર્ટે ૧૮ માર્ચની તારીખ આપી છે.
આ સમય દરમ્યાન જો બંને સાથે રહેવા તૈયાર ન થાય તો છૂટાછેડા પર ચર્ચા થઈ શકે છે. મહિલાના વકીલે જણાવ્યું છે કે, મહિલાના પિતાનું નામ શહેરના મોટા નામી ડોક્ટરમાં સામેલ છે. મહિલા પણ ખુદ ડોક્ટર છે, તે પિતા સાથે દર્દીઓની સારવાર કરે છે.
ત્રણ વર્ષ પહેલા તેમના લગ્ન નોઈડાના એક ફિઝિશિયન સાથે કૌશાંબીની એક હોટલમાં થયા હતા. લગ્ન બાદ બંને એક રૂમમાં સૂતા હતા, પણ કયારેય બંને વચ્ચે સંબંધ બંધાયા નહીં. પત્ની જ્યારે પણ પતિ પાસે જવાની કોશિશ કરતી, તે આધ્યાત્મનો હવાલો આપીને વાત ટાળી દેતો.
પત્નીએ કહ્યું કે, પરિવારમાં વારસદાર હોવા માટે સંતાન જોઈએ. કારણ કે પરિવારમાં તેનો પતિ પણ સાસુ-સસરાનો એક જ સંતાન છે. તેના પર પતિએ ટેસ્ટ ટયૂબ બેબી પેદા કરવાની માંગ કરી, તેની પ્રક્રિયા શરૂ થયા બાદ પતિ પોતાનું સીમેન આપવાની ના પાડવા લાગ્યો, કહ્યું કે, તે સીમેન બેન્કમાંથી લાવી આપશે, પણ પત્ની આ વાતમાં રાજી થઈ નહીં.
પત્નીએ આ આખી વાત તેની સાસુને કરી. ત્યારે ખબર પડી કે મહિલાનો પતિ તો નપુંસક છે. ત્યારબાદ નારાજ થઈને પત્ની પિતા પાસે આવી ગઈ અને કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી. મહિલાના વકીલે જણાવ્યું કે, બંને પક્ષ તરફથી કાઉન્સેલિંગ થઈ ચૂકયું છે. પણ તે પતિ સાથે રહેવા માટે તૈયાર નથી
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
