<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

મુસ્‍લિમ યુવક પર ફીદા થઈ હિન્‍દુ મહિલા :બે બાળકો છોડી આવી ગઈ

પ્રેમી મોહમ્‍મદ મેરાજ અલીના ઘર સામે બેસીને ધરણાં કર્યા

ભાગલપુર,તા.૧૨: કહેવાય છે કે પ્રેમ ઉંમર, સંબંધ, જાતપાત કંઈ જોતો નથી. તમે એક ગીત તો સાંભળ્‍યું હશે ‘‘જંગ મેં ઔર પ્‍યાર મૈં સબ ચલતા હૈ યાર.'' કંઈક આવો જ કિસ્‍સો બિહારના ભાગલપુરના નવગછિયામાંથી સામે આવ્‍યો છે. જ્‍યાં પ્રેમ માટે થઈને એક મુસ્‍લિમ સમુદાયના પરણેલા યુવકે પ્રેમમાં પરણેલી એક હિન્‍દુ મહિલા પોતાના બે બાળકો છોડીને ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી નવગછિયા આવી પહોંચી છે. જે બાદ નવગછિયાના તેતરીમાં રહેવાસી પ્રેમી મોહમ્‍મદ મેરાજ અલીના ઘર સામે બેસીને ધરણાં કરવા લાગી હતી.

પ્રેમિકા બિંદિયા કુમારી ૩ વર્ષના પ્રેમને મેળવવા માટે પોતાના ઘરબાર છોડીને બિહારના ભાગલપુરમાં આવી ગઈ હતી. જે બાદ યુવકના પરિવારે પોલીસને સૂચના આપી દીધી હતી. આ ઘટના બાદ પોલીસે આવી અને મહિલાને ચોકીએ લઈ ગઈ હતી. સવારે આ મહિલા અને યુવક વચ્‍ચે હાઈ વોલ્‍ટેજ ડ્રામા ચાલ્‍યો હતો. પોલીસે બંનેને સમજાવીને મામલો શાંત પાડવાની કોશિશ કરી હતી.

મોહમ્‍મદ મેરાજ અલી મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ત્‍યારે આવા સમયે ૪ વર્ષ પહેલા યુપીના ગાઝિયાબાદ મજૂરી કરવા ગયો હતો. જ્‍યાં બિંદિયા તથા મેરાજ બંને ફેસબુક દ્વારા મળ્‍યા હતા. બંને વચ્‍ચે દોસ્‍તી થઈ અને દોસ્‍તી પ્રેમમાં બદલાઈ ગઈ. તો વળી છોકરાએ બિંદિયા સાથે જીવવા-મરવાની કસમો પણ ખાધી હતી. પણ બંને વચ્‍ચે બાદમાં ઝઘડો થઈ ગયો હતો. ૫ મહિના પહેલા મેરાજ અલી પાછો આવી ગયો. ૩ મહિના પહેલા તેણે લગ્ન પણ કરી લીધા. તેની જાણકારી મહિલાને થતાં તે બધું જ છોડીને નવગછિયા ગામમાં આવી પહોંચી, ત્‍યાં જઈને મેરાજ સાથે રહેવાની હઠ પકડી.

તો વળી પ્રેમિકા બિંદિયાએ મેરાજ અલી પર આરોપ લગાવતા કહ્યું કે, ‘‘મેરાજે પહેલા મારી સાથે પ્રેમ કર્યો, બાદમાં કયારેય યુપી તો કયારેક બિહાર લઈ જઈને મારી સાથે શારીરિક સંબંધ પણ બાંધ્‍યા. જ્‍યારે લગ્નની વાત આવી તો તેણે કોઈ બીજી સાથે લગ્ન કરી લીધા. મેરાજ અલીએ મારો ઉપયોગ કરી મને દગો આપ્‍યો છે. જ્‍યારે છોકરાના ઘરે ગઈ તો તેણે મને ખોટી સાબિત કરી. હવે તે મને રાખવા માટે તૈયાર નથી, હું મારા ઘરે પણ લડાઈ કરીને આવી ગઈ છું.''

તો વળી પ્રેમી મેરાજ અલીએ જણાવ્‍યું કે, ‘આ છોકરી સાથે ૩ વર્ષ પહેલા ફેસબુકમાં દોસ્‍તી થઈ હતી. ફોન પર કલાકો સુધી વાતો કરતા હતા. જ્‍યારે મને ખબર પડી કે તે બે બાળકોની માતા છે, તો ૮ મહિના સુધી વાત કરવાની બંધ કરી દીધી. બાદમાં મેં તેને કહ્યું કે, હું લગ્ન કરવા જઈ રહ્યો છું. ત્‍યાર બાદ મેં લગ્ન કરી લીધા. હવે તે ઘરે આવીને ડ્રામા કરી રહી છે.' જો કે પોલીસે બંનેને સમજાવી રહી છે. અરજી આપવામાં આવી છે કે નહીં માને તો ફરિયાદ નોંધવામાં આવશે.

(11:08 AM IST)