તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Monday, 10th February 2025
ટ્રેન્ડ બદલાયો : જરૂર મુજબ ખાદ્યતેલની ખરીદી
અગાઉ શિયાળામાં બારમાસી ખાદ્યતેલની ખરીદી થતી

નવી દિલ્હી, તા.૧૦: ગુજરાતીઓ દર વર્ષે શિયાળામાં બારમાસી ખાદ્યતેલની ખરીદી કરે છે.જોકે છેલ્લા કેટલાક સમયથી ગ્રાહકોની ખરીદીની પધ્ધતિમાં ફેરફાર આવ્યો છે.હવે બારમાસી ખાદ્યતેલની ખરીદીનું -માલ અગાઉના વર્ષોની તુલનાએ ઘટયું છે. અગાઉના વર્ષોમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમિયાન ગ્રાહકો ખાદ્યતેલની ખરીદી કરતાં હતા. હવે આ વલણ બદલાયું છે અને ગ્રાહકો જરૂર મુજબની ખરીદી કરે છે. એક તરફ ગ્રાહકો ભાવ, સ્વાદ અને સ્વાસ્થ્યના મુદ્દાને અનુલક્ષીને પણ ખરીદી કરે છે. બીજી તરફ વર્ષોથી સિંંગતેલનો ઉપયોગ કરનારાઓ ભાવ ગમે તેટલો હોય પણ વપરાશમાં કોઈ ફેરફાર કરતાં નથી. ખાદ્યતેલના બજારમાં હાલ સિંગતેલ, કપાસીયાતેલ, સોયાબીન તેલ, પામોલીન તેલ અને મકાઈ તેલ સહિતના ખાદ્યતેલ જોવા મળી રહ્યા છે.
ગુજરાતમાં ખાદ્યતેલનો વપરાશ અગાઉના વર્ષો વર્ષ વધી રહ્યો છે. પામોલીનનો ઉપયોગ હોટલ, રેસ્ટોરાં, ખાણી પીણીની લારીઓમાં તેમજ તૈયાર ખાદ્ય પદાર્થો વેચનારા કરે છે. કપાસીયા તેલનો સૌથી વધુ વપરાશ થઈ રહ્યો છે.
રાજ્યમાં બાદ્યતેલના વપરાશમાં ૨૦૨૩માં કપાસીયા તેલનો હિસ્સો ૭૯.૫૫ ટકા હતો, જે ૨૦૨૧માં ૮૪.૨૩ ટકા હતો. બીજી તરફ ૨૦૨૧માં સિંગતેલનો વપરાશનું પ્રમાણ ૩૨.૮૧ ટકા હતું. તે ઘટીને ૨૦૨૩માં ૨૯.૨૮ ટકા થયું હતું, જ્યારે ૨૦૨૨માં મગફળીના તેમના વપરાશનું પ્રમાણ ૩૫.૯૭ ટકા હતું.
બીજી તરફ સનફ્લાવર તેલના વપરાશનું પ્રમાણ પણ ગણનાપાત્ર રીતે વધી રહ્યું છે. ૨૦૨૨માં ૯.૭૮ ટકા પરથી ૨૦૨૩માં ૧૪.૪૩ ટકા પ્રમાણ થયું છે. અન્ય તેલની કિંમત કરતાં સસ્તા અને ગ્રામ્ય વિસ્તારમાં પણ આ તેલની સ્વીકાર્યતા વધતાં પ્રમાણ વધ્યું છે.
૨૦૨૨માં કપાસિયા અને સિંગતેલના ભાવ લગભગ સરખાં જ હતાં. જેના પગલે સિંગતેલનો વપરાશ વધ્યો હતો. આવી જ સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે. રાજ્યમાં ખાદ્યતેલની વપરાશનો ટ્રેન્ડ જોવામાં આવે તો સિઝનમાં સિંગતેલની ખરીદી વધતી હોય છે, ત્યારે બાદ આખા વર્ષમાં ખરીદી તુલનાત્મક રીતે ઓછી હોય છે. સિંગતેલના વપરાશનું પ્રમાણ ૫ ટકા જ ગણાય છે.જ્યારે કપાસીયા, પામોલીનનું પ્રમાણ મુખ્ય રહ્યું છે.
તેલ વિશે શું જાણવું જરૂરી ?
