<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

જર્મનીના વૈજ્ઞાનિકોએ બ્રહ્માંડમાં સૌથી વિશાળ સંરચના શોધી

આ સુપર સંરચના ૨૦૦ ક્વાડ્રીલિયન સોલર માસની છે. તેની લંબાઈ ૧.૩ અરબ પ્રકાશ વર્ષથી પણ વધુ : આકાશગંગાથી ૧૩,૦૦૦ ઘણી લાંબી

ન્યૂયોર્ક: જર્મનીના વૈજ્ઞાનિકોએ બ્રહ્માંડમાં અત્યાર સુધીની સૌથી વિશાળ સંરચના શોધી છે. આ સુપર સંરચના ૨૦૦ ક્વાડ્રીલિયન સોલર માસની છે. તેની લંબાઈ ૧.૩ અરબ પ્રકાશ વર્ષથી પણ વધુ હોવાનું જણાવવામાં આવ્યું છે. એટલે કે તે આપણી આકાશગંગાથી ૧૩,૦૦૦ ઘણી લાંબી છે. તેને “ક્વીપૂ” નામ આપવામાં આવ્યું છે.

  લાઈવ સાયન્સના રિપોર્ટ મુજબ જર્મનીના મૈક્સ પ્લૈક ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિક હાન્સ બોહરિંગર અને તેની ટીમે “ક્લાસિક્સ ક્લસ્ટર સર્વેનો ઉપયોગ કરી આ શોધ કરી છે. ટીમે એક્સ-રે ગૈલેક્સી ક્લસ્ટસૅ વ્દારા ક્વીપૂ સહિત ચાર સુપર સ્ટ્રક્ચરની ઓળખ કરી. ગૈલેક્સી ક્લસ્ટસૅમાં સેંકડો ગૈલેક્સીયો હોય છે. તેનો ગરમ ગૈસ એક્સ-રે નું ઉત્સર્જન કરે છે. આ એક્સ-રે ના આધારે વૈજ્ઞાનિકોને સૌથી ગાઢ વિસ્તારની શોધ કરી. આ ટેકનિક દ્વારા વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું છે કે, ક્વીપૂ લાંબો ફિલામેન્ટ છે. તેમાં અનેક વધું ફિલામેન્ટ જોડાયેલા છે.

(8:09 PM IST)