<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્‍યાન વિધીઓ ૪૦

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્‍યાનની વિધીઓ

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૯ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

વિધિ- ૪૦: ‘‘ કોઇપણ અક્ષરના ઉચ્‍ચારણમાં અને એના ક્રમિક પરિષ્‍કારમાં નિર્ધ્‍વનિમાં જાગો''

કોઇ ધ્‍વનિ કે કોઇ અક્ષર સાથે પ્રયોગ કરો. દાખલા તરીકે ઓમ સાથે જ પ્રયોગ કરો. એના આરંભમાં જ જાગો કે જયારે તમે ધ્‍વનિ કર્યો નથી કે જયારે ધ્‍વનિ નિર્ધ્‍વનિમાં પ્રવેશ કરે ત્‍યારે જાગો. આ કેવી રીતે કરશો?

કોઇ મંદિરમાં જતા રહો. ત્‍યાં ઘંટ હશે કે ઘંટડી હશે. ઘંટને હાથમાં લો અને અટકો.પહેલા પુરી રીતે સજાગ થઇ જાવ. ધ્‍વનિ થવાનો છે અને તમારે એનો આરંભ ચુકવાનો નથી. પહેલા તો પુરેપુરા સજાગ થઇ જાઓ. એમ માની લો કે એના ઉપર જ તમારૂ જીવન નિર્ભર છે. એમ સમજો કે હમણા કોઇ તમારી હત્‍યા કરવાનો છે અને તમારે સાવધાન થઇ જવાનું છે. એવા સાવધાન થઇ જાઓ- માની લો  કે આ તમારૂ મોત બનનાર છે. જો તમે તમારા મનમાં કોઇ વિચાર કરતા હશો તો રોકાઇ જાઓ કારણ કે વિચાર ઉંઘ છે. વિચારના રહેતા તમે સજાગ નથી થઇ શકતા અને જો તમે સજાગ બનો છો તો વિચાર નથી રહેતા. રોકાઇ જાઓ. જયારે એમ લાગે કે હવે મન નિર્વિચાર થઇ ગયું કે મનમાં વિચારવાનું કોઇ વાદળું ના રહ્યું કે હવે હું જાગરૂક છું ત્‍યારે ધ્‍વનિ સાથે ગતિ કરો. પહેલા જયારે ધ્‍વનિ નથી ત્‍યારે એના ઉપર ધ્‍યાન આપો અને પછી આંખો બંધ કરી દો અને જયારે ધ્‍વનિ થાય, ઘંટ વાગે, ત્‍યારે ધ્‍વનિ સાથે ગતિ કરો. ધ્‍વનિ ધીમામાં ધીમો, સુક્ષ્મથી સુક્ષ્મ થતો જશે અને પછી ખોવાઇ જશે. આ ધ્‍વનિ સાથે યાત્રા કરો. સજાગ અને સાવધાન રહો. ધ્‍વનિ સાથે એના અંત સુધી યાત્રા કરો, એના બંને છેડાને, આરંભ અને અંતને જુઓ.

પહેલા કોઇ બહારના ધ્‍વનિ સાથે ઘંટ કે ઘંટડી સાથે પ્રયોગ કરો. પછી આંખો બંધ કરીને ભીતર કોઇ અક્ષરનો, ઓમ કે કોઇ બીજા અક્ષરનો ઉચ્‍ચાર કરો. એની સાથે પણ એ જ પ્રયોગ કરો. આ મુશ્‍કેલ હશે. એટલા માટે આપણે પહેલા બહારના ધ્‍વનિ સાથે પ્રયોગ કરીએ છીએ. જયારે બહાર કરવામાં સક્ષમ થઇ જશો તો પછી  ભીતર  કરવાનું પણ સહેલું બનશે. ત્‍યારે ભીતર કરો એ ક્ષણની પ્રતીક્ષા કરો, જયારે મન ખાલી થઇ જાય, પછી ભીતર ધ્‍વનિ નિર્મિત કરો. એનો અનુભવ કરો, એની સાથે ગતિ કરો, જયાં સુધી તે બિલકુલ ખોવાઇ ના જાય.

આ પ્રયોગ કરવામા સમય લાગશે. કેટલાક મહિના લાગશે. ઓછામાં ઓછા ત્રણ મહિના. ત્રણ મહિનામાં તમે ઘણા સજાગ થઇ જશો. વધારેમાં વધારે જાગરૂક બની જશો. ધ્‍વનિની પહેલાની અવસ્‍થા અને ધ્‍વનિના પછીની અવસ્‍થાનું નિરીક્ષણ કરવાનું છે કશું જ ચુકી જવાનું નથી અને જયારે એટલા સજાગ થઇ જશો કે ધ્‍વનિના આદિ અને અંતને જોઇ શકો તો એ પ્રક્રિયા દ્વારા તમે કોઇ જુદા જ માણસ બની જશો.

- રજનીશના પ્રણામ

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:43 AM IST)