<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

સનાતન પરંપરાને બચાવી રાખવામાં વનવાસી સમાજનું મોટું યોગદાન : દત્તાત્રેય હોસબાલે

જ્ઞાન-સંસ્કાર પરંપરાના સંવર્ધનને માટે જનજાતિ ક્ષેત્રના સંતોએ વધુ પ્રયાસ કરવાની આવશ્યકતા છે.

મહાકુંભ નગર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલે એ અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમ દ્વારા મહાકુંભમાં આયોજિત જનજાતિ સમાગમના સમાપન સમારોહમાં પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સનાતન હિંદુત્વ પરંપરાને બચાવી રાખવામાં આપણા વનવાસી સમાજનું ખૂબ જ મોટું યોગદાન રહ્યું છે. આ જ્ઞાન-સંસ્કાર પરંપરાના સંવર્ધનને માટે જનજાતિ ક્ષેત્રના સંતોએ વધુ પ્રયાસ કરવાની આવશ્યકતા છે. 

   તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હિન્દુત્વ, ભારતીય, સનાતન પરંપરા સામે આજે વિદેશી વિચારધારા ઠોકી- બેસાડવા અને ધર્માતરણ જેવું સંકટ ઉભું છે. આ સંકટોનો સામનો કરતા, જનજાતિ સંતોએ સુદૂર વન ક્ષેત્રમાં સખત પ્રયાસ કર્યો છે. તેમના આ પ્રયાસને કારણે આજે હિન્દુ ધર્મ જીવિત છે. આવનાર સમયમાં પર્યાવરણ, અનુસંધાન, શિક્ષા સંસ્કાર, ધર્મ જાગરણ અને સેવાના માધ્યમથી જનજાતિ સમાજમાં જાગૃતિ લાવીને પોતાના સમાજની એકતા અને અસ્તિત્વને કાયમ રાખવા માટે વધુ પ્રયાસ કરવાની આવશ્યકતા છે. 

    સંઘના સર કાર્યવાહ શ્રી હોસબાલે એ કહ્યું કે, કલ્યાણ આશ્રમ આ દિશામાં કાર્યરત છે. એટલા માટે જનજાતિ ક્ષેત્રના તમામ સાધુ-સંતો એ કલ્યાણ આશ્રમને સહયોગ આપી, આ સનાતન સંસ્કૃતિને મજબૂત કરવાનું કામ કરવું જોઈએ. આ સંત સમાગમમાં કલ્યાણ આશ્રમના રાષ્ટ્રીય અધ્યક્ષ સત્યેન્દ્ર સિંહ ગંગાધર મહારાજ, દાદુ દયાળ સહિત દેશભરના વિવિધ પ્રાંતોમાંથી આવેલા ૭૭ જનજાતિ સમાજના સંત-મહંત ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી કેટલાક સંતોએ જનજાતિ ક્ષેત્રના કાર્ય કરતા આવનાર પડકારો અને પરિસ્થિતિ બાબતે પોતાનો અનુભવ રજૂ કર્યો હતો

  . સંત સમાગમની પ્રસ્તાવના કલ્યાણ આશ્રમના રાષ્ટ્રીય અધ્યક્ષ સત્યેન્દ્રસિંહ એ મૂકી. પોતાના જનજાતિ સમાજને તોડવાના જુદા જુદા પ્રયાસ દેશના જનજાતિ ક્ષેત્રમાં ચાલી રહ્યા છે. આ પ્રયાસોને વિફળ કરવાને માટે તમામ સાધુ-સંતોએ આગળ આવી પ્રયાસ કરવાની આવશ્યકતા છે, એવું શ્રી સત્યેન્દ્ર સિંહજી એ કહ્યું. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ સાધુ-સંતોના ઉત્તર પ્રદેશ સરકારની કુંભ મેળા સમિતિ દ્વારા ભેટ વસ્તુ આપી સમ્માન કરવામાં આવ્યું


 

(12:23 AM IST)