<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th February 2025

પ્રપોઝ ડે પર ના પાડી તો યુવકે છોકરીને ગાળો ભાંડી કરી મારામારી

યુપીના ગજરોલા સ્‍ટેશન વિસ્‍તારમાં બનાવઃ સોશિયલ મીડિયામાં આરોપી વિરૂધ્‍ધ કડક કાર્યવાહી કરવા માંગ

નવી દિલ્‍હીઃ ઉત્તરપ્રદેશ જિલ્લામાં ગજરોલા સ્ટેશન વિસ્તારમાં એક યુવકે છોકરીને પ્રપોઝ કરી, પરંતુ જ્યારે છોકરીએ પ્રપોઝલ નકાર્યું, તો ગુસ્સામાં લાફો માર્યો અને મીઠાઇ ફેંકી દીધી જેને જોઈને લોકો ભડકી ગયા.

વેલેન્ટાઇન વીક દરમિયાન ઘણા લોકો પોતાનો પ્રેમ વ્યક્ત કરતાં હોય છે, પરંતુ આ વખતે Propose day પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉત્તરપ્રદેશ જિલ્લામાં ગજરોલા સ્ટેશન વિસ્તારમાં એક યુવકે છોકરીને પ્રપોઝ કરી, પરંતુ જ્યારે છોકરીએ પ્રપોઝલ નકાર્યું, તો ગુસ્સામાં લાફો માર્યો અને મીઠાઇ ફેંકી દીધી જેને જોઇને લોકો ભડકી ગયા.

વિડીયો વાયરલ થતાં જ લોકોમાં ગુસ્સો ફેલાઈ ગયો. સોશિયલ મીડિયા પર આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. આ ઘટના લોકોને ભડકાવી રહી છે અને દરેક વ્યક્તિ વહેલી તકે ન્યાય માટે વહીવટીતંત્રને અપીલ કરી રહ્યા છે.

ગુસ્સામાં ફેંકી મીઠાઇ વિડીયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ એક છોકરીને પ્રપોઝ કરી રહ્યો છે, પરંતુ જ્યારે છોકરી તેના પ્રેમનો સ્વીકાર નથી કરતી ત્યારે યુવકે ગુસ્સામાં મીઠાઈ ફેંકવા લાગ્યો. તેને મીઠાઈનો ડબ્બો છોકરી પર ફેંકી દીધો. આ ઘટના સમયે આરોપી સાથે તેના મિત્રો પણ હાજર હતા અને આ શરમજનક હરકતનો વિડીયો બનાવી રહ્યો હતા. આ બાદ તે કારમાં બેસીને ફરાર થઈ ગયા, ત્યારે છોકરી ત્યાં ઊભી-ઊભી રડતી રહી. આરોપી આ વિડીયોને જાતે જ સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો, જેનાથી લોકો ગુસ્સામાં ભડકી ગયા અને કડક કાર્યવાહીની માંગ કરવા લાગ્યા. 

વિડીયો વાયરલ થતાં જ પોલીસે તરત તપાસ શરૂ કરી દીધી અને આરોપી વિરુદ્ધ મામલો નોંધ્યો. અધિકારીઓએ કહ્યું કે આવી ઘટનાઓને રોકવા માટે કડક કાર્યવાહી કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં કોઈ પણ આવી હરકત કરવાની હિંમત ન કરી શકે.

લોકોની માંગ છે કે આરોપીઓને કડક સજા આપવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ પણ છોકરીની ના પડવા પર કોઈ હિંસા કરવાનું વિચારે પણ નહિ. સોશિયલ મીડિયા પર આ ઘટના ટ્રેન્ડ કરી રહી છે અને બધા જ આના પર ગંભીર એક્શન ઈચ્છે છે.

(1:16 PM IST)