News of Thursday, 13th February 2025
રૂપિયો ૩૨૫ કે કૂકિંગ ઓઈલના ભાવ ઉછાડયા
વધતી કિંમતોથી સામાન્ય પ્રજાના ખિસ્સા વધુ હળવા થયો જે તેલોની આયાત નથી કરાતી તે પણ મોંઘા થતાં આヘર્ય ફેબ્રુ.માં સોયાબીન, સનફલાવર, પામ ઓઈલનાકિ.ગ્રા. દીઠ ભાવમાં રૂ.છ સુધીનો વધારો ટૂંક સમયમાં આયાતી ફળોના ભાવમાં પણ વધારો જોવા મળશે

નવી દિલ્હી,તા.૧૩: હાલ અમેરિકન ડોલર સામે રૂપિયાનું ઐતિહાસિક ધોવાણ થયું છે. ડોલર સામે રૂપિયો મોંઘો થવાથી સામાન્ય પ્રજાને મોંઘવારીની વધુ અસર વર્તાઈ રહી છે. કેમ કે, છેલ્લા બે સપ્તાહમાં જ કુકિંગ ઓઈલના કિલોગ્રામ દીઠ ભાવમાં રૂા.છ સુધીનો નોંધપત્ર વધારો થયો છે. નવાઈની વાત એ છે કે, જે ઓઈલની આયાત કરવામાં નથી આવતી તેવા તેલના ભાવમાં પણ વધારો થયો છે.
ભારતીય ઘરોના રસોડામાં જે રાંધણ તેલનો ઉપયોગ કરવામાં આવે છે તે પૈકી ૯૦ ટકા કુકિંગ ઓઈલની સમગ્ર વિશ્વમાંથી આયાત કરવામાં આવે છે. જેથી રાંધણ તેલના વધતાં ભાવો ચિંતાનો વિષય બન્યા છે. બીજી તરફ કીવી, એવોકાડો, નાશપતી, પ્રીમિયમ એપ્પલ સહિતના વિદેશી ફળો અને ડ્રાયફૂટ્સના આયાતકાર વિક્રેતાઓએ જણાવ્યું હતું કે, ડોલર સામે રૂપિયો પછડાતાં આયાત મોંઘી થઈ છે, જેથી તેમને આયાત મૂલ્યમાં થયેલા આ વધારાનો બોજો ચાહકો પર નાંખવો પડશે. જેથી ટૂંક સમયમાં વિદેશી ફળો અને ડ્રાયફૂટ્સની કિંમતોમાં પણ વધારો થશે. સોયાબીન, સનફ્લાવર અને પામ ઓઈલના કિલોગ્રામ દીઠ ભાવમાં ફેબ્રુઆરીની શરૂઆતથી અત્યાર સુધીમાં પાંચ ટકાથી વધુનો વધારો થયો છે. પામ ઓઈલનો ભાવ ૪.૨૮ ટકા વધીને કિલોગ્રામ દીઠ રૂ.૧૪૯ થયો છે. સોયાબીન ઓઈલનો કિલોગ્રામ દીઠ ભાવ ૫.૪ ટકા વધીને રૂ. ૧૩૫ થયો છે. જ્યારે સનફ્લાવર ઓઈલની કિંમત ૩.૨ ટકા વધીને કિ.ગ્રા. દીઠ રૂ.૧૫૮ થઈ છે. નવાઈની વાત તો એ છે કે, જે કકિંગ ઓઈલની આયાત નથી કરાતી તેવા તેલના ભાવ પણ વધ્યાં છે. મસ્ટર્ડ ઓઈલનો ભાવ કિ.ચા. દીઠ રૂ.૧૯૩થી વધીને રૂ.૧૬૬ થયો છે. જ્યારે મગફળી ઓઈલનો ભાવ રૂ.૧૮૩થી વધીને રૂ.૧૮૫ થયો છે. કપાસિયા તેલની કિંમત કિલોગ્રામ દીઠ રૂ.૧૨૫થી વધીને રૂ. ૧૩૧ થઈ છે.
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, આ સ્થિતિનો સીધો મતલબ એમ થાય છે કે, આગળ પણ જો રૂપિયાનું ધોવાણ ચાલુ રહેશે તો ચલણના પ્રમાણમાં રાંધણ તેલ મોંઘું થતું રહેશે.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
