<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

લોકસભામાં નવું આવકવેરા બિલ રજૂઃ ૧૦ મોટા ફેરફારોઃ સીધી અસર કરદાતાઓ પર પડશે

૧૯૬૧ના જૂના આવકવેરા કાયદામાં ૮૮૦ પાના હતા, જ્‍યારે હવે તે ઘટાડીને ૬૨૨ પાના કરવામાં આવ્‍યા છે, નવા બિલમાં ૫૩૬ કલમો અને ૨૩ પ્રકરણો છેઃ સરળ - સુસ્‍પષ્‍ટ - પારદર્શી : TDSથી લઈને પગાર સુધીની બાબતોનો સમાવેશ

નવી દિલ્‍હી, તા.૧૩: આજે સંસદના બજેટ સત્ર દરમિયાન, નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં નવું આવકવેરા બિલ ૨૦૨૫ રજૂ કર્યું છે. આ નવો કાયદો આવકવેરા કાયદા ૧૯૬૧નું સ્‍થાન લેશે. ૬૩ વર્ષ પછી થઈ રહેલા આ મોટા પરિવર્તનમાં ઘણા મહત્‍વપૂર્ણ સુધારા કરવામાં આવ્‍યા છે. આ બિલને તાજેતરમાં કેબિનેટે મંજુરી આપી હતી. બિલને વધુ વિચાર વિમર્શ માટે સંસદની સ્‍થાયી સમિતિ પાસે મોકલાશે. બિલ ૧લી એપ્રિલ ૨૦૨૬થી લાગુ થશે.

૧૨ ફેબ્રુઆરીના રોજ બહાર પાડવામાં આવેલા ડ્રાફ્‌ટ કોપી અનુસાર, નવો આવકવેરા કાયદો પહેલા કરતા ટૂંકો, સરળ અને સમજવામાં સરળ હશે. આનાથી કરદાતાઓ માટે જટિલતા ઓછી થશે અને કર પ્રણાલી વધુ સ્‍પષ્ટ બનશે.

કેન્‍દ્ર સરકારે આવકવેરા બિલ ૨૦૨૫ ને પહેલા કરતા વધુ સરળ, પારદર્શક અને કરદાતાઓને અનુકૂળ બનાવવાનો દાવો કર્યો છે. તેમાં ડિજિટલાઇઝેશન, કર ચુકવણીમાં સુધારો અને કરચોરી સામે કડક કાર્યવાહી જેવા ફેરફારો કરવામાં આવ્‍યા છે. ચાલો જાણીએ આ નવા આવકવેરા બિલ વિશે ૧૦ મોટી વાતોઃ

૧. જૂના કાયદા કરતાં ટૂંકો અને સરળઃ નવું આવકવેરા બિલ ૨૦૨૫ સામાન્‍ય લોકો માટે સરળ ભાષામાં લખવામાં આવ્‍યું છે અને તે પહેલા કરતાં વધુ સંક્ષિપ્ત છે. ૧૯૬૧ના જૂના આવકવેરા કાયદામાં ૮૮૦ પાના હતા, જ્‍યારે હવે તે ઘટાડીને ૬૨૨ પાના કરવામાં આવ્‍યા છે. નવા બિલમાં ૫૩૬ કલમો અને ૨૩ -કરણો છે.

૨. ‘આકારણી વર્ષ' ને બદલે ‘કર વર્ષ': સરકાર નવા આવકવેરા બિલમાં આકારણી વર્ષના સ્‍થાને કર વર્ષ દાખલ કરવાની તૈયારી કરી રહી છે. તેનો હેતુ આકારણી વર્ષ અને પાછલા નાણાકીય વર્ષ અંગેની મૂંઝવણનો અંત લાવવાનો છે.

હાલમાં ઘણા લોકો નક્કી કરી શકતા નથી કે તેમણે કયા વર્ષ માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવું. નવી કરવેરા વર્ષની સિસ્‍ટમ આ સમસ્‍યાનો અંત લાવશે અને કર ભરવાનું પહેલા કરતાં વધુ સરળ બનશે.

૩. નવી કર વ્‍યવસ્‍થામાં માનક કપાતમાં વધારો થયોઃ જો તમે પગારદાર વ્‍યક્‍તિ છો, તો તમારા માટે કર પ્રણાલીમાં એક મહત્‍વપૂર્ણ ફેરફાર થયો છે. જૂની કર વ્‍યવસ્‍થામાં, તમને પહેલાની જેમ ૫૦,૦૦૦ રૂપિયાનું સ્‍ટાન્‍ડર્ડ ડિડક્‍શન મળતું રહેશે. પરંતુ જો તમે નવી કર વ્‍યવસ્‍થા પસંદ કરો છો, તો આ કપાત વધીને રૂ. ૭૫,૦૦૦ થશે.

આ ઉપરાંત, બજેટમાં જાહેર કરાયેલા ટેક્‍સ સ્‍લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્‍યો નથી, એટલે કે, ટેક્‍સ દર પહેલા જેવા જ રહેશે.

૪ લાખ રૂપિયા સુધીની આવક - કોઈ ટેક્‍સ નહીં, ૪,૦૦,૦૦૧ થી ૮ લાખ રૂપિયા સુધી - ૫% ટેક્‍સ, ૮,૦૦,૦૦૧ થી ૧૨ લાખ રૂપિયા સુધી - ૧૦% ટેક્‍સ, ૧૨,૦૦,૦૦૧ થી ૧૬ લાખ રૂપિયા સુધી - ૧૫% ટેક્‍સ, ૧૬,૦૦,૦૦૧ થી ૨૦ લાખ રૂપિયા સુધી - ૨૦% ટેક્‍સ, એટલે કે, જો તમે નવી કર વ્‍યવસ્‍થા અપનાવશો, તો તમને ઉચ્‍ચ પ્રમાણભૂત કપાતનો લાભ મળશે, પરંતુ ટેક્‍સ સ્‍લેબમાં કોઈ ફેરફાર થશે નહીં.

