તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૯, ગુરૂવાર
News of Wednesday, 12th February 2025
માંસ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા ૯૦૦ ઘેટા આયાત કરશે કાશ્મીર સરકાર
દર મહીને ૧ લાખથી વધારે ઘેટાની માંગ ૪૧ ટકા માંગ આયાતથી કરાય છે પુરી

જમ્મુઃ જમ્મુ કાશ્મીરમાં માંસની વધતી માંગને પુરી કરવા માટે રાજય સરકારે એકીકૃત કૃષિ વિકાસ કાર્યક્રમ હેઠળ ઓસ્ટ્રેલીયાથી ૯૦૦ ઘેટાઓની આયાતને મંજુરી આપી છે. ૨૬ કરોડ રૂપિયાના બજેટવાળી આ પહેલ બે ઉચ્ચ ઉપજવાળી પ્રજાતિઓ ડોર્પર અને ટેકસેલ પર આધારિત છે, જે પોતાની બહેતરીન માંસ ઉત્પાદન ક્ષમતાઓ માટે પ્રસિધ્ધ છે.
ઉપલબ્ધ માહિતી અનુસાર, જમ્મુ-કાશ્મીર સરકારે રાજયમાં માંસની વધતી માંગને પુરી કરવા માટે ઓસ્ટ્રેલીયાથી ૯૦૦ ઘેટાઓ આયાત કરવાનો નિર્ણય કર્યો છે. આ પહેલ એકીકૃત કૃષિ વિકાસ કાર્યક્રમનો ભાગ છે અને તેના માટે ૨૬ કરોડ રૂપિયાનું બજેટ ફાળવાયુ ંછે.આ યોજનાનો ઉદેશ રાજયને માંસ ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવાનો છે જેથી આયાત ઘટાડી શકાય. હાલમાં, જમ્મુ-કાશ્મીરમાં વાર્ષિક લગભગ ૧૫ લાખ ઘેટાઓની ખપત થાય છે. જેનાથી ૪૧ ટકા દેશના અન્ય ભાગોમાંથી આયાત કરવામાં આવે છે. તેના લીધે રાજયને ૧૧૦૦ કરોડનો ખર્ચ થાય છે. નવી પરિયોજના ઉન અને મટન ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને આયાત ઘટાડવા માટેની ૩૨૯ કરોડ રૂપિયાની વ્યાપક પંચ વર્ષીય યોજનાનો ભાગ છે.
મૂળ દક્ષિણ આફ્રિકાના ડોર્પર ઘેરા પોતાની ઉચ્ચ પ્રજનન ક્ષમતા, વિભીન્ન વાતાવરણમાં અનુકુળ થઇને ઝડપથી માંસપેશીઓના વિકાસ માટે જાણીતા છે.આ પ્રજાતિના ઘેટા જ મહિનામાંજ ૩૫-૪૦ કીલોના થઇ જાય છે જયારે વયસ્ક ઘેટાનું વજન ૯૦ કિલો જેટલું હોય છે. તો નેધરલેન્ડની ડચ પ્રજાતિના ટેકસેલ ઘેટાઓ પણ પોતાની માંસ પેશીઓના વિકાસ માટે એટલા જ કિંમતી છે.
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
