<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

શાનમુગા હોસ્‍પિટલ આઇપીઓ લાવશેઃ દર્દીઓને વધુ સારી આરોગ્‍ય સુવિધા આપવા કટીબધ્‍ધ

રાજકોટ તા.૧૨: તામિલનાડુના સાલેમમાં અગ્રણી મલ્‍ટીસ્‍પેશિયાલિટી હેલ્‍થકેર માટે જાણીતી શાનમુગા હોસ્‍પિટલ લિમિટેડ, તેના વિકાસના આગળના તબક્કામાં પ્રવેશ કરતી વખતે ઉચ્‍ચ ગુણવત્તાની તબીબી સંભાળ પૂરી પાડવાની નેમ સાથે લોકોના આટલા પ્રેમ અને હૂંફને આવકારી છે. ૧૫૧ બેડની અત્‍યાધુનિક તબીબી સુવિધાઓ સાથે, હોસ્‍પિટલ વધતી જતી હેલ્‍થ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તેની સેવાઓમાં વધારો કરવાનું જાહેર કર્યું છે. NABH અને NABL-માન્‍યતા પ્રાપ્ત સંસ્‍થા તરીકે, શાનમુગા હોસ્‍પિટલ દર્દી સંભાળમાં શ્રેષ્ઠતા માટે પણ સમર્પિત છે, વિવિધ હેલ્‍થ કેર સેવા જેવી કે ઓન્‍કોલોજી, ન્‍યુરોલોજી, કાર્ડિયોલોજી અને બીજી વિશિષ્ટ ટ્રીટમેન્‍ટ હાલમાં આપી રહી છે. હોસ્‍પિટલ વિવિધ સરકારી એજન્‍સીઓ અને ઇન્‍શ્‍યોરન્‍સ કંપનીઓ સાથે પણ જોડાયેલી છે, જે વિશાળ સમુદાય માટે ઝડપી અને સસ્‍તી સારવાર ઉપલબ્‍ધ કરાવી રહી છે. અને કંપની પોતાનો આઇપીઓ પણ લાવી રહી છે જેનાથી હોસ્‍પિટલનો વ્‍યાપ વધવાની સાથે વધારે લોકો સુધી ઉચ્‍ચકોટિની સારવાર પહોંચાડી શકાય.

(4:04 PM IST)