<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th February 2025

પેટમાં કયાંક કેન્‍સર સેલ્‍સ નથી બની રહયાને ?

આ લક્ષણોથી થઇ શકે છે ઓળખ

નવી દિલ્‍હીઃ પેટનું કેન્‍સર જેને ગેસ્‍ટ્રીક કેન્‍સર પણ કહેવામા઼ આવે છે જયારે કોષ અનિયંત્રીત રીતે વધવા લાગે છે તો પેટમાં કેન્‍સરની શરૂઆત હોય છે. પેટની પાસળીઓથી સૌથી ઉપરના પડ અને તેની બરાબર નીચે પટના પડમાં કેન્‍સર પેટના મુખ્‍ય હિસ્‍સામાં થાય છે. આરોગ્‍ય નિષ્‍ણાંતો અનુસાર પેટનું કેન્‍સર પેટના કોઇપણ ભાગમાં થઇ શકે છે. પણ વિશ્વના વધારે પડતા ભાગોમાં પેટનું કેન્‍સર પેટના મુખ્‍ય હિસ્‍સામા઼ થાય છે. પેટનું કેન્‍સર ગેસ્‍ટ્રોએસોફેગલ જંકશનથી શરૂ થવાની વધારે શકયતા છે. આ એ ભાગ છે. જયાં તમારા દ્વારા લીધેલ ભોજનને લઇ જતી લાંબી નળી પેટને મળે છે. ભોજનને પેટ સુધી લઇ જનાર નળીને એસોફેગસ કહે છે.

પેટનું કેન્‍સર થવા પર કોઇ એવા ખાસ લક્ષણો જોવા નથી મળતા પણ કેટલાક સામાન્‍ય લક્ષણો પર ધ્‍યાન આપવામાં આવે તો તેનો સમયસર ઇલાજ શકય છે. તેના લક્ષણો સામાન્‍ય જેવા હોય છે. જો તેનાો સમયસર ઇલાજના થાય તો તે શરીરના બીજા અંગોમાં પણ ઝડપથી ફેલાય છે.

૧.પેટમાં તીવ્ર દુખાવો-સોજોઃ પેટમાં   કેન્‍સર થાય તો પેટમાં તીવ્ર દુખાવો અને સોજો આવી શકે છે. જો કોઇ        કારણ વગર દુખાવો સતત રહેતો હોય તો સાવચેત થઇ જવું જોઇએ. મોટાભાગે આ દુખાવો અને   સોજો પેટના ઉપરના ભાગમાં થાય છે. ટયુમરનું કદ જેમ જેમ વધવા લાગે, પેટનો દુખાવો પણ વધવા લાગે છે.

ર. પેટમાં બ્‍લોટીંગની તકલીફઃ ખાણી પીણી બરાબર ના હોવાના કારણે પેટમાં બ્‍લોટીંગની તકલીફ થાય છે. તે સામાન્‍ય પણ હોઇ શકે છે પણ લાંબા સમયથી બ્‍લોટીંગ હોય તો પેટના કેન્‍સરનું લક્ષણ હોઇ શકે છે. જો પેટ કાયમ ફુલેલું લાગતું હોય તો તેને નજર અંદાજ ના કરવું જોઇએ. તરત ચેકઅપ કરાવવું જોઇએ જેથી બ્‍લોટીંગનું સાચુ કારણ જાણી શકાય.

૩.છાતીમાં બળતરાઃ છાતીમાં બળતરા અને દુખાવો પણ પેટના કેન્‍સરનું જ લક્ષણ હોઇ શકે છે. જયારે પેટમાં કેન્‍સર થાય છે, ત્‍યારે પાચન ખરાબ થઇ જાય છે. તેના લીધે છાતીમાં બળતરા અને એસીડ રિફલકસની તકલીફ ટ્રીગર થઇ શકે છે. લાંબો સમય આવું રહે તો ડોકટરને બતાવવું જોઇએ.

૪. ઉલ્‍ટી-ઉબકા જેવું લાગવું: જો કાયમી ઉલ્‍ટી અને ઉબકા જેવો અનુભવ થતો હોય તો પેટનું કેન્‍સર હોઇ શકે છે. આવું પાચન ખરાબ થવાના કારણે થાય છે. જેમ જેમ કેન્‍સર વધે છે, તકલીફ પણ વધતી જાય છે. આવા લક્ષણો દેખાય તો તરત ડોકટરને બતાવવું જોઇએ.

(3:11 PM IST)