<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

આકડાના છોડમાંથી વસ્ત્ર બનાવવાનો વિકલ્પ ખૂલ્યો

આકડાના રેશાઓમાંથી મોટાપાયા પર કપડા બનાવવામાં આવશે

નવીદિલ્હી: ખેતર તેમજ ખુલ્લી જગ્યાઓમાં આપમેળે ઊગતો આકડાનો (મિલ્કવીડ) છોડ હવે જંગલી રહ્યો નથી. આકડાના છોડમાં ઉગતા ફૂલમાથી કપડા તૈયાર કરવાની ટેકનિક તૈયાર થઈ ચૂકી છે. કપાસના રેશા (ફાઇબર) થી બનનાર કપડાની જેમ આકડાના રેશાઓમાંથી મોટાપાયા પર કપડા બનાવવામાં આવશે. આકડા ના રેશમા ઉન કરતા પણ વધુ ગરમાવો હોય છે અને તેનાથી તૈયાર કરવામાં આવતાં કપડા ૫૦ ડિગ્રી સેલ્સિયસ થી પણ ઓછા તાપમાનમાં પણ ગરમાવો આપવામાં કરગર સાબિત થશે. આંકડાનો ઔદ્યોગિક ઉપયોગ થવાને કારણે ખેતીમાં પ્રોત્સાહનની સાથે સાથે ખેડૂતોની આવકમાં પણ વધારો થશે. આકડાના પલ્પથી કાગળ પણ બનાવી શકાશે.

(11:18 PM IST)