News of Wednesday, 12th February 2025
પૃથ્વીમાં તિરાડો પડવા લાગી : આફ્રિકા પર જોખમ : કેટલાક દેશો પાણીમાં ડુબી જશે
વૈજ્ઞાનિકો કહે છે કે આ તિરાડ આફ્રિકન ખંડને વધુ વિભાજિત કરશે.

નવીદિલ્હી: વૈજ્ઞાનિકો માને છે કે, આફ્રિકન અને સોમાલી પ્લેટો દર વષે ૦.૮ સેન્ટીમીટરના દરે અલગ થઈ રહી છે, આના કારણે મોટા પાયે તિરાડો પડી રહી છે અને જમીનનો એક ભાગ નબળો પડી રહ્યો છે. ઇથોપિયાના અફાર ક્ષેત્રમાં ૬૦ કિલોમીટર લાંબી તિરાડ પડી ચૂકી છે. જે ૧૦ મીટરની ઊંડાઈ સુધી પહોંચી છે. વૈજ્ઞાનિકો કહે છે કે આ તિરાડ આફ્રિકન ખંડને વધુ વિભાજિત કરશે. જ્યારે ટેક્ટોનિક બળો વ્દારા આફ્રિકામાં એક નવો મહાસાગર બનાવવામાં આવી રહ્યો છે, આ કારણે પૂર્વ આફ્રિકા બે ભાગમાં વહેંચાઈ રહ્યો છે. એટલે કે સમુદ્રની રચના આફ્રિકાના નકશાને ફરીથી દોરશે અને તેની ઈકોસિસ્ટમને બદલી નાખશે. વર્ષ-૨૦૦૫ માં ઇથોપિયામાં ૪૨૦ થી વધુ ભુકંપ આવ્યા હતા, જેના કારણે જમીનમાં તિરાડો પડી હતી. વૈજ્ઞાનિકોના મતે નવા મહાસાગરની રચના આફ્રિકાના નકશાને ફરીથી દોરશે છે અને તેની ઈકો સિસ્ટમ કાયમ માટે બદલાઈ જશે, જ્યારે યુગાન્ડા અને ઝામ્બિયા જેવા લેન્ડલોક દેશો સમુદ્ર સુધી પહોંચી શકે છે, તેમજ ઘણા દેશો સમુદ્રમા ડૂબી શકે છે
(11:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
