News of Wednesday, 12th February 2025
પત્નીની મરજી વિરૂદ્ધ પતિએ આચરેલું સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય અપરાધ નથી
પતિએ બળજબરી કરતાં પત્નીનું સારવાર વખતે મોત થયું હતું ટ્રાયલ કોર્ટે પતિને ૧૦ વર્ષ કેદની સજા ફટકારી હતી, પરંતુ છત્તીસગઢ હાઈકોર્ટે મુક્તિ આપી

રાયપુર, તા.૧૨: મહિલા સાથે તેની મરજી વિરુદ્ધ સંબંધ બાંધવાના કળત્યને અપરાધ માનવામાં આવે છે, પરંતુ અપરાધની આ વ્યાખ્યામાં પીડિત મહિલાના પતિને અપવાદરૂપ ગણવાનું છત્તીસગઢ હાઈકોર્ટે ઠરાવ્યું છે. પ્રસ્તુત કેસમાં, પરિણીત મહિલા સાથે બળજબરી કરી પતિએ સળષ્ટિ વિરુદ્ધનું કળત્ય આચર્યું હતું. પતિ દ્વારા બળાત્કારના પગલે મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. મહિલાના મરણોત્તર નિવેદનના આધારે ટ્રાયલ કોર્ટે પતિને ૧૦ વર્ષ કેદની સજા ફટકારી હતી.
પતિએ ટ્રાયલ કોર્ટના આ હુકમ સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. છત્તીસગઢ હાઈકોર્ટના જસ્ટિસ નરેન્દ્ર કુમાર વ્યાસ સમક્ષ આ કેસની સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં હાઈકોર્ટે ઠરાવ્યુ હતું કે, પત્નીની ઉંમર ૧૫ વર્ષ કરતાં ઓછી ન હોય તો પતિએ તેની સંમતિ અથવા સંમતિ વગર બાંધેલો જાતિય સંબંધ બળાત્કાર કહી શકાય નહીં.
પતિ-પત્નીના સંબંધમાં મહિલાની હાજરીનો અભાવ ખાસ મહત્ત્વ ધરાવતો નથી. તેથી અકુદરતી સેક્સ માટે પતિને કસૂરવાર ઠરાવી શકાય નહીં. આરોપી પતિને હાઈકોર્ટે નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો હતો. ૨૦૧૭માં એક પુરુષે પોતાની પત્નીની મરજી વિરુદ્ધ સળષ્ટિ વિરુદ્ધનું કળત્ય આચર્યુ હતું. આ ઘટનોના પગલે મહિલાને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.
સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. મહિલાએ પોતાના મરણોત્તર નિવેદનમાં પતિએ બળાત્કાર ગુજાર્યો હોવાનું જણાવ્યું હતું. તબીબી તપાસમાં પણ મહિલાના મળત્યુનું કારણ બળાત્કાર હોવાનું ખુલ્યું હતું.
પોલીસે પતિની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. ટ્રાયલ કોર્ટે પતિને કસૂરવાર ઠરાવી ૧૦ વર્ષ કેદની સજા ફટકારી હતી. છત્તીસગઢ હાઈકોર્ટમાં આરોપી પતિ દ્વારા અરજી કરવામાં આવી હતી. પતિએ ટ્રાયલ કોર્ટના હુકમને પડકાર્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ઠરાવ્યું હતું કે, પતિએ તેની પત્ની સાથે બાંધેલો જાતિય સંબંધ બળાત્કાર કહી શકાય નહીં. તેથી સળષ્ટિ વિરુદ્ધનો સંબંધ બાંધવા બળજબરી કરવાનું કળત્ય અપરાધ ગણી શકાય નહીં. ટ્રાયલ કોર્ટે પતિને બળાત્કારના આરોપોમાંથી મુક્ત કર્યો હતો.
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
