News of Wednesday, 12th February 2025
સૌથી વધુ ભ્રષ્ટ દેશ દક્ષિણ સુદાન : સૌથી સ્વચ્છ ડેનમાર્ક -ફિનલેન્ડ- સિંગાપોર
દુનિયાના ભ્રષ્ટ દેશોની યાદી જાહેર, ભારત અને પાકિસ્તાનનો ક્રમ કયાં છે?

નવી દિલ્હી,તા.૧૨: ભ્રષ્ટાચાર એ ઉધઈ જેવો છે, જે આપણા સમાજ, અર્થતંત્ર અને સમગ્ર દેશને પોકળ બનાવી રહ્યો છે. સમાજ અને દેશના વિકાસમાં આ એક મોટો અવરોધ છે. ત્યારે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલે આજે ૧૮૦ દેશનું તારણ કાઢીને દુનિયાના સૌથી વધુ ભ્રષ્ટાચાર અને ઓછા ભ્રષ્ટાચારવાળા દેશની યાદી જાહેર કરી હતી. ૨૦૨૪ માટે આ રેન્કિંગમાં પાકિસ્તાનને રેન્ક આપવામાં આવ્યો છે.
CPIના રિપોર્ટ મુજબ વૈશ્વિક ભ્રષ્ટાચારનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આ રિપોર્ટમાં વિશ્વભરમાં ગંભીર ભ્રષ્ટાચારનો ખુલાસો થયો છે. દુનિયાના બે તળતિયાંશથી વધુ દેશો ૧૦૦ માંથી ૫૦ થી ઓછા સ્કોર પર સ્થાન પામ્યા છે. આશરે ૬.૮ અબજ લોકો એવા દેશોમાં રહે છે જ્યાં ૫૦થી ઓછો CPI સ્કોર છે, જે વિશ્વની કુલ વસ્તીના ૮૫ ટકા જેટલા છે. આ યાદી ૧૮૦ રાષ્ટ્રોને સમાવવામાં આવે છે.
વર્ષ ૨૦૨૪ના રેન્કિંગમાં ભારત ૩૮ પોઈન્ટ સાથે ૯૬મા ક્રમે રહ્યો છે. ભારતના અન્ય પાડોશી દેશમાં ૪૫ પોઈન્ટ સાથે રેન્કિંગમાં ૭૬મા ક્રમે છે. ભારતના અન્ય પાડોશી દેશ ચીન ૪૨ પોઈન્ટ સાથે રેન્કિંગમાં ૭૬મા ક્રમે છે. પાકિસ્તાન બે સ્થાન નીચે સરકીને ૧૩૫મા સ્થાને પહોંચી ગયું છે. ગયા વર્ષે તે ૧૩૩મા સ્થાને હતું, પરંતુ આ વખતે તેની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે.
CPI ૨૦૨૪માં ભ્રષ્ટાચારના સંદર્ભે સૌથી સ્વચ્છ દેશો ડેનમાર્ક (૯૦), ફિનલેન્ડ (૮૮) અને સિંગાપોર (૮૪) છે. સૌથી ભ્રષ્ટ દેશોમાં દક્ષિણ સુદાન (૮), સોમાલિયા (૯), વેનેઝુએલા (૧૦), સીરિયા (૧૨) અને લિબિયા (૧૩)નો સમાવેશ થાય છે. જો કે આ રેન્કિંગમાં પાડોશી દેશ પાકિસ્તાનની સ્થિતિ પણ કઈ સારી નથી, કારણ કે તે સતત આ નીચલા સ્તરના દેશો તરફ સરકી રહ્યું છે.
દુનિયાના સૌથી વધુ ભ્રષ્ટ દેશની યાદીમાં દક્ષિણ સુદાન પહેલા ક્રમે છે, જ્યારે ઈન્ડેક્સમાં આઠ પોઈન્ટ પ્રાપ્ત કરનારા અને સૌથી નીચાના રેન્ક ૧૮૦નો રેન્ક આપ્યો છે, જે સૌથી વધુ ભ્રષ્ટ દેશ છે. એના પછી સોમાલિયા ૧૭૯ અને વેનેઝ્યુએલા ૧૭૮મા ક્રમે છે. આ યાદીમાં સિરિયા ૧૭૭, યમન, લિબિયા, ઈરીટિયા સહિત અન્ય દેશનો સમાવેશ થાય છે
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
