News of Saturday, 8th February 2025
ન્યુયોર્કમાં 5 ઈંચ બરફ પડવાની સંભાવના:હાડ થીજાવતી ઠંડી પડશે
શક્તિશાળી બરફના તોફાનની પણ શક્યતા

હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે સપ્તાહના અંતે ભારે હિમવર્ષના એંધાણ જોવા મળી રહ્યા છે .જ્યારે રાજ્ય સત્તાવાર રીતે શિયાળાના તોફાન પર નજર રાખશે. ફોક્સ વેધરના હવામાનશાસ્ત્રી સ્ટેફની વાન ઓપેને જણાવ્યું હતું કે જો તાપમાન શૂન્યથી નીચે રહેશે, તો ગ્રેટ લેક્સથી આવનાર એક શક્તિશાળી તોફાન શનિવારે રાત્રે અને રવિવારે સવારે શહેરમાં ત્રાટકવાની ધારણા છે.
વધુમાં ઉમેર્યું કે ભારે હિમવર્ષા અથવા ઝરમર વરસાદ પડવાની પણ સંભાવના રહેલી છે.આજે રાત્રે ફરી હિમવર્ષના પગલે ફરી ડ્રાઇવરો માટે ચિંતાનો વિષય સાબિત થશે.
શહેરના ઉત્તરીય ભાગો જેમ કે બ્રોન્ક્સ અને અપર મેનહટનમાં સૌથી વધુ હિમવર્ષા થવાની ધારણા છે, કારણ કે તાપમાન નીચા સ્તરે પહોંચી ગયું છે.
વાન ઓપેને જણાવ્યું હતું કે, શનિવારે શહેરભરમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને રવિવારે લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સુધી પહોંચશે. રવિવાર બપોર સુધીમાં સૌથી ખરાબ વાવાઝોડું સમાપ્ત થવાની ધારણા છે, પરંતુ રવિવારે રાત્રે ફરીથી બરફ જામી શકે છે, જેના કારણે સોમવારે સવારે મુસાફરો માટે રસ્તા પર ખતરનાક સ્થિતિ સર્જાઈ શકે છે. વેન ઓપેને જણાવ્યું હતું કે આખા અઠવાડિયા દરમિયાન હિમવર્ષા પડવાની પણ અપેક્ષા છે. આ વાવાઝોડું ડાકોટા અને બોસ્ટન તેમજ પૂર્વીય રોકીઝમાં વિનાશ વેરશે તેવી શક્યતા છે.
(10:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
