News of Wednesday, 12th February 2025
ફ્રાંસ પહોંચ્યા પહેલા PM મોદીનું વિમાન ૪૬ મિનિટ સુધી પાકિસ્તાનમાં હતું
અફઘાનિસ્તાનનું હવાઈ ક્ષેત્ર બંધ થવાને કારણે ભારતીય વડાપ્રધાનના વિમાનને પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થવાની મંજૂરી આપવામાં આવી હતી

ઇસ્લામાબાદ, તા.૧૨: ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાને પેરિસના પ્રવાસ દરમિયાન પાકિસ્તાન હવાઇ વિસ્તારનો ઉપયોગ કર્યો હતો. ARY ન્યૂઝે નાગરિક ઉડ્ડયન સુત્રોના હવાલાથી આ જાણકારી આપી છે. PM મોદીનું વિમાન, જેને ‘ઇન્ડિયા ૧' કહેવામાં આવે છે, આ વિમાને પાકિસ્તાનના શેખપુરા, હફીઝાબાદ, ચકવાલ અને કોહાટ વિસ્તારમાંથી પ્રવેશ કર્યો હતો અને લગભગ ૪૬ મિનિટ સુધી પાકિસ્તાનની સરહદની અંદર રહ્યું હતું. અફઘાનિસ્તાનનું હવાઈ ક્ષેત્ર બંધ થવાને કારણે ભારતીય વડા પ્રધાનના વિમાનને પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થવાની મંજૂરી આપવામાં આવી હતી. આ પહેલી વાર નથી જ્યારે નરેન્દ્ર મોદીના વિમાને પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કર્યો હોય. ગયા વર્ષે ઓગસ્ટ ૨૦૨૪માં, મોદીના વિમાને પોલેન્ડથી દિલ્હીની મુસાફરી દરમિયાન પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કર્યો હતો. તે સમયે વિમાન રાત્રે ૧૧ વાગ્યે પાકિસ્તાની સરહદમાં પ્રવેશ્યું અને ૪૬ મિનિટ સુધી ત્યાં રહ્યું હતું. માર્ચ ૨૦૧૯માં પાકિસ્તાને નાગરિક ફ્લાઇટ્સ માટે તેના તમામ હવાઈ ક્ષેત્રના પ્રતિબંધો હટાવી લીધા હતા જે લગભગ પાંચ મહિનાથી બંધ હતા.આ નિર્ણય ભારતપ્રપાકિસ્તાન સૈન્ય ગતિરોધ બાદ લેવામાં આવ્યો હતો જે જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સુરક્ષા કાફલા પર થયેલા હુમલામાં ૪૪ ભારતીય અર્ધલશ્કરી પોલીસ અધિકારીઓ શહીદ થયા હતા. આ પછી, ઓગસ્ટ ૨૦૧૯માં જ્યારે નરેન્દ્ર મોદીની સરકારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫A રદ કરી ત્યારે પાકિસ્તાને ભારત સાથેના રાજદ્વારી સંબંધો ઘટાડી દીધા હતા. આ ઉપરાંત, બંને દેશો વચ્ચે પરસ્પર દ્વિપક્ષીય વેપાર સ્થગિત કરવામાં આવ્યો હતો ત્યારથી બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય નથી.(૨૩.૨૨)
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
