<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

ભારતથી ૧૫ વર્ષ આગળ નીકળી જશે પાકિસ્તાન

ચીન આપે છે ખતરનાક હથિયારોઃ નિષ્ણાતોનો દાવો :પાકિસ્તાનને ચીનના આ ખતરનાક એરક્રાફ્ટ મળી જવાથી દક્ષિણ એશિયા ક્ષેત્રમાં શક્તિ સંતુલન બદલી શકે છે

 પાકિસ્તાન,તા.૧૧

 પાકિસ્તાની એરફોર્સ ચીન પાસેથી ૪૦ અત્યાધુનિક ત્ન-૩૫છ ફાઇટર એરક્રાફ્ટ ખરીદી શકે છે. આ ફાઇટર એરક્રાફ્ટથી પાકિસ્તાની એરફોર્સની તાકાતમાં ખૂબ જ વધારો થઇ જશે અને તેનાથી ક્ષેત્રીય શક્તિ સંતુલન બગડી શકે છે. પાકિસ્તાનના નિવૃત એર કોમોડોર જીયા ઉલ હક શમશીનું કહેવું છે કે, 'પાંચમી પેઢીના J-૩૫ એરક્રાફટ પાકિસ્તાની એરફોર્સની તાકાતમાં ઘણો વધારો કરશે. ભવિષ્યમાં લગભગ ૧૫ વર્ષ સુધી ભારતીય એરફોર્સ પાસે આવું એક પણ એરક્રાફટ હશે નહી.' ડિફેન્સ સિક્યુરીટી એશિયાની રીપોર્ટ અનુસાર, પાકિસ્તાનને ચીનના આ ખતરનાક એરક્રાફ્ટ મળી જવાથી દક્ષિણ એશિયા ક્ષેત્રમાં શક્તિ સંતુલન બદલી શકે છે. પાકિસ્તાની એરફોર્સે ગત વર્ષે J-૩૫A સ્ટીલ્થ ફાઈટર એરક્રાફ્ટ ખરીદવાના સંકેત આપ્યા હતા. ચીનના શેનયાંગ એરક્રાફ્ટ કોર્પોરેશને આ અત્યાધુનિક જેટને બનાવ્યું છે. પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો છે કે, પાકિસ્તાની એરફોર્સના પાયલોટ J-૩૫A ફાઈટર એરક્રાફ્ટની ટ્રેનીંગ માટે હાલ ચીનમાં છે. ચીનનું માઈટી ડ્રેગન J-૨૦ બાદ J-૩૫A બીજું સ્ટીલ્થ એરક્રાફટ છે. J-૨૦ માત્ર ચાઇનીઝ એરફોર્સ માટે છે. જ્યારે J-૩૫A બીજા દેશોને પણ ચીન આપી રહ્યું છે. પાકિસ્તાની એરફોર્સ પહેલાથી જ ચીનનું ત્ન-૧૦ઝ્ર અને સંયુક્ત રૃપે વિકસિત JF-૧૭ એરક્રાફ્ટનો ઉપયોગ કરી રહી છે.      

જૂના થઈ રહેલા યુએસ F-૧૬ અને ફ્રાન્સના મિરાજ ૫ વિમાનોના કાફલાને બદલવા માટે પાકિસ્તાની એરફોર્સ J-૩૫A મેળવી રહી છે. J-૩૫છ એક સિંગલ-સીટ, ટ્વીન એન્જિનવાળું, મધ્યમ કદનું સ્ટીલ્થ ફાઇટર છે. તેની ગણતરી વિશ્વના સૌથી અદ્યતન ફાઇટર પ્લેનમાં થાય છે. ચીન J-૩૫A ને યુએસ F-૩૫B અને F-૩૫C વેરિઅન્ટ્સના સીધા હરીફ તરીકે સ્થાપિત કરી રહ્યું છે.

જો પાકિસ્તાનને અત્યાધુનિક ત્ન-૩૫ એરક્રાફ્ટ મળી જશે તો ભારત માટે આ ચિંતાનો વિષય છે. કારણ કે, ઇન્ડિયન એરફોર્સ ઘણાં સમયથી ફાઈટર એરક્રાફ્ટના અછતનો સામનો કરી રહી છે. હાલ ઇન્ડિયન એરફોર્સ સુખોઈ -૩૦MKI અને રાફેલ જેવા ૪.૫ પેઢીના ફાઈટર એરક્રાફટ પર નિર્ભર છે. ચાઇનીઝ એરફોર્સ પહેલેથી જ J-૨૦ એરક્રાફ્ટનું સ્વેદેશી ધોરણે ઉત્પાદન કરી રહી છે. જો પાકિસ્તાનને હવે J-૩૫A મળે છે, તો ભારતને પાંચમી પેઢીના ફાઇટર જેટ ખરીદવાના પ્રયાસો વહેલી તકે કરવા પડશે.

(9:53 PM IST)