તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Tuesday, 11th February 2025
કરબોજ ફગાવાયોઃ ૩૧૧૮.૭ કરોડનું બજેટઃ ર૦ નવી યોજનાઓનો ઉમેરો : જુઓ વિડિયો
કચરા-મિલ્કત વેરા દરમાં વધારો અને નવા ફાયર ટેકસ ફગાવતી સ્ટેન્ડીંગ કમિટિ : સૌપ્રથમ વખત પશુ દવાખાનું બનશેઃ જન્મ-મરણના પ્રમાણપત્રની પાંચ નકલ વિનામૂલ્યે : પપ.૯ર કરોડની ર૦ નવી યોજનાઓનો ઉમેરોઃ ૬ કરોડનું કદ વધારાયુઃ મનપાની હાઇસ્કુલોની વિદ્યાર્થિનીઓને કેન્સરની રસી મફતઃ ત્રણ જગ્યાએ સ્કાય વોક, ૩ નવી શાકમાર્કેટ, આકર્ષક પ્રવેશદ્વાર, પધાધિકારીઓની ગ્રાન્ટમાં વધારોઃ ટીમ જયમીન ઠાકરે બજેટનું આકર્ષણ વધાર્યું: ચુંટણીના વર્ષમાં સ્ટેન્ડીંગ કમિટિએ મંજુર કર્યુ આકર્ષક અંદાજપત્ર

બજેટને બહાલીઃ આગામી નાણાકીય વર્ષ૨૦૨૫-૨૬ મહાનગરપાલિકાનું ૩૧.૧૮ અબજનું બજેટ સ્ટેન્ડીંગ કમિટિએ સુધારા - વધારા બાદ આજે મંજુરી આપી છે ત્યારબાદ બજેટ અંગે વિસ્તૃત વિગતો આપવા પત્રકાર પરિષદનું આયોજન કરાયેલ તે વખતની તસ્વીરમાં માહિતી રજૂ કરી રહેલા સ્ટે. કમિટી ચેરમેન જયમીન ઠાકર દર્શાય છે. તેઓની સાથે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી , શાસક નેતા લીલુબેન જાદવ, દંડક મનીષ રાડીયા તથા સ્ટેન્ડીંગ કમિટીના સભ્ય નેહલ શુકલ, દેવાંગ માંકડ, હાર્દિક ગોહિલ, નરેન્દ્રસિંહ વાઘેલા, બીપીન બેરા, ભારતીબેન પરસાણા, દક્ષાબેન વસાણી, જયોત્સનાબેન ટીલાળા રૂચિતાબેન જોશી, વર્ષાબેન રાણપરા સહિતના ઉપસ્થિત રહયા હતા.
બજેટ ર૦રપ : મનપાના સ્ટે.ચેરમેન જયમીન ઠાકરે કદમાં ૬ કરોડના વધારા સાથે મીલકત દર-ગાર્બેજ તથા નવો ફાયર વેરાને ફગાવી પપ કરોડની ર૦ નવી યોજનાઅો વાળુ લોકાપિમુખ બજેટ રજુ કર્યુ હતુ ત્યારની તસ્વીર(તસ્વીરઃઅશોક બગથરીયા)(૬.૪)
રાજકોટ, તા. ૧૧: આગામી નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬નું મ્યુનિસિપલ કોર્પોરેશનનું નવુ રૂ. ૩૧૧૮.૦૭ કરોડનું ચુંટણી લક્ષી કરબોજ વિનાનું બજેટ સ્ટેન્ડીંગ કમિટિમાં મંજુર થયુ છે. આ બજેટમાં શહેરમાં સૌપ્રથમ પશુ દવાખાનું, શહેરના ત્રીકોણબાગ, કાલાવડ રોડ, આત્મીક કોલેજ તથા ગોંડલ ચોકડીએ સ્કાય વોક તથા પ્રથમ પાંચ જન્મ-મરણના પ્રમાણપત્ર વીના મૂલ્યે આપવા મ્યુનિ. કોર્પોરેશનની હાઇસ્કુલની વિદ્યાર્થીનીઓને મફત કેન્સરની રસી સહિતની ર૦ નવી યોજનાઓમાં રૂ. ૬ કરોડનો ઉમેરો કરવામાં આવ્યો છે.
સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન જયમીન ઠાકરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નવા બજેટને મંજુર કરી જનરલ બોર્ડની મંજુરી અર્થે રવાના કરાયુ હતુ ત્યારબાદ પત્રકાર પરિષદમાં બજેટની વિસ્તળત વિગતો રજૂ કરાઈ હતી. રાજકોટ શહેર ખરા અર્થમાં સ્માર્ટ સીટી બની રહે તેમજ દેશ વિશ્વના શ્રેષ્ઠ શહેરોની હરોળમાં સ્થાન પામે તેની કૂચમાં શહેરના છેવાડાના વિસ્તારો એક્સ આવેલ છે. સાથોસાથ આ વિસ્તારોમાં રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટ, પાણી સહિતની મૂળભૂત સુવિધાઓનું માળખુ પણ વધુ મજબુત બને તે બાબતે પુરતુ લક્ષ્ય આપવામાં આવ્યુ છે.
શાસક પક્ષે બજેટની જોગવાઈઓના અભ્યાસ દરમિયાન ગરીબ તથા મધ્યમ વર્ગના શહેરીજનોને કેન્દ્રમાં રાખેલ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રી દ્વારા અપનાવાયેલ નાગરીક લક્ષી પ્રશાસનિક વ્યવસ્થાને મહાનગરપાલિકા પણ વળગી રહી છે. સરકારશ્રી પાસેથી મળેલી ગ્રાંટ અને મહાનગરપાલિકાની પોતાની આવકમાંથી શહેરની સર્વાંગી વિકાસ પ્રક્રિયાને આગળ ધપાવવા સ્ટેન્ડીંગ કમિટિએ ઘનિષ્ઠ વિચારણા બાદ રૂ. ૩૧૧૮.૦૭ કરોડના બજેટને આખરી ઓપ આપ્યો છે.
મ્યુનિસિપલ કમિશ્નરશ્રીએ રૂા. ૩૧૧ર.ર૮ કરોડનું બજેટ સ્થાયી સમિતિ સમક્ષ મંજુરીઅર્થે રજુ કરેલ. જે બજેટમાં મહેસુલ ખર્ચને પહોંચી વળવા કુલ અંદાજીત રૂા. ૧પ૦ કરોડનો કરબોજ સુચવેલ. પરંતુ સ્થાયી સમિતિ દ્વારા ગહન વિચાર વિમર્શને અંતે, શહેરીજનો પર વધારાનો એક પણ રૂપિયાનો કરબોજ નાખવાને બદલે, રાજકોટ મહાનગરપાલિકાના હાલના આવકનાસ્ત્રોતને વધુ મજબુત કરવા, આવકના નવાસ્ત્રોતો ઉભા કરવા, મુડી તથા મહેસુલી ખર્ચમાં જરૂરી કાપ મુકવો વિગેરે આયામો લક્ષમાં લઇ, મ્યુનિસિપલ કમિશ્નરશ્રીએ સુચવેલ નવા કરબોજ તથા કરબોજમાં વધારા અંગેની તમામ દરખાસ્તો સ્થાયી સમિતિ દ્વારા સર્વાનુમતે ‘નામંજુર' કરવામાં આવે છે. સ્થાયી સમિતિ દ્વારા કમિશ્નરશ્રીએ રજુ કરેલ બજેટના કુલ કદમાં આશરે રૂા. ૬ કરોડનો વધારો કરી, રૂા. પપ.૯ર કરોડની ર૦ નવી યોજનાઓ ઉમેરો કરવામાં આવેલ છે. જે માટે જુદા જુદા મહેસુલી ખર્ચમાં કરકસરના ભાગરૂપે જરૂરી કાપ મુકી, કુલ રૂા. ૩૧૧૮.૦૭ કરોડનું બજેટ ર્સ્વાનુમતે મંજુર કરેલ છે.
સ્ટેન્ડીંગ કમિટીએ બજેટની અંતિમ રૂપરેખા તૈયાર કરતી વખતે જો કે કેટલીક + નવી યોજનાઓ તેમાં સામેલ કરી છે. તેની ઉપર એક દ્રષ્ટિપાત કરીએ તો...
