News of Wednesday, 12th February 2025
સોનામાં વધુ ૮૦૦ રૂા. તૂટયા બાદ ફરી ઉછાળો
ગઇકાલે રાત્રે ૮૮૩૦૦ રૂા.હતા તે ઘટીને ૮૭પ૦૦ થયા બાદ બપોરે ફરી ૮૭૭૦૦ થઇ ગયા

રાજકોટ, તા., ૧૨: સોનામાં સતત તેજી બાદ ગઇકાલે પત્યાઘાતી ઘટાડો થયા બાદ આજે સવારે વધુ ૮૦૦ રૂા.નો ઘટાડો થયો હતો. જો કે બપોરે ફરી ભાવ વધી ગયા હતા.
બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે આજે સવારે સોનામાં ૮૦૦ રૂા.નો ઘટાડો થયો હતો. સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૮૮૩૦૦ રૂા. હતા તે ઘટીને ૮૭પ૦૦ થયા હતા. જો કે બપોરે સોનામાં ફરી તેજીને પગલે ર૦૦ રૂા.નો ભાવવધારો થતા સોનુ (૧૦ ગ્રામ)ના ભાવ ૮૭૭૦૦ રૂા. થઇ ગયા હતા. ગઇકાલે સોનાના ભાવે ૮૮૬૦૦ ની ટોચની સપાટી બનાવ્યા બાદ ૩૦૦ રૂા.નો ઘટાડો થયો હતો. ત્યાર બાદ આજે સવારે ફરી ભાવો તુટયા હતા. જો કે બપોરે ફરી ભાવ વધી ગયા હતા. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૮,૭પ,૦૦૦ રૂા. થયા છે.
ચાંદીના ભાવ બપોર સુધીમાં કોઇ ખાસ વધઘટ ન હતી. ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૯૬,૦૦૦ રૂા.ની સપાટીએ સ્થિર હતા.
(3:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
