<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

પીએમ મોદીએ અમેરિકાના ઉપરાષ્‍ટ્રપતિ વાન્‍સના પુત્રના જન્‍મદિવસમાં હાજરી આપી

યુએસ વાઇસ પ્રેસિડેન્‍ટ જેડી વાન્‍સે પીએમ મોદીનો આભાર વ્‍યક્‍ત કર્યો અને કહ્યું, વડાપ્રધાન મોદી ખૂબ જ દયાળુ છે અને અમારા બાળકોને મળેલી ગીફટથી આનંદ થયો આ અદભુત વાતચીત માટે હું તેમનો આભારી છું પીએમ મોદીએ ટ્‍વિટર પર વાન્‍સ પરિવાર સાથેની તેમની મુલાકાતના ફોટા શેર કર્યા, જેમાં પીએમ વાન્‍સના પુત્રો ઇવાન અને વિવેક સાથે ઉભા છે

નવી દિલ્‍હી, તા.૧૨: પ્રધાનમંત્રી મોદીએ મંગળવારે પેરિસમાં AI એક્‍શન સમિટ દરમિયાન અમેરિકાના ઉપરાષ્‍ટ્રપતિ જેડી વાન્‍સ, તેમની ભારતીય મૂળની પત્‍ની ઉષા અને પુત્રોને મળ્‍યા હતા. પીએમ મોદીએ ટ્‍વિટર પર વાન્‍સ પરિવાર સાથેની તેમની મુલાકાતના ફોટા શેર કર્યા, જેમાં પીએમ વાન્‍સના પુત્રો ઇવાન અને વિવેક સાથે ઉભા છે. પીએમ વાન્‍સના પુત્ર વિવેકના જન્‍મદિવસમાં પણ હાજરી આપી હતી અને તેને ભેટ આપી હતી. તો વાન્‍સે પીએમ મોદીનો આભાર વ્‍યક્‍ત કર્યો છે, તેમને દયાળુ ગણાવ્‍યા છે.

પીએમએ યુએસ ઉપરાષ્‍ટ્રપતિના પરિવાર સાથેની તેમની મુલાકાતની તસવીરો ઇન્‍સ્‍ટાગ્રામ પર શેર કરી અને લખ્‍યું, યુએસ ઉપરાષ્‍ટ્રપતિ જે.ડી. વાન્‍સ અને તેના પરિવાર સાથે ખૂબ જ સુંદર મુલાકાત થઈ. અમારી વચ્‍ચે વિવિધ વિષયો પર ખૂબ સારી વાતચીત થઈ. તેમના પુત્ર વિવેકના જન્‍મદિવસની ઉજવણીમાં તેમની સાથે જોડાવાનો આનંદ છે!

આ દરમિયાન, યુએસ વાઇસ પ્રેસિડેન્‍ટ જેડી વાન્‍સે પીએમ મોદીનો આભાર વ્‍યક્‍ત કર્યો અને કહ્યું, વડાપ્રધાન મોદી ખૂબ જ દયાળુ છે અને અમારા બાળકોને ખરેખર ભેટોનો આનંદ મળ્‍યો. આ અદ્ભુત વાતચીત માટે હું તેમનો આભારી છું.

અગાઉ પીએમઓ ઇન્‍ડિયા દ્વારા શેર કરાયેલા એક વીડિયોમાં, વડા પ્રધાન વાન્‍સ સાથે દ્વિપક્ષીય વાતચીત કરતા જોવા મળ્‍યા હતા જ્‍યારે તેમની પત્‍ની ઉષા તેમને જોઈ રહી હતી.

સમિટમાં વાન્‍સના સંબોધન પછી તરત જ પીએમ મોદી અને યુએસ ઉપરાષ્‍ટ્રપતિ મળ્‍યા, જેમાં તેમણે ફ્રાન્‍સ સાથે કોન્‍ફરન્‍સના સહ-અધ્‍યક્ષ તરીકે પીએમ મોદીના AI પરના સકારાત્‍મક વલણનું સ્‍વાગત કર્યું.

વાન્‍સે કહ્યું, પીએમ મોદીએ જે કહ્યું તેની હું પ્રશંસા કરું છું. AI લોકોને સુવિધા પૂરી પાડશે અને તેમને વધુ ઉત્‍પાદક બનાવશે. તે મનુષ્‍યોનું સ્‍થાન લેશે નહીં, તે કયારેય મનુષ્‍યોનું સ્‍થાન લેશે નહીં.

વાન્‍સે કહ્યું કે તેમનો પુત્ર વિવેક ૧૨ ફેબ્રુઆરીએ ૫ વર્ષનો થયો. તે તેના પિતાની જેમ મોડે સુધી સૂવે છે. એટલા માટે બધા સૂઈ ગયા પછી, અમે ફરવા માટે બહાર ગયા. વિવેક પાંચ વર્ષનો થાય તેની થોડી મિનિટો પહેલાં જ સૂઈ ગયો. આ દિવસ પર વિચાર કરતી વખતે, મને લાગે છે કે મારું જીવન મોટાભાગના લોકો કરતાં સરળ છે. મારા દેશની અને સૌથી વધુ, મારા પરિવારની સેવા કરવાની તક મળી તે બદલ હું આભારી છું.

અગાઉ તેમણે કહ્યું હતું કે મારી યુરોપિયન અધિકારીઓ સાથે ફળદાયી બેઠક થઈ છે. આ બેઠકમાં રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના કાર્યસૂચિને આગળ વધારવામાં આવ્‍યો છે, ખાસ કરીને ટેકનોલોજી અને એઆઈના મામલામાં. હંમેશની જેમ, મને અમેરિકન લોકોની સેવા કરવાનો ગર્વ છે.

દરમિયાન, પીએમ મોદપ્રવાન્‍સ બેઠક પછી, ફ્રાન્‍સની રાજધાનીમાં શિખર સંમેલનમાં એસ્‍ટોનિયન રાષ્‍ટ્રપતિ અલાર કારિસ સાથે બીજી દ્વિપક્ષીય બેઠક યોજાઈ.

પીએમ મોદીએ ટ્‍વિટર પર ચર્ચામાં રહેલા બંને નેતાઓના ફોટા શેર કયાઃ પેરિસમાં AI એક્‍શન સમિટ દરમિયાન એસ્‍ટોનિયાના રાષ્‍ટ્રપતિ અલાર કારિસ સાથે ખૂબ જ ફળદાયી મુલાકાત થઈ. છેલ્લા કેટલાક વર્ષોમાં એસ્‍ટોનિયા સાથે ભારતના સંબંધો નોંધપાત્ર રીતે વધી રહ્યા છે. અમે વેપાર, ટેકનોલોજી, સંસ્‍કળતિ અને અન્‍ય ક્ષેત્રોમાં સંબંધોને વધારવાના માર્ગો પર ચર્ચા કરી.

એક નિવેદનમાં, વિદેશ મંત્રાલય એ જણાવ્‍યું હતું કે વડા પ્રધાને એસ્‍ટોનિયન સરકાર અને કંપનીઓને ભારતની વિકાસ વાર્તા દ્વારા ઓફર કરવામાં આવતી તકોનું અન્‍વેષણ કરવા અને ડિજિટલ ઇન્‍ડિયા જેવા કાર્યક્રમોનો લાભ લેવા આમંત્રણ આપ્‍યું હતું.

(11:52 AM IST)