<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

રામ મંદિરના મુખ્‍ય પૂજારી આચાર્ય સત્‍યેન્‍દ્ર દાસનું નિધન

સવારે લખનઉના પીજીઆઈમાં તેમણે અંતિમ શ્વાસ લીધા, સ્‍ટ્રોક આવ્‍યા બાદ તેમને ૩ ફેબ્રુઆરીએ ગંભીર હાલતમાં PGIના ન્‍યુરોલોજી વોર્ડના HDUમાં દાખલ કરવામાં આવ્‍યા હતા

લખનૌ, તા.૧૨: અયોધ્‍યામાં શ્રી રામ મંદિરના મુખ્‍ય પૂજારી આચાર્ય સત્‍યેન્‍દ્ર દાસનું નિધન થયું છે. તેમણે બુધવારે લખનઉના પીજીઆઈમાં અંતિમ શ્વાસ લીધા. સ્‍ટ્રોક આવ્‍યા બાદ તેમને ૩ ફેબ્રુઆરીએ ગંભીર હાલતમાં PGIના ન્‍યુરોલોજી વોર્ડના HDUમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથે પણ થોડા દિવસ પહેલા તેમની મુલાકાત લીધી હતી અને તેમના ખબરઅંતર પૂછયા હતા. પીજીઆઈના ડિરેક્‍ટર ડૉ. આરકે ધીમનના જણાવ્‍યા અનુસાર, તેમની સતત ડોકટરોની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી હતી. આચાર્ય સત્‍યેન્‍દ્ર દાસ ૮૫ વર્ષના હતા. તેમણે પોતાનું આખું જીવન રામલલાની સેવામાં સમર્પિત કર્યું હતું. આચાર્ય સત્‍યેન્‍દ્ર દાસ અયોધ્‍યામાં જન્‍મસ્‍થળના તંબુમાં હતા ત્‍યારથી જ રામ લલ્લાની સેવા કરતા હતા. હોસ્‍પિટલમાંથી મળેલી માહિતી અનુસાર, આચાર્ય સત્‍યેન્‍દ્ર દાસે આજે એટલે કે બુધવારે અંતિમ શ્વાસ લીધા. તેમને પીજીઆઈના ન્‍યુરોલોજી વોર્ડ એચડીયુમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. SGPGI એ એક નિવેદનમાં જણાવ્‍યું હતું કે, શ્રી સત્‍યેન્‍દ્ર દાસજીને સ્‍ટ્રોક આવ્‍યો છે. તેઓ ડાયાબિટીસ અને હાઈ બ્‍લડ પ્રેશરથી પીડાતા હતા અને હાલમાં ન્‍યુરોલોજી આઈસીયુમાં દાખલ હતા. પીજીઆઈ વહીવટીતંત્રના અધિકારી પીઆરઓએ જણાવ્‍યું હતું કે તેમણે સવારે પીજીઆઈમાં અંતિમ શ્વાસ લીધા

(3:22 PM IST)