News of Thursday, 13th February 2025
મહાકુંભમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી ૪ તંબુ બળીને રાખ
ફાયરબ્રિગેડે તાત્કાલીક ધોરણે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો

પ્રયાગરાજ, તા.૧૩: કુંભ મેળા વિસ્તારમાં નાગવાસુકી નજીક એક કેમ્પ ટેન્ટમાં આગ લાગી હતી. ફાયર ફાઇટરોએ કોઈક રીતે આગ ઓલવી નાખી પરંતુ ત્યાં સુધીમાં બે તંબુ બળી ગયા હતા.એવું કહેવામાં આવ્યું છે કે નાગવાસુકી વિસ્તારમાં બિંદુ માધવ માર્ગ પર એક પોલીસ કેમ્પ છે, જ્યાં સુરક્ષા કર્મચારીઓ તંબુઓમાં રહે છે. અચાનક એક તંબુમાં આગ લાગી, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો. ઘટનાસ્થળે પહોંચેલા ફાયર ફાઇટરોએ કોઈક રીતે આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં બે તંબુ બળી ગયા હતા. પ્રથમ નજરે, આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે.નાગવાસુકી પોલીસ સ્ટેશન હેઠળના આ કેમ્પમાં આગ લાગ્યા બાદ થોડા સમય માટે અંધાધૂંધીનો માહોલ સર્જાયો હતો. આગને કારણે ૪ તંબુ અને તેમાં રાખેલી વસ્તુઓ બળીને રાખ થઈ ગઈ. જોકે, સમયસર રાહત અને બચાવ કામગીરીને કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી. આર્થિક નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહયું છે.
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
