<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

શેરબજારમાં 548 પોઇન્ટનો કડાકો :ચાર સેશનમાં રોકાણકારોની 7.68 લાખ કરોડની સંપત્તિ ધોવાઈ

છેલ્લા ચાર સેશન દરમિયાન BSE સેન્સેક્સ 1,272.01 પોઇન્ટ એટલે કે 1.61 ટકા ગગડ્યો: લિસ્ટેડ કંપનીઓનું બજાર મૂડીકરણ રૂપિયા 7,68,252.32 કરોડ ઘટી રૂપિયા 4,17,82,573.79 કરોડ થયું

અમેરિકા તરફથી નવેસરથી ટેરિફ અંગે ચિંતા વધતા અને વિદેશી ફંડોની સતત વેચવાલીને પગલે છેલ્લા ચાર સેશનમાં ભારતીય શેરબજારમાં રોકાણકારોની રૂપિયા 7.68 લાખ કરોડની સંપત્તિ ધોવાઈ ગઈ છે. છેલ્લા ચાર સેશન દરમિયાન BSE સેન્સેક્સ 1,272.01 પોઇન્ટ એટલે કે 1.61 ટકા ગગડ્યો છે.

શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓનું બજાર મૂડીકરણ રૂપિયા 7,68,252.32 કરોડ ઘટી રૂપિયા 4,17,82,573.79 કરોડ થયું છે.

BSE સેન્સેક્સ સોમવારે 548.39 પોઇન્ટ એટલે કે 0.70 ટકા ગગડી 77,311.80 રહ્યો હતો. કોર્પોરેટ જગત તરફથી નબળા પરિણામો અને વૈશ્વિક ટેરિફ વોરને લઈ પ્રવર્તિ રહેલી અનિશ્ચિતતાની બજાર સેન્ટીમેન્ટ પર અસર જોવા મળી છે.

રિયલ્ટી ઈન્ડેક્સ 2.69 ટકા, મેટલ ઈન્ડેક્સ 2.63 ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 2.61 ટકા, યુટીલિટીઝ 2.49 ટકા ગગડ્યા હતા. BSE ખાતે 3,032 શેરમાં મંદી જ્યારે 1,070 શેરમાં તેજી જોવા મળી હતી, જોકે 123 સ્ક્રીપમાં સ્થિર રહ્યા હતા. પાવર ગ્રિડ, ટાટા સ્ટીલ, ઝોમેટો, ટાઈટન, બજાજ ફાયનાન્સ, NTPC, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અને ટાટા મોટર્સના શેરોમાં મંદી જોવા મળી હતી.

(8:58 PM IST)