તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
News of Monday, 10th February 2025
૪૧ વર્ષ જુના કેસમાં કુલદીપ શર્મા દોષીત જાહેરઃ ભૂજ કોર્ટે ૩ મહિના સજા ફટકારી

(વિનોદ ગાલા દ્વારા ભુજ) કચ્છના સામાજિક અને રાજકિય અગ્રણી મંધરા અબ્દુલ્લા હાજી ઈબ્રાહીમ કે જેઓ ઈભલા શેઠ, પૂર્વ ધારાસભ્ય ખરાશંકર જોશી સહિતના અન્ય આગેવાનોને માર મારવાના ૪૧ વર્ષ જુના ચકચારી કેસ માં કચ્છ ના જે તે સમયના પોલીસ વડા કુલદીપ શર્મા અને અન્ય પોલીસ અધિકારી ગિરીશ વસાવડા સહિતના સાથીઓ દોષી જાહેર કરાયા છે. ભુજની અદાલતે ત્રણ મહિના ની કેદ અને દંડ ફટકાર્યો છે. હાજી ઇભલા શેઠ ને પોતાની કચેરીમાં અપમાનિત કરવા બદલ જે તે સમયે કચ્છના પોલીસવડા કુલદીપ શર્મા તેમજ અન્ય ત્રણ અધિકારીઓ સામે કેસ કરવામાં આવ્યો હતો. જેનો ચુકાદો ૪૧ વર્ષની લાંબી લડત બાદ આ ચુકાદો આવ્યો છે . ઇબ્રાહિમ શેઠ હવે આ દુનિયા માં નથી રહ્યા તો આ કેસ ના બે પોલીસ અધિકારીઓ બી એન ચૌહાણ અને પી એસ બિશ્નોઈ પણ ગુજરી ગયા છે. (૩૭.૫)
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