૪. આવકવેરા કાયદાની કલમો બદલાઈ શકે છેઃ જો નવું આવકવેરા બિલ લાગુ કરવામાં આવે તો હાલના આવકવેરા કાયદાના ઘણા વિભાગો બદલાઈ શકે છે. ઉદાહરણ તરીકે, હાલમાં આવકવેરા રિટર્ન ફાઇલિંગની કલમ ૧૩૯ અને નવી કર વ્‍યવસ્‍થાની કલમ ૧૧૫ગ્‍ખ્‍ઘ્‍ છે. પરંતુ નવા બિલમાં, આને લગતા વિભાગો બદલી શકાય છે અથવા નવા વિભાગો ઉમેરી શકાય છે.

૫. ટીડીએસ નિયમો સરળ બનાવાયા, એક વિભાગમાં જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્‍યોઃ નવા આવકવેરા બિલમાં, ટેક્‍સ ડિડક્‍શન એટ સોર્સ સંબંધિત તમામ નિયમોને એક વિભાગમાં સમાવવામાં આવ્‍યા છે. આનાથી કરદાતાઓ અને કંપનીઓ માટે TDS કપાત અને રિર્પોટિંગની પ્રક્રિયા સરળ બનશે.

જોકે, આ ફેરફાર પછી, નવો કાયદો અમલમાં આવશે ત્‍યારે કરદાતાઓ અને આવકવેરા વિભાગને ITR ફાઇલિંગ અને રિર્પોટિંગ સિસ્‍ટમમાં ઘણા ફેરફારો કરવા પડી શકે છે.

૬. CA ને ટેક્‍સ ઓડિટ કરવાનો અધિકાર રહેશેઃ અગાઉ ટેક્‍સ ઓડિટ અંગે એવી અટકળો હતી કે કંપની સેક્રેટરી  અને કોસ્‍ટ એકાઉન્‍ટન્‍ટને પણ તેના કાર્યક્ષેત્રમાં સામેલ કરી શકાય છે. જોકે, કલમ 515(3)(b) એકાઉન્‍ટન્‍ટને ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ તરીકે વ્‍યાખ્‍યાયિત કરે છે. એ સ્‍પષ્ટ થઈ ગયું છે કે ટેક્‍સ ઓડિટ કરવાનો અધિકાર ફક્‍ત CA ને જ રહેશે. આ નિર્ણયને CA સમુદાય માટે રાહત માનવામાં આવી રહ્યો છે.

૭. મૂડી લાભ કરમાં કોઈ ફેરફાર નહીં: લાંબા ગાળાના મૂડી લાભ અને ટૂંકા ગાળાના મૂડી લાભમાં કોઈ ફેરફાર થયો નથી. આ દરો ગયા વર્ષે લાગુ કરાયેલા નિયમો મુજબ જ રહેશે. ડ્રાફ્‌ટ મુજબ, ૧૨ મહિના સુધીના સમયગાળાને ટૂંકા ગાળાના મૂડી લાભ તરીકે ગણવામાં આવશે. શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્‍સ પહેલાની જેમ ૨૦% રહેશે. લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્‍સ પર ૧૨.૫% ના દરે કર લાગશે.

૮. કલમ 44AD/44AE/44ADA સંબંધિત વિવાદો ઉકેલાયાઃ નવા આવકવેરા બિલે કલમ ૪૪AD/44AE/44ADA સંબંધિત વિવાદનો અંત લાવ્‍યો છે, જે વ્‍યાવસાયિકો માટે ચિંતાનો મુખ્‍ય કારણ હતો. હવે, આ કલમો હેઠળ નફાની ગણતરીની પદ્ધતિમાં વાસ્‍તવમાં કમાયેલો નફો ઉમેરવામાં આવ્‍યો છે. આનો અર્થ એ થયો કે કરદાતાઓએ હવે બતાવવું પડશે કે તેમણે જાહેર કરેલો નફો ખરેખર કમાયો છે.

૯. કળષિ આવક પર મુક્‍તિઃ નવા ટેક્‍સ બિલમાં, કળષિ આવકને કેટલીક શરતો સાથે કરમુક્‍ત રાખવામાં આવી છે. આ ઉપરાંત, ધાર્મિક ટ્રસ્‍ટો, સંસ્‍થાઓ અને દાનમાં આપવામાં આવતી રકમ પર પણ કર મુક્‍તિ મળશે. ચૂંટણી ટ્રસ્‍ટોને પણ કરમુક્‍તિ આપવામાં આવી છે.

૧૦. વર્ચ્‍યુઅલ ડિજિટલ એસેટ્‍સ પર કરઃ વર્ચ્‍યુઅલ ડિજિટલ સંપત્તિ (જેમાં ક્રિપ્‍ટોકરન્‍સીનો સમાવેશ થાય છે) હવે મિલકત તરીકે ગણવામાં આવે છે. આનો અર્થ એ થયો કે તેમના પર મિલકત, ઝવેરાત અને શેરની જેમ જ કર લાગશે. (રર.૨૦)

 

(3:01 PM IST)