<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

પીએમ મોદીના વિમાન ઉપર હુમલો કરી શકે છે આતંકી

મુંબઇ પોલીસને ધમકી મળતા ખળભળાટ : ફોન કોલ કરનારની ધરપકડ : વિમાનમાં બોંબ ફીટ કરાયાનું જણાવતા સુરક્ષા એજન્‍સીઓ સતર્ક બની ગઇ : જેની ધરપકડ થઇ તે માનસિક રીતે બિમાર

નવી દિલ્‍હી, તા.૧૨: વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના વિમાન પર આતંકવાદી હુમલાની કોલ ચેતવણી પર પોલીસે કાર્યવાહી કરી છે. આ સંબંધમાં મુંબઈથી એક વ્‍યક્‍તિની અટકાયત કરવામાં આવી હોવાના અહેવાલ છે. પીએમ મોદી હાલમાં ફ્રાન્‍સના પ્રવાસે છે અને ત્‍યારબાદ તેઓ અમેરિકા જશે. રાષ્‍ટ્રપતિ બન્‍યા પછી ડોનાલ્‍ડ ટ્રમ્‍પની આ પહેલી અમેરિકા મુલાકાત હશે.

મુંબઈ પોલીસે જણાવ્‍યું હતું કે પીએમ મોદીના વિદેશ પ્રવાસ પહેલા મળેલા કોલના સંદર્ભમાં ચેમ્‍બુર વિસ્‍તારમાંથી એક વ્‍યક્‍તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્‍યું હતું કે, ‘૧૧ ફેબ્રુઆરીના રોજ મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં ચેતવણીનો કોલ મળ્‍યો હતો કે પીએમ મોદી સત્તાવાર મુલાકાતે વિદેશ પ્રવાસ કરી રહ્યા હોવાથી આતંકવાદીઓ તેમના વિમાન પર હુમલો કરી શકે છે.'

પોલીસે કહ્યું, ‘માહિતીની ગંભીરતાને ધ્‍યાનમાં રાખીને, પોલીસે અન્‍ય એજન્‍સીઓને જાણ કરી અને તપાસ શરૂ કરી.' તેમણે કહ્યું, મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો કોલ કરનાર વ્‍યક્‍તિની ચેમ્‍બુર વિસ્‍તારમાંથી ધરપકડ કરવામાં આવી છે.ઁ તે માનસિક રીતે બીમાર છે.

પીએમ મોદીએ સોમવારે કહ્યું કે તેમની અમેરિકા મુલાકાત રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના પહેલા કાર્યકાળ દરમિયાન બંને દેશો વચ્‍ચે સહયોગમાં મળેલી સફળતાઓને આગળ વધારવાની તક હશે. તેઓ ૧૦ ફેબ્રુઆરીથી ૧૨ ફેબ્રુઆરી સુધી ફ્રાન્‍સની મુલાકાત લેશે અને ત્‍યાંથી તેઓ બે દિવસની અમેરિકાની મુલાકાતે જશે. તેમણે કહ્યું કે તેઓ રાષ્‍ટ્રપતિ ઇમેન્‍યુઅલ મેક્રોનના આમંત્રણ પર ફ્રાન્‍સ જઈ રહ્યા છે.(૨૩.૨૩)

(3:02 PM IST)