<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં આવેલા શ્રી વરાહાલક્ષ્મી નૃસિંહ સ્વામી મંદિરમાં ચંદનોત્સવમ દરમિયાન એક દુર્ઘટના ઘટી હતી. ભારે વરસાદને કારણે મંદિરની એક ૨૦ ફૂટ લાંબી દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં સાત લોકોના મૃત્યુ થયા છે. આ ઘટના વહેલી સવારે બની હતી જ્યારે ભક્તો ઉત્સવ માટે કતારમાં ઉભા હતા. રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF) અને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF) દ્વારા બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને અધિકારીઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, ભારે વરસાદના કારણે જમીન નબળી પડવાથી દિવાલ તૂટી પડી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.8:51 AM IST

આજે તો પતાવી જ દેવો છે, મારી પત્‍નિની પાછળ પડી ગયો છો...શંકાને કારણે ઇશાન મેમણને પડોશી અમનએ મિત્રો સાથે મળી મારી નાંખ્‍યો : રાજકોટના જીલ્લા ગાર્ડન બાપુનગરમાં હત્‍યાઃ તાજેતરમાં જ શાદી કરનારા અમન ચોૈહણને શંકા હતી કે તેની પત્‍નિ સાથે પડોશી ઇશાનને મિત્રતા છેઃ આ કારણે કાવત્રુ ઘડી ઢાળી દીધો : જીલ્લા ગાર્ડન પાસે બાપુનગર સ્‍લમ ક્‍વાર્ટરમાં રહેતાં ૨૧ વર્ષના ઇશાન કાસમાણીને તે હનીફભાઇની ભુંગળા બટેટાની લારીએ કામ પર હતો ત્‍યાંથી અફઝલ જુણેજા બોલાવીને નજીકની સ્‍મશાનવાળી શેરીમાં લઇ ગયોઃ જ્‍યાં અગાઉથી અમન ચોૈહાણ અને સાહિલ પતાણી હતાં: અમને મોબાઇલ ખુંચવી લઇ ચેક કર્યોઃ ઇશાને પાછો માંગતા જ પાઇપના ઘા ફટકાર્યા પછી છરી ઝીંકી : ભક્‍તિનગર પીઆઇ મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયા, પીએસઆઇ એસ. એમ. મકવાણા, એએસઆઇ નિલેષભાઇ મકવાણાએ ગુનો નોંધ્‍યોઃ રાતોરાત અફઝલ અને સાહિલ સકંજામાં: મુખ્‍ય આરોપી અમનની શોધખોળઃ હત્‍યાનો ભોગ બનનાર ઇશાન બે બહેનનો એકનો એક ભાઇ, માતા-પિતાનો આધારસ્‍તંભ હતોઃ પરિવારમાં માતમ : ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી બી. વી. જાધવ પણ ઘટના સ્‍થળે પહોંચ્‍યા3:36 PM IST

 ગોવાથી ટ્રકના ચોરખાનામાં ૧૪.૫૬ લાખનો દારૂ ભરીને આવેલા રૈયાધારના રઘુને પીસીબીએ દબોચ્‍યો : જુઓ વિડિઓ : બામણબોર ચેક પોસ્‍ટ પર પીસીબીની કાર્યવાહીઃ બુટલેગરોના વધુ એક નુસ્‍ખાને નિષ્‍ફળ બનાવતી પોલીસ : પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. જે. હુણની ટીમની કાર્યવાહીઃ સંતોષભાઇ મોરી, હરદેવસ્‍ંિહ રાઠોડ, વિરેન્‍દ્રસિંહ જાડેજા, દેવરાજભાઇ કલોતરાની બાતમીઃ કુલ ૨૪.૬૬ લાખનો મુદ્દામાલ કબ્‍જેઃ અગાઉ પણ ફેરો કરી આવ્‍યાની શક્‍યતા: વાલો પ્‍લેનમાં ગોવા ગયોઃ વળતા દારૂ ભરી રઘુ સાથે બેસી ગયો હતોઃ ડ્રાઇવર કેબીનની સીટો પાછળ બનાવ્‍યા હતાં ચોરખાના: સુત્રધાર ગોકુલધામ ગીતાંજલી સોસાયટીનો વાલા બાંભવા : લીંબડી આસપાસ ઉતરી ગયો ટ્રકચાલક રઘુને આગળ જઇ : ઉભા રહેવા કહેલું: વાલો પહોંચે એ પહેલા પોલીસ પહોંચી ગઇ1:54 PM IST

કુચીયાદળ બ્રીજ પર ડમ્‍પર પાછળ અથડાતાં વર્ના કારનો બૂકડોઃ વાંકાનેર, બોટાદના બે મિત્રોના મોતઃ બેને ઇજા : જ્‍યાં નોકરી કરતાં હતાં એ શેઠની કાર લઇ ચારેય મિત્રો રાજકોટ નવાગામ મામા સાહેબના મંદિરે માતાજીના માંડવામાં દર્શન કરવા આવી રહ્યા હતાં : વાંકાનેરના અશોકભાઇ સિતાપરા અને વાંકાનેર રહી કંપનીમાં નોકરી કરતાં મુળ બોટાદના પ્રદિપભાઇ ઉર્ફ ધીરજભાઇ જાદવના ઘટના સ્‍થળે જ મોતઃ કારમાં પાછળ બેઠેલા વઘાસીયાના પ્રવિણભાઇ સારવાડીયા અને મનિષભાઇ સિતાપરાને ગંભીર ઇજાઓ ડમ્‍પરચાલકે સિગ્નલ વગર ઓચીંતો ટ્રેક બદલી ડમ્‍પર ઉભુ રાખી દેતાં પાછળ કાર અથડાઇ પડી : અકસ્‍માતમાં કાળનો કોળીયો બનેલા બે મિત્રો અશોકભાઇ સિતાપરા અને પ્રદિપભાઇ ઉર્ફ ધીરજભાઇ જાદવ તથા બૂકડો બોલી ગયેલી વર્ના કાર જોઇ શકાય છે 11:17 AM IST