મોડેલ એન્ટ્રી ગેઈટ
રાજકોટ શહેરની હદ શરૂ થાય તે પ્રવેશમાર્ગો કાલાવડ રોડ, ગોંડલ રોડ ચોકડી, ગ્રીનલેન્ડ ચોક, માધાપર ચોક, એસ.આર.પી. કેમ્પ પાસે, બેડી ચોકડી પાસે વગેરે મુખ્યમાર્ગો પર શહેરની આગવી ઓળખ સ્વરૂપે થીમ-બેઇઝ્ડ મોડલ પ્રવેશદ્વારો બનાવી, બ્યુટીફીકેશન કરવામાં આવશે.
થીમ બેઇઝડ ઑક્સિજન પાર્ક વિથ મોડર્ન ફૂડ કોર્ટ
શહેરના રાજમાર્ગ કાલાવડ રોડ પર અવધ રોડ પાસે આવેલ ટી.પી. પ્લોટમાં મોડર્ન એલિવેશન અને એસ્કેલેટર તેમજ રેસ્ટોરન્ટની સુવિધા સાથે ‘સ્કાય વોક' તેમજ થીમ બેઇઝડ ઑક્સિજન પાર્ક બનાવવામાં આવશે.
નવી શાકમાર્કેટ
શહેરમાં વધુ ત્રણ નવી શાક માર્કેટ બનાવવામાં આવશે. જેમાં સેન્ટ્રલ ઝોનમાં રેલનગર વિસ્તારમાં, વેસ્ટ ઝોનમાં લક્ષ્મીનગર વિસ્તારમાં તેમજ ઇસ્ટ ઝોનમાં વોર્ડ નં.૪ સેટેલાઈટ ચોક પાસે નવી શાક માર્કેટ બનાવવામાં આવશે.
ભગવતીપરામાં નવી હાઇસ્કુલના કમ્પાઉન્ડમાં રમતગમતની સુવિધા
શહેરના વોર્ડ નં.૪માં ભગવતીપરા વિસ્તારમાં નવી હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ચપળતા, શારીરિક સૌષ્ઠવની સાથોસાથ ખેલદિલી જેવા ગુણોનો વિકાસ થાય તે હેતુથી હાઇસ્કૂલના પરિસરમાં રમતગમતની સુવિધા ઊભી કરવામાં આવશે.
વોર્ડ નં.૪માં ડ્રેનેજનું કામ પૂર્ણ કરી, મેટલીંગ કરાશે
શહેરના વોર્ડ નં.૪માં મોટા ભાગના વિસ્તારોમાં ડ્રેનેજ લાઇન નાંખવાનું કામ પૂર્ણ થયેલ છે. વોર્ડમાં ડ્રેનેજનું કામ બાકી રહેલ હોય તેવા તમામ ટી.પી. રોડ પર ડ્રેનેજ લાઇન નાંખવાનું કામ પૂર્ણ કરી, મેટલીંગ કામ કરવામાં આવશે. જે માટે બજેટમાં રૂ.૧૭૧ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.
અમુલ સર્કલથી નેશનલ હાઇવે સુધીના રોડનું ડેવલપમેન્ટ
શહેરના વોર્ડ નં.૧૫માં અમૂલ સર્કલથી નેશનલ હાઇવે સુધીના ૮૦ ફૂટ રસ્તા પર જુદા જુદા ઔદ્યોગિક એકમો, સરકારી પ્લોટસમાં યોજવામાં આવતા રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના વિશાળ ઉદ્યોગમેળાઓની મુલાકાત દેશવિદેશના નાગરિકો લે છે. જે ધ્યાને લઈ, ૮૦ ફૂટ રોડને નેશનલ હાઇવે સુધી ડેવલપ કરવામાં આવશે.
વોર્ડ નં.૧૨માં નવો બગીચોઃ-
શહેરના વોર્ડ નં.૧૨માં ટી.પી.૨૧/પ્લોટ નં.૩૯/એ થી બાપા સીતારામ ચોક પાસે રામેશ્વર પાર્ક વિસ્તારમાં સી.સી. રોડ પર બગીચા હેતુના અનામત પ્લોટમાં વળક્ષો, ફૂલછોડ, લોન, વોકિંગ ટ્રેક સહિતની સુવિધા સાથે નવા બગીચાનું નિર્માણ કરવામાં આવશે.
રેસકોર્ષ સંકૂલમાં ઓડિટોરિયમનું નવીનીકરણ
રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના રેસકોર્સ સંકુલમાં લોક વિજ્ઞાન કેન્દ્ર, પ્લેનેટેરિયમ તથા કોમ્પ્યુટર સેન્ટરની સુવિધા ઉપલબ્ધ છે. જેનું નિર્માણ વર્ષ ૧૯૯૩માં કરવામાં આવેલ. વર્તમાન સમયની જરૂરિયાતને ધ્યાને લઈ, લોક વિજ્ઞાન કેન્દ્રના ઓડિટોરિયમનું નવીનીકરણ કરી, તેને અદ્યતન કરવામાં આવશે.
લાખાજીરાજ શાકમાર્કેટમાં ફ્રૂટ માર્કેટ તેમજ હોકર્સ ઝોનઃ-
શહેરની મધ્યમાં આવેલ લાખાજીરાજ શાકમાર્કેટ(ધર્મેન્દ્ર રોડ)માં શહેરીજનોની સુવિધા માટે નવી ફ્રૂટ માર્કેટ તથા નવા હોકર્સ ઝોનની ભેટ આપવામાં આવશે.
માધાપર વિસ્તારમાં આવેલ આરોગ્ય કેન્દ્રનું આધુનિકરણઃ-
શહેરના વોર્ડ નં.૦૩ માધાપર વિસ્તારમાં આવેલ આરોગ્ય કેન્દ્રમાં દર માસે સેંકડો દર્દીઓ રોગ નિદાન - સારવારનો લાભ લે છે. જે ધ્યાને લઈ, આ આરોગ્ય કેન્દ્રનું આધુનિકરણ કરી, અદ્યતન સુવિધા તથા અદ્યતન સાધનો ફાળવવામાં આવશે.
શહેરીજનોની સુખાકારીમાં વધારો કરવા માટે વોર્ડવાઈઝ આધાર કેન્દ્રો : વોર્ડવાઇઝ સ્પોર્ટસના સાધનોની કીટનું વિતરણ વોર્ડવાઈઝ સ્પોર્ટસના સાધનોની કીટનું વિતરણ ૫ દિવસીય યોગ શિબિર, જન્મ/મરણ પ્રમાણપત્ર પ્રથમ પાંચ નકલ - વિનામૂલ્ય પદાધિકારીઓની વિકાસ કામો માટેની ગ્રાન્ટની રકમમાં વધારો, પેડક રોડને ગૌરવપથ તરીકે વિકસિત કરવો, ત્રિદલ યોજના-બિલ્વવળક્ષ સંવર્ધન સ્વચ્છ અને હરિયાળું રાજકોટ બનાવવા બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. (૯.૩૪)
નવી યોજનાઓ
* ત્રણ સ્કાયવોક
* મોડેલ એન્ટ્રી ગેટ
* ઓકસીજન પાર્ક-ફૂડ કોર્ટ
* ત્રણ નવી શાક માર્કેટ
* બે શાક માર્કેટનું રીનોવેશન
* શ્રી રામનાથ મંદિર બ્યુટીફીકેશન
* ભગવતીપરા હાઇસ્કુલમાં સ્પોર્ટસ પ્રવળતિ
* વોર્ડ નં.૪ના ટીપી રોડ પર ડ્રેનેજ-મેટલીંગ
*વોર્ડ નં.૧૫માં રોડ ડેવલપમેન્ટ
* સૌપ્રથમ પશુ દવાખાનુ
* કોર્પો.ની સ્કુલની છાત્રાઓને ફ્રી કેન્સર વેકસીન
*મેમોગ્રાફી મશીન
* એડવાન્સ વેરો ભરતા દિવ્યાંગો અને એકસ આર્મીમેન, ર૦રપ-૨૬માં જન્મ લેનારા બાળકો-બાળકીઓના નામે વળક્ષનું વાવેતર
* વોર્ડ નં.૧૨માં બગીચો
* રેસકોર્સ રીંગ રોડ પર ડેકોરેટીવ લાઇટીંગ
* લોક વિજ્ઞાન કેન્દ્રના ઓડિટોરીયમનું નવીનીકરણ
* ધર્મેન્દ્ર રોડ માર્કેટમાં ફ્રુટ માર્કેટ-હોકર્સ ઝોન
* માધાપરમાં આરોગ્ય કેન્દ્ર
ગાયત્રીનગર પાસે કોમ્યુનિટી હોલ
*ં હેરીટેજ રોડનું ડેવલપમેન્ટ
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