સામાન્યપણે બીજમાથી તેલ કાઢવામાં આવે છે. અગાઉના સમયમાં તેલ કાચી ધાણીના એટલે કે અનરિફાઇન્ડ રહેતાં હોઈ લાંબા સમય સુધી આ તેલનો સંગ્રહ કરી શકાતો ન હતો. અત્યારે બજારમાં મળતા તેલ રિફાઇન્ડ અથવા તો પ્યોરિફાઇડ (શુધ્ધિકરણની પ્રક્રિયામાંથી પસાર થયેલા હોય છે.) અને ફિલ્ટર્ડ કે ડબલ ફિલ્ટર્ડ હોય છે. આ તેલની આવરદા લાંબી હોય છે અને સમય જતાં તેલની ગંધ બદલાતી હોતી નથી. તેલ શુધ્ધ કરવાની પ્રક્રિયામાં એસિડીફિકેશનનો સમાવેશ થાય છે. બજારમાં ઘણાં પ્રકારના મિશ્રિત કરેલા તેલ મળે છે.જેમાં પોષક દ્રવ્યો વધારવા માટે એક કરતાં વધુ તેલને ભેળવવામાં આવે છે. પરંતુ આવા તેલનું સેવન ટાળવું જોઇએ. કારણ કે દરેક તેલ તેનો આગવો હિટિંગ પોઇન્ટ ધરાવતું હોય છે. અને તેલને ભેળવવાથી આરોગ્ય પર તેની નકારાત્મક અસર થઇ છે.(૨૩.૭)
ખાધતેલના વપરાશ વધવાનું કારણ
વધતા જતા શહેરીકરણના કારણે ખાધતેલના વપરાશનું પ્રમાણ વધ્યું છે. બજારમાંથી તૈયાર મળતા નાસ્તા, ફૂડ પેકેટમાં ખાદ્યતેલનો વપરાશ વધી રહ્યો છે. આ ઉપરાંત નાગરિકોની માથાદીઠ વાર્ષિક આવક પણ વધી રહી છે. જેના પગલે ખાદ્યતેલનો વપરાશ વધી રહ્યો છે. આ ઉપરાંત જીવન શૈલી પણ બદલાઇ રહી છે ઘેર મહેનત કરીને ખાધ પદાર્થ તૈયાર કરવાના બદલે બજારમાંથી મળતા તૈયાર ફૂડ પેકેટનો વપરાશ વધી રહ્યો છે.
ફેટ્ટી એસિડ્ઝ ૧ દરેક તેલ જુદા જુદા પ્રકારના ફેટ્ટી એસિડ્ઝ ધરાવે છે.બાઘતેલમાં અનસેચ્યુરેટેડ ફેડ્ડી એસિડનો સમાવેશ થાય છે અને કોપરેલના અપવાદને બાદ કરતાં અન્ય તેલો જામતા નથી. કેટ્ટી એસિડમાં સેચ્યુરેટેડ અને અનસેચ્યુરેટેડ તરીકે વર્ગીકળત કરાય છે. અનસેચ્યુરેટેડ ફેટ્ટી એસિડ્ઝને મોનો અનસેચ્યુરેટેડ ફેટ્ટી એસિડ્ઝ (MLEA) અને પોલી અનસેચ્યુરેટે ફેટ્ટી એસિડ્ઝ (PURA) તરીકે વિભાજિત કરાય છે. વળી P.FAમાં ઓમેગા-૩ અને ઓમેગા-૬નો સમાવેશ થાય છે.(૨૩.૭)
એક વ્યક્તિએ દૈનિક વપરાશમાં ૨૦ મિ.લિ. જ ખાધતેલ ઉપયોગ કરવો હિતાવહ
નિષ્ણાતોના જણાવ્યા મુજબ એક વ્યક્તિએ માસિક ૬૦૦થી ૭૦૦ મિલિ લીટર જેટલા જ ખાદ્યતેલનો વપરાશ કરવાની ભલામણ કરાય છે જે દૈનિક ૨૦ મિ.લિ. એટલે કે ચાર ચમચી તેલનો વપરાશ જ ગણી શકાય છે. CMR નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ ન્યુટ્રીશનના અહેવાલ મુજબ મસ્ટાર્ડ ઓઇલ સરસવનું તેલ) અને સિંગતેલ ખોરાક તૈયાર કરવા માટે સૌથી શ્રેષ્ઠ છે.જોકે ખાધતેલનો વપરાશમાં નિયત સમયે ફેરફાર જરૂરી છે. દાખલા તરીકે, સિંગતેલ, સોયાબીન તેલ સનફલાવર ઓઇલ, રાઇસ બ્રાન્ડ ઓઇલ વગેરેનો સમાવેશ થાય છે. જેથી તમામ ખાદ્યતેલના પોષકતત્વોનો લાભ મળી શકે.(૨૩.૭)
ખાદ્યતેલના ભાવ
તેલનો પ્રકાર એક લિટર ૧૫ લિટર
સિંગતેલ રૂ.૧૭૦ રૂ.૨૫૦૦ થી રૂ.૨૫૦
કપાસિયા તેલ રૂ.૧૪૫ રૂ.૨૧૭૫
સોયાબીન તેલ રૂ.૧૪૦ રૂ.૨૧૦૦ થી રૂ.૨૧૭૫
પામોલીન રૂ.૧૪૫ રૂ.૨૧૭૫
મકાઇતેલ રૂ. ૧૪૦ રૂ.૨૧૦૦
સન ફલાવર રૂ.૧૪૫ રૂ.૨૧૭૫
નોંધઃ બ્રાન્ડ મુજબ અલગ અલગ ભાવ લેવાય છે.
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
