News of Saturday, 8th February 2025
સલમાન ખાનની હત્યાના કાવતરા કેસઃ બેના જામીન મંજુર

મુંબઇ તા. ૮: બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની હત્યાનું કાવતરૂં ઘડનારા બિશ્નોઇ જૂથના બે સભ્યોને બોમ્બે હાઇકોર્ટે જામીન આપ્યા છે. ગૌરવ ભાટિયા ઉર્ફે સંદીપ બિશ્નોઇ અને વાસ્પી મહમૂદ ખાન ઉર્ફે વસીમ ચિકનાને જામીન આપવામાં આવ્યા હતા. ન્યાયાધીશ એન. આર. બોરકરની બેન્ચે તેમની જામીન અરજીઓ સ્વીકારી લીધી, જોકે વિગતવાર આદેશ હજુ જારી કરવાનો બાકી છે. આ કેસમાં, નવી મુંબઇ પોલીસે દાવો કર્યો હતો કે આ બંનેએ અન્ય આરોપીઓ સાથે મળીને સલમાન ખાનના પનવેલ સ્થિત ફાર્મ હાઉસ, બાંદ્રા સ્થિત તેના ઘર અને તેના શૂટિંગ સ્થળોની રેકી કરી હતી. આ પછી, સલમાન ખાનની હત્યાનું કાવતરૂં ઘડવા બદલ લોરેન્સ બિશ્નોઇ ગેંગના ૧૮ સભ્યો સામે કેસ નોંધવામાં આવ્યો હતો.
(3:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
