<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

પુણેમાં જીબીએસનો આંકડો ૧૯૭: ૨૦ દર્દીઓ વેન્‍ટિલેટર પરઃ ૫૦ ICUમાં દાખલ

 

પુણે, તા.૧૨: મહારાષ્‍ટ્રના પુણેમાં  ગુઇલિયન-બેરી સિન્‍ડ્રોમ કેસોની સંખ્‍યામાં વધારો થયો છે. આરોગ્‍ય વિભાગના અધિકારીઓએ જણાવ્‍યું હતું કે પુણે વિસ્‍તારમાં ગુલિયન-બેરી સિન્‍ડ્રોમના શંકાસ્‍પદ અને પુષ્ટિ થયેલા કેસોની સંખ્‍યા ૧૯૭ પર પહોંચી ગઈ છે. આ નર્વ ડિસઓર્ડરના વધુ પાંચ દર્દીઓ મળી આવ્‍યા છે. આરોગ્‍ય વિભાગના એક અધિકારીએ જણાવ્‍યું કે પુણેના પાંચ દર્દીઓમાં ૨ નવા કેસ અને ૩ અગાઉના કેસ સામેલ છે. આ બીમારીને કારણે અત્‍યાર સુધીમાં કુલ સાત લોકોના મોત થયા છે.

આરોગ્‍ય વિભાગની યાદીમાં જણાવાયું છે કે ૧૯૭ કેસમાંથી ૧૭૨ જીબીએસ સંબંધિત કેસોની સારવાર કરવામાં આવી છે. લગભગ ૪૦ દર્દીઓ પુણે મ્‍યુનિસિપલ કોર્પોરેશન વિસ્‍તારના છે, ૯૨ પીએમસીમાં નવા ઉમેરાયેલા ગામોમાંથી, ૨૯ પિંપરી ચિંચવડ સિવિલ લિમિટના, ૨૮ પુણે ગ્રામીણ અને આઠ અન્‍ય જિલ્લાના છે. ૧૦૪ દર્દીઓને રજા આપવામાં આવી છે, ૫૦ ICUમાં છે અને ૨૦ વેન્‍ટિલેન્‍ટર સપોર્ટ પર છે.

ગુઇલેન બેરી સિન્‍ડ્રોમ સામાન્‍ય રીતે હાથ અને પગમાં કળતર અને નબળાઇ સાથે શરૂ થાય છે. આ લક્ષણો ઝડપથી ફેલાઈ અને વ્‍યકિત લકવાગ્રસ્‍ત થઈ શકે છે. (રર.૧૧)

(3:55 PM IST)