તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Tuesday, 11th February 2025
એલાવ આઘા જાઓ જાન ચાલી જશે... ટ્રાફિકમાં ફસાયા વરરાજા : ગાડીમાંથી ઉતરીને રસ્તા પર જ દોડવા લાગ્યા
જાન આગળ વધી નીકળી ગઈ, પરંતુ વરરાજા પાછળ રહી ગયો હતો

નવી દિલ્હી,તા.૧૧: હાલ લગ્નની મોસમ ચાલી રહી છે. જેને લઈને લોકો ખૂબ ઉત્સાહ સાથે પોતાના લગ્ન માટે તૈયાર કરતા હોય છે. જાન લઈને જવું એ દરેક વરરાજાનું સપનું હોય છે, પરંતુ આ વરરાજાને આ રીતે જવું પડશે તે તેમણે કયારેય નહીં વિચાર્યું હોય. જણાવી દઈએ કે, આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે, આ વીડિયો કયાંનો છે તે કોઈ માહિતી મળી નથી, આથી અમે આ વીડિયોની પળષ્ટી કરતા નથી.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક વરરાજા ટ્રાફિક જામને કારણે પોતાના જ લગ્નની જાનથી પાછળ રહી ગયો હતો અને તેને મળવા માટે દોડીને જવું પડ્યું હતું. જાન આગળ વધી નીકળી ગઈ, પરંતુ વરરાજા પાછળ રહી ગયો હતો. ઇન્સ્ટાગ્રામ યુઝર શૌર્ય દાવરે આ રમુજી વીડિયો શેર કર્યો છે, જે હવે વાયરલ થઈ રહ્યો છે. તેને અત્યાર સુધીમાં ૨૪ લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. જોકે આ વીડિયો કયાંનો છે, તેની પુષ્ટિ થઈ નથી, પરંતુ તેમાં શાહી પોશાક પહેરેલો વરરાજા ટ્રાફિક જામમાં ફસાયેલો જોવા મળે છે. આ દરમિયાન જાન આગળ ચાલી ગઈ છે, અને બિચારા વરરાજાને પગપાળા દોડવું પડ્યું છે. આ દૃશ્ય લોકોને હસવા લાગ્યા હતા.
વીડિયો પર ટિપ્પણીઓનો વરસાદ થઈ રહ્યો છે. કોઈએ કોમેન્ટ્સ કરીને લખ્યું કે, પોતાના જ લગ્નમાં રિજેક્ટ થઈ ગયો ભાઈ! બીજા એક વ્યક્તિએ મજાકમાં કહ્યું કે, દરેક પ્રેમકથામાં ટ્રાફિક સૌથી મોટો ખલનાયક હોય છે, વરરાજા તેના લગ્ન માટે દોડી રહ્યો છે. બીજી એક કોમેન્ટ આવી કે, જાનૈયાએ વિચાર્યું હશે કે, જે ખુદ પહોંચી જશે, તે જ દુલ્હનનો અસલી હકદાર હશે. કોઈએ લખ્યું કે, હવે મને સમજાયું કે કન્યાના પક્ષમાં જવું કેમ સલામત વિકલ્પ છે.
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
