<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th February 2025

ઇઝરાયેલ આજે મધ્ય ગાઝામાં આવેલ નિત્ઝારિમ કોરીડોરમાંથી તેના દળોને સંપૂર્ણ પાછા ખેંચી લેશે: તે પૂર્વે વ્યાપક વિનાશ સર્જી રહેલ છે

તેલ અવીવ: યુદ્ધવિરામ કરારના ભાગ રૂપે, ઇઝરાયલ આજે રાત્રે મધ્ય ગાઝામાં આવેલ નિત્ઝારિમ કોરીડોરમાંથી તેના દળોને સંપૂર્ણ પાછા ખેંચી લેશે, તે પૂર્વે ઇઝરાયેલ સૈનિક વિવિધ મિલકતોને આગ ચાપી રહ્યા છે ચાપી રહ્યા છે, નાશ કરી રહ્યા છે 

 

* ઇઝરાયલી સેનાના બુલડોઝર હાલમાં તુલકારમ શહેરમાં નૂર શમ્સ શરણાર્થી શિબિરમાં માળખાગત સુવિધાઓનો નાશ કરી રહ્યા છે 

 

* પેલેસ્ટિનિયન રેડ ક્રેસેન્ટ અહેવાલ આપે છે કે ઇઝરાયેલી કબજા હેઠળના દળો તેમની ટીમોને નૂર શમ્સ શરણાર્થી શિબિર, તુલકારમમાં ગંભીર ઘાયલ મહિલા સુધી પહોંચતા અટકાવી રહ્યા છે 

 

* તુલકારમ શહેર અને તેના શરણાર્થી શિબિર પર ૧૪ દિવસથી ઇઝરાયલી હુમલા ચાલુ છે. જ્યારે ઇઝરાયલી દળોએ શહેરના પૂર્વમાં સ્થિત નૂર શમ્સ શરણાર્થી શિબિરને પણ આક્રમણમાં સમાવી લીધેલ છે 

 

* દક્ષિણ ગાઝાના અલ-ફુખારી ગામની પૂર્વમાં ઇઝરાયલી લશ્કરી વાહનોએ પેલેસ્ટિનિયનો અને તેમના ઘરો પર ખુલ્લો ગોળીબાર કર્યો છે 

 

* પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, તુલકર્મના નૂર શમ્સ શરણાર્થી શિબિરમાં ઇઝરાયલી દળો દ્વારા ઘવાયેલ ૨૩ વર્ષીય, ૮ મહિનાની ગર્ભવતી પેલેસ્ટિનિયન મહિલા સુંદુસ જમાલ મોહમ્મદ શલાબીનું મૃત્યુ થયું અને તેના પતિને ગંભીર ઇજા થઈ છે.

(2:48 PM IST)