News of Monday, 10th February 2025
મહાકુંભમાં ભક્તોનો મહાજામ :ભાવિકોની ભીડને લીધે પરિસ્થિતિ વણસી :43.57 કરોડ ભક્તોનું સ્નાન સંપન્ન
સમગ્ર દિવસ દરમિયાન આશરે 1 કરોડ 57 લાખ ભક્તોએ પવિત્ર સ્નાન કર્યું,

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં દેશ-વિદેશથી ભક્તો પહોંચી રહ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં 43.57 કરોડ ભક્તોએ સ્નાન કરી લીધું છે. મહાકુંભમાં ભક્તોની ભારે ભીડને કારણે સંગમ સ્ટેશન 14 ફેબ્રુઆરી સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
માઘ માસની દ્વાદશી તિથિએ, જ્યારે ચંદ્ર મિથુન રાશિમાં હતા, ત્યારે આ શુભ અવસરને અનુસરીને રવિવારે સંગમ કાંઠે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. સમગ્ર દિવસ દરમિયાન આશરે 1 કરોડ 57 લાખ ભક્તોએ પવિત્ર સ્નાન કર્યું, જ્યારે અત્યાર સુધીમાં કુલ 43.57 કરોડ ભક્તોએ તીર્થસ્નાન કરી ચુક્યા છે.
સરકારના અંદાજ મુજબ, સમગ્ર મહાકુંભ દરમિયાન કુલ 55 કરોડ શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરશે. અમૃત સ્નાન ઉત્સવો પૂર્ણ થયા બાદ પણ ભક્તોની ભીડ યથાવત રહી છે, અને તેઓ શ્રદ્ધાભાવથી સંગમમાં સ્નાન માટે ઉમટી રહ્યા છે. રવિવારે પણ મહાકુંભમાં ભક્તોના ધસારા વચ્ચે ભારે ઉત્સાહ જોવા મળ્યો. સંગમ ઘાટથી લઈને સમગ્ર મેળા વિસ્તારમાં એટલી ભીડ હતી કે ઊભા રહેવા માટે પણ જગ્યા મળવી મુશ્કેલ બની ગઈ હતી.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
