News of Monday, 10th February 2025
ઠંડીમાં સુધાર થતા કાશ્મીરમાં પ્રવાસી પક્ષીઓની સંખ્યા વધી : ગણતરીની તૈયારી

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ, તા.૧૦: કાશ્મીરમાં ઠંડીના સુધારા સાથે પ્રવાસી પક્ષીઓની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે. અધિકારીઓએ જણાવેલ કે, તેઓ ૧૫ થી ૨૦ ફેબ્રુઆરી દરમિયાન પક્ષી ગણતરીની તૈયારી કરી રહયા છે.
વન્ય અધિકારી મુજબ છેલ્લા બે વર્ષોમાં પ્રવાસી પક્ષીઓનો આંકડો વધ્યો છે. હાલ અમારા વેટલેન્ડસમાં પક્ષીઓની સંખ્યા સારી છે અને ગત વર્ષની સમાન સંખ્યાની આશા છે. પાછળની પક્ષી ગણતરીઓમાં કાશ્મીરના વેટલેન્ડસમાં ૧૨ લાખથી વધુ પક્ષીઓ નોંધાયા છે.
વન્યજીવ વોર્ડન અલ્તાફ હુસેને હોકર સર વેટલેન્ડમાં જળસ્તર બનાવી રાખવાની સફળતા અંગે જણાવેલ કે, નવનિર્મિત જળ વિનિમય દ્વારા પ્રભાવીરૂપથી ઇષ્ટતમ જળ પ્રતિધારણ સુનિશ્ચિત કર્યુ છે. આ ગેટ અનિયંત્રીત જળ સ્ત્રાવને રોકે છે, જેથી દશકોથી સૂકા વિસ્તારોને જળમગ્ન થતા બચાવી શકાય. આ મુદ્દાઓને ઘટાડીને અને વેટલેન્ડની પરિસ્થિતિક સંતુલનને બહાલ કરવા માટે એક રણનીતીક યોજના વિકસીત કરાઇ રહી છે.
(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
