<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

દિલ્‍હીમાં વિજય સાથે પહેલીવાર ૨૧ રાજ્‍યમાં ભગવો લહેરાયો

૨૧ રાજ્‍ય અને કેન્‍દ્રશાસિત પ પ્રદેશોમાંથી ૧૫માં ભાજપ તો છમાં સહયોગી પક્ષોના મુખ્‍ય પ્રધાનો છે

નવી દિલ્‍હી,તા.૧૦: દિલ્‍હી વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવવાની સાથે હવે ભારતનાં ૧૯ રાજ્‍ય અને બે કેન્‍દ્રશાસિત પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાનીવાળા નેશનલ ડેમોક્રેટિક અલાયન્‍સ (NDA)ની સરકાર છે. આમ, ભારતમાં પહેલી વખત ૨૧ રાજ્‍યમાં એકસાથે ભગવો લહેરાયો છે. ૨૧ રાજ્‍ય અને કેન્‍દ્રશાસિત પ્રદેશોમાંથી ૧૫માં ભાજપ તો છમાં સહયોગી પક્ષોના મુખ્‍ય પ્રધાનો છે.

ભારતનાં ઉત્તર પ્રદેશ, મહારાષ્‍ટ્ર, પヘમિ બંગાળ, બિહાર અને તમિલનાડુ ટોચનાં પાંચ મોટાં રાજ્‍ય છે એમાંથી ઉત્તર પ્રદેશ, મહારાષ્‍ટ્ર અને બિહારમાં ભાજપની આગેવાનીની સરકાર છે. નોર્થ ઈસ્‍ટનાં ૭ રાજ્‍યોમાંથી છમાં NDAની સરકાર છે. ભારતના ૧૪૦ કરોડ નાગરિકમાંથી ૨૧ રાજ્‍ય અને કેન્‍દ્રશાસિત પ્રદેશમાં રહેતી ૯૨ કરોડ જનતા પર NDAનું શાસન છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૮માં ભાજપની ૨૦ રાજ્‍યમાં સત્તા હતી. સાત વર્ષ પછી આ રેકોર્ડ તૂટયો છે.

(10:53 AM IST)