<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

સુપ્રીમ કોર્ટ દોષી લોકોને આજીવન ચૂંટણી લડતાં રોકવા પર વિચાર કરશે

કેન્દ્ર સરકાર તથા ચૂંટણી પંચ પાસેથી ત્રણ સપ્તાહમાં જવાબ માંગ્યો

નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટ સોમવારે એવો સવાલ ઉઠાવ્યો કે, જે નેતા આપરાધિક બાબતોમાં દોષિત સાબિત થયા છે, તેઓ ચૂંટણી લડીને સંસદ અને વિધાનસભાઓમાં પાછા કેવી રીતે આવી શકે.?

આવા દોષી નેતાઓને ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધની માંગણી (અશ્વિની ઉપાધ્યાય) લઈને દાખલ કરવામાં આવેલી એક અરજી પર સવાલ ઉઠયો હતો. કોર્ટે કહ્યું કે, તેઓ આ બાબતે કાયદાનું પરીક્ષણ કરશે. જસ્ટિસ દીપાકર દત્તા અને જસ્ટિસ મનમોહનની બેચે આ બાબતે અટાર્ની જનરલ અને વૈકટરમણીની મદદ માગી છે અને કેન્દ્ર સરકાર તથા ચૂંટણી પંચ પાસેથી ત્રણ સપ્તાહમાં જવાબ માંગ્યો છે. કોર્ટે કહ્યું કે રાજ્ય  સરકારો પણ આ મુદ્દા પર પોતાનો પક્ષ રાખી શકે છે.

(10:45 PM IST)