<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

અમેરિકા જી-૨૦ સમ્મેલનનો બહિષ્કાર કરશે

અમેરિકાએ દક્ષિણ આફ્રિકા સરકારની ભૂમિ અધિગ્રહણ નીતિયો અને અમેરિકા વિરોધી વલણને કારણે આ નિર્ણય લીધો

વોશિંગ્ટન: અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો એ દક્ષિણ આફ્રિકામાં તા.૨૦-૨૧ ફેબ્રુઆરીના રોજ યોજાનાર જી-૨૦ સમ્મેલનનો બહિષ્કાર કરવાની  જાહેરાત કરી છે. માર્કોનું કહેવું છે કે, અમેરિકાએ દક્ષિણ આફ્રિકા સરકારની ભૂમિ અધિગ્રહણ નીતિયો અને અમેરિકા વિરોધી વલણને કારણે આ નિર્ણય લીધો છે‌.

    તેઓએ કહ્યું કે, મારું કામ અમેરિકાના રાષ્ટ્રીય હિતોને પ્રોત્સાહન આપવાનું છે. દક્ષિણ આફ્રિકા ડિસેમ્બર-૨૦૨૪ થી નવેમ્બર- ૨૦૨૫ સુધી જી-૨૦ ની અધ્યક્ષતા કરી રહ્યું છે. તેને લઈને તેઓ આ વર્ષે તા.૨૦-૨૧ ફેબ્રુઆરીએ  જોહાન્સબર્ગમાં જી-૨૦ શિખર સમ્મેલનની મેજબાની કરશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે પણ હાલમાં દક્ષિણ આફ્રિકા સરકારની ભૂમિ અધિગ્રહણ કાયદાને લઈને અલોચના કરી હતી. જોકે ટ્રંપે આરોપ લગાવ્યો હતો કે, દક્ષિણ આફ્રિકાની સરકાર જબરદસ્તીથી લોકોની જમીન પર કબજો કરી રહી છે, અને ત્યાં કેટલાક પસંદગીના લોકોને પરેશાન કરી રહી છે. દક્ષિણ આફ્રિકા સરકાર લોકોની જમીન જપ્ત કરી રહી છે  અને કેટલાક વર્ગોની સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર કરી રહી છે

 . ટ્રંપે કહ્યું, અમે કાર્યવાહી કરીશું. આ બાબતે તપાસ પુરી થતાં સુધી  દક્ષિણ આફ્રિકાને ભવિષ્યમાં મળનારી મદદ અટકાવીશું. દક્ષિણ આફ્રિકામાં રંગભેદ અને ભૂમિ અધિગ્રહણ લાંબા સમયથી વિવાદિત મુદ્દો રહ્યો છે. ત્યારે  દક્ષિણ આફ્રિકાએ કહ્યું, મનસ્વી રીતે જમીન જપ્ત નહીં થાય. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસાએ હાલમાં એક ભૂમિ અધિગ્રહણ બીલ  મંજૂર કર્યુ છે

(10:50 PM IST)