News of Wednesday, 12th February 2025
સંસદમાં હવે ૧૬ ભાષાઓમાં સદનની કાર્યવાહીના અનુવાદની વ્યવસ્થા થશે
સંસદમાં અત્યાર સુધી હિન્દી અને અંગ્રેજી સહિત કુલ ૧૦ ભાષાઓના અનુવાદની વ્યવસ્થા હતી

નવીદિલ્હી: લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું કે, ભારતની સંસદ દુનિયાની એકમાત્ર વિદાયી સંસ્થા છે, જ્યાં એક સાથે આટલી બધી ભાષાઓનો અનુવાદ કરવામાં આવી રહ્યો છે. હાલ સંસદમાં અત્યાર સુધી હિન્દી અને અંગ્રેજી સહિત કુલ ૧૦ ભાષાઓના અનુવાદની વ્યવસ્થા હતી. તેમાં (મંગળવારે) છ ભાષાઓ (૧) સંસ્કૃત (૨) ઉર્દુ (૩) બોડો (૪) ડોગરી (૫) મૈથિલી (૬) મણિપુરી જોડવામાં આવતા હવે, ૧૬ ભાષાઓમાં સદનની કાર્યવાહીના અનુવાદની વ્યવસ્થા થશે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું કે, તેમનો પ્રયાસ રહેશે કે, માન્યતા પ્રાપ્ત તમામ 22 ભાષાઓમાં કાર્યવાહીનો અનુવાદ થાય. માનવ સંસાધનની ઉપલબ્ધતા થવા પર તેને લાગુ કરવામાં આવશે
(11:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